ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / young man raped the girl by giving her the lure of marriage
ADVERTISEMENT
ADVERTISEMENT
અમદાવાદમાં વધુ એક દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. જેમા ચાણક્યપુરી માં પ્રેમીએ લગ્ન નહિ કરતા પ્રેમિકાએ મહેંદી ભરેલા હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો.. જેથી સોલા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી. જોકે આ બનાવને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સાથેજ યુવતી ન્યયાની માગ કરી રહી છે.
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ
ADVERTISEMENT
આરોપી પ્રેમીએપ્રેમિકા સાથે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવની જો વિગતવાર વાત કરીએ તો ચાણક્ય વિસ્તારમાં રહેતી એક યુવતી લગ્ન કરવાના સપના સાથે હાથમાં મહેંદી લગાવીને સજીધજી ને બેઠી હતી. પરંતુ તેના પ્રેમી હાર્દિક પટણીએ લગ્ન કરવા આવવા નું કહીને પ્રેમીકા પાસે આવતો ન હતો.
યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી
ADVERTISEMENT
યુવતી કોર્ટમાં પ્રેમી સાથે લગ્ન કરવાના ત્યારી કરીને બેઠી હતી. પરંતુ પ્રેમીએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો.. તો યુવતીએ મહેંદી ભર્યા હાથની નશો કાપીને આપઘાત નો પ્રયાસ કર્યો.. જેથી યુવતીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી. પરિણામે સોલા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી..
પતિ સાથે છૂટાછેડા લીધા બાદ યુવતી અમદાવાદ આવી
ADVERTISEMENT
આરોપી હાર્દિક અને યુવતી છેલ્લા 8 મહિનાથી સંપર્કમાં હતા.. મુંબઈ ની યુવતી પરણિત છે અને બે સંતાનની માતા છે.. પતિ સાથે છૂટાછેડા થઈ ગયા બાદ મુંબઈથી અમદાવાદ આવી ગઈ હતી.. અને નારણપુરા માં સ્પા માં નોકરી કરતી હતી. સ્પા માં જ હાર્દિક અને યુવતીની મુલાકાત થઈ.. અને બન્ને પ્રેમ સબંધ માં જોડાયા બાદ લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા.
આરોપી પણ પરણિત
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આરોપી હાર્દિક પણ પરણિત હતો.. તેની પત્ની અને સંતાન જુદા રહેતા હતા.. હાર્દિકે લગ્નનો વાયદો આપીને યુવતી સાથે સબંધ રાખ્યા. પરંતુ લગ્ન નહિ કરતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો. જેથી આ સમગ્ર મામલે સોલા પોલીસે દુષ્કર્મ કેસમાં આરોપી હાર્દિક પટણી ની ધરપકડ કરી છે. યુવતીનું નિવેદન અને મેડિકલ તપાસ કરાવીને વધુ કાર્યવાહી શરૂ કરી..
સંકળાયેલા મુદ્દાઓ