બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Your mobile will be charged in the air, technology is not magic
Last Updated: 08:17 PM, 10 January 2024
ADVERTISEMENT
ટેકનોલોજીના આ સમયમાં અત્યારે ટેક કંપનીઓ એવી શાનદાર ટેકનોલોજી રજુ કરી રહી છે. જે આપણે જોઈને પણ વિચારતા કરી મુકે છે. આ દરમિયાન Infinixએ CES 2024માં એક એવી ટેક્નોલોજી રજુ કરી છે જેને જોઈને તમે પણ વિચારતા થઈ જશો. આ કંપનીએ ફોનને હવામાં ચાર્જ કરી શકાઈ તેવી ટેકનોલોજી રજુ કરી છે. Infinix યુઝર્સ માટે એરચાર્જ ટેક્નોલોજી ક્યારે રોલઆઉટ કરશે તે જાણીએ.
Ready to see charging redefined? Watch how Infinix AirCharge technology is changing the game! Forget the clutter of cords and the hunt for outlets. Our innovative wireless charging lets you power up your devices effortlessly from up to 20cm away and at angles up to 60 degrees. pic.twitter.com/bwM1AnEzOI
— InfinixKenya (@InfinixKenya) January 10, 2024
ADVERTISEMENT
ટેક કંપનીઓ CES એટલે કે કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શો 2024માં આ નવી ટેકનોલોજી રજૂ કરવામાં આવી છે. આ વર્ષે એવી ઘણી કંપનીઓ છે કે જેને એવી એવી ટેકનોલોજી રજુ કરી છે કે જે તમને વિચારતા કરી દેશે.. ત્યારે Infinix કંપની દ્વારા રજુ કરવામાં આવેલી આ ટેકનોલોજી ખુબ જ અદભૂત છે. શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે બેગથી પણ ખોરાક ગરમ થઈ શકે છે? અથવા મોબાઈલ હવામાં ચાર્જ કરી શકાય? આ પહેલા આપણે આવું ભાગ્યે જ સાંભળ્યું હશે. પણ આ ટેકકંપનીઓએ CES 2024માં અજાયબીઓ કરી છે..
ADVERTISEMENT
વધુ વાંચો : WhatsApp New Feature: વ્હોટ્સએપ લાવ્યું જબરદસ્ત ફીચર, મળશે પાંચ વિકલ્પ, ખાસિયતો હાઈટેક
હેન્ડસેટ નિર્માતા કંપની ઈનફિનિક્સએ CES 2024માં એક કમાલની ટેકનોલોજી પરથી પડદો ઉઠાવ્યો છે. કંપનીએ એક એરચાર્જ ટેક્નોલોજી રજુ કરી છે. જો આગળ જઈને આ કંપની યૂઝર્સ માટે આ ટેકનોલોજી લઈને આવે છે તો યુઝર્સને કેબલની કે પછી વાયરલેસ પેડની જરૂર પડશે નહીં. આ ટેક્નોલોજી મલ્ટી કોયલ મેગ્નેટિક રેઝોનન્સ ફીચરની મદદથી 20 સેમી દૂર પડેલા ફોનને ચાર્જ કરી દેશે. હવે જોવાનું એ રહેશે કે Infinixની આ ટેક્નોલોજી કેટલા સમયમાં યુઝર્સ માટે રોલઆઉટ કરે છે.
ADVERTISEMENT
બેગ મિનિટોમાં કરી દેશે જમવાનું ગરમ
જો ઘરની બહાર જઈએ ત્યાં આપણને ગરમા ગરમ જમવાનું મળી જાય તો મજાજ પડી જાય. પણ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે મુસાફરી દરમિયાન તમારૂ ભોજન ગરમ થઈ શકે ખરી? વિલ્ટેક્સ નામની જાપાનની આ કંપનીએ એક ખુબ જ અલગ જ બેગ રજુ કરી છે. આ બેગની ખાસ વાત એ છે કે આ બેગમાં રાખવામાં આવેલો સામાન 5 મિનિટમાં 80 ડિગ્રી સુધીનું ગરમ કરી શકે છે.. આ બેગને ચાર્જ કરવી પડે છે. આ બેગની અંદર તમે 2 કલાક સુધી જમવાનું ગરમ રાખી શકો છો. જો કે આ બેગ કેટલા સમયની અંદર ઉપલબ્ધ થઈ શકે શકે છે તે જોવું રહ્યું.. હાલ તો આ વિશેની માહિતી સામે આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.