બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / cricket Zimbabwe vs Pakistan Debutant Arshad Iqbal bouncer breaks batsman helmet into two halves

ક્રિકેટ / 20 વર્ષના પાકિસ્તાની ફાસ્ટ બોલરે એવો બોલ નાંખ્યો કે હેલ્મેટના બે ટુકડા થયા, VIDEO જોઈને દંગ રહી જશો

Published By: Noor

Last Updated: 01:39 PM, 25 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રમતગમતમાં અકસ્માત થવા સામાન્ય વાત છે. ક્રિકેટની રમત પણ 22 યાર્ડની પીચ પર બનતા અકસ્માતોથી અડગી નથી. ત્યારે પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી ટી -20 શ્રેણી દરમિયાન આવી જ એક ભયાનક ઘટના સામે આવી છે.

  • પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી ટી -20નો વીડિયો વાયરલ
  • 20 વર્ષના પાકિસ્તાની ફાસ્ટ બોલરે બધાંને ડરાવી દીધા
  • પાકિસ્તાની બોલરના ઘાતક બોલરે ઝિમ્બાબ્વેના બેટ્સમેનના હેલ્મેટના બે ટુકડા કરી નાખ્યાં

હકીકતમાં પાકિસ્તાને બંને દેશો વચ્ચે ટી -20 શ્રેણીની પ્રથમ મેચ જીતી હતી. આ પછી શુક્રવારે બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી મેચ રમવામાં આવી હતી. આમાં લક્ષ્યનો બચાવ કરતા ઝિમ્બાબ્વેએ પાકિસ્તાન સામે એતિહાસિક વિજય નોંધાવ્યો હતો, પરંતુ એક સમયે બેટિંગ દરમિયાન જ્યારે પાકિસ્તાની બોલરના ઘાતક બોલરે ઝિમ્બાબ્વેના બેટ્સમેનના હેલ્મેટના બે ટુકડા કરી નાખ્યાં ત્યારે ટીમની ધબકારા વધી ગયા હતા. 

હકીકતમાં હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી આ મેચમાં ઝિમ્બાબ્વે 19 રને જીત્યું. ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરતી વખતે નવ વિકેટે માત્ર 118 રન બનાવ્યા હતા. પાકિસ્તાન માટે આ લક્ષ્ય મુશ્કેલ નહોતું, પરંતુ ટીમ તે હાંસલ કરી શકી નહીં અને 99 રનથી આગળ વધી શકી નહીં. જોકે, આ દરમિયાન પાકિસ્તાન તરફથી ડેબ્યૂ કરનાર ફાસ્ટ બોલર અરશદ ઇકબાલે ઝિમ્બાબ્વેના બેટ્સમેન તિનાશે કામુનહૂકામ્વે સાથે મળીને બાકીના ખેલાડીઓને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

અરશદ ઇકબાલની ઘાતક બાઉન્સર

20 વર્ષve અરશદ ઇકબાલની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હતી. ઇકબાલે બીજી જ ઓવરમાં આ ઘાતક બાઉન્સર ફેંકી, જે ઝિમ્બાબ્વેના બેટ્સમેન તિનાશેના હેલ્મેટ પર જઇને વાગી. બોલ લાગતા જ હેલ્મેટના બે ભાગ થઈ ગયા. એક ભાગ પીચ પર પડી ગયો હતો. બોલ જ્યારે તિનાશેના ચહેરા પર લાગ્યો ત્યારે બધાં ખેલાડી ડરી ગયા હતા. મેદાન પરના પાકિસ્તાનના ખેલાડી દોડી આવ્યા. તરત જ ઝિમ્બાબ્વે ટીમના ફિઝિયોથેરાપિસ્ટ પણ ત્યાં પહોંચી ગયો અને બેટ્સમેનની તપાસ કરી. જોકે કોઈ ગંભીર ઇજા નથી થઈ અને મેચ ફરીથી શરૂ થઇ. 

ઝિમ્બાબ્વેના 118 રનનું સૌથી વધુ યોગદાન તિનાશેનું રહ્યું હતું, તેણે 40 બોલમાં 34 રનની ઇનિંગ્સમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ હસનૈન અને દાનિશ અઝીઝે બે-બે વિકેટ ઝડપી હતી જ્યારે અરશદ ઇકબાલે 4 ઓવરમાં 16 રન આપીને એક વિકેટ લીધી હતી.

જેના જવાબમાં પાકિસ્તાનની આખી ટીમ 19.5 ઓવરમાં 99 રનમાં પડી ગઈ હતી. કેપ્ટન બાબર આઝમે 45 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 41 રનની ઇનિંગ રમી હતી, પરંતુ બાકીના બેટ્સમેનો તરફથી કોઈ ટેકો મળ્યો ન હતો. ઝિમ્બાબ્વે તરફથી લુકે જોંગ્વેએ 4 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાને તેની છેલ્લી 7 વિકેટ માત્ર 21 રનમાં ગુમાવી દીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Arshad Iqbal Debutant Zimbabwe vs Pakistan Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ