બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Yogi Adityanath in an aggressive mood in the Assembly

ઉત્તરપ્રદેશ / VIDEO: યોગીએ લાલચોળ થઈ કહ્યું, 'શરમ કરો બાપનું સન્માન ન કરી શક્યા, માફિયાઓને ધૂળ ચટાડી દઇશ...'

Priyakant

Last Updated: 01:00 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભામાં યોગી આદિત્યનાથને આટલા ગુસ્સામાં પહેલીવાર જોયા, અખિલેશ યાદવને ખખડાવ્યા અને સાથે સમાજવાદી પાર્ટી પર ગુનેગારોને રક્ષણ આપવાનો આરોપ લગાવ્યો

  • યોગી આદિત્યનાથ વિધાનસભામાં આક્રમક મૂડમાં 
  • શરમ કરો બાપનું સન્માન ન કરી શક્યા: યોગી 
  • આદિત્યનાથે અખિલેશ યાદવને ખખડાવ્યા 
  • માફિયાઓને ધૂળ ચટાડી દઇશ: યોગી આદિત્યનાથ 

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં શનિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. વાત જાણે એમ છે એક, યોગી આદિત્યનાથે અખિલેશ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સમાજવાદી પાર્ટી પર ગુનેગારોને રક્ષણ આપવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, ઉમેશ પાલની હત્યાના આરોપી અતીક અહેમદને સપા સરકારે સાંસદ અને ધારાસભ્ય બનાવ્યા હતા. આ સાથે રાજ્યપાલ આનંદીબેન પટેલના સંબોધન દરમિયાન સપાના ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલા હંગામા પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, જો આ લોકો મહિલા રાજ્યપાલનું સન્માન નથી કરી શકતા તો અડધી વસ્તીનું સન્માન કેવી રીતે કરશે.  

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે BSP ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી અને પ્રયાગરાજમાં તેના ગનર ઉમેશ પાલની હત્યા બાદ મોટું નિવેદન આપ્યું હતું. વિધાનસભામાં CM યોગએ કહ્યું કે, તેઓ માફિયાઓને ધૂળ ચટાડી દેશે. સીએમ યોગીએ કહ્યું કે, અતીક અહેમદ સમાજવાદી પાર્ટીની મદદથી સાંસદ બન્યા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે મુખ્યમંત્રીએ વિધાનસભામાં કહ્યું કે, અતિક અહેમદ જેમની વિરુદ્ધ પીડિત પરિવારોએ કેસ દાખલ કર્યો હતો. તે સમાજવાદી પાર્ટી દ્વારા પોષવામાં આવેલ માફિયા છે. 

આ સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, માફિયાઓને ધૂળ ચટાડી દેશે. તેમણે કહ્યું કે અમે અતીકની કમર તોડવાનું કામ કર્યું છે. વિધાનસભામાં સીએમ યોગીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે,આ પ્રોફેશનલ્સ માફિયાઓ અને ગુનેગારોના આશ્રયદાતા છે. સીએમએ કહ્યું કે. ગુનાખોરી તેમની નસોમાં છે. આ આખું રાજ્ય જાણે છે.

આજે ઉત્તરપ્રદેશ વિધાનસભા ગૃહમાં યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીને આડેહાથ લીધી હતી. ભાષણ દરમિયાન યોગીએ રાજ્યપાલને પાછા જવું જોઈએ તેવા નારા લગાવવા બદલ સપાના ધારાસભ્યોની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું, જે લોકો મહિલા રાજ્યપાલનું સન્માન નથી કરી શકતા, શું તેઓ અડધી વસ્તીનું સન્માન કરશે?  ગેસ્ટ હાઉસની ઘટના તેમના શાસનકાળમાં બની હતી. આ વર્તન તે સમયે સામે આવ્યું હતું. છોકરાઓ ભૂલો કરે છે, આવા નિવેદનો પણ સામે આવ્યા. આવા તમામ નિવેદનો સામે આવ્યા હતા. આ લોકો લોકશાહીની વાત કરે છે, આ આશ્ચર્યજનક સ્થિતિ છે.

તમે તમારા પિતાનું સન્માન ન કરી શક્યા
નોંધનીય છે કે, મુલાયમ સિંહ યાદવે એક મીટિંગમાં કહ્યું હતું કે, જો છોકરાઓ ભૂલ કરશે તો શું રેપના આરોપીઓને ફાંસી આપવામાં આવશે. આ નિવેદનને લઈને ઘણો હોબાળો થયો અને મુલાયમ વિપક્ષી દળોના પ્રહારો હેઠળ આવ્યા. યોગીએ જ્યારે આ જ ભાષણનો ઉલ્લેખ કરીને સપા પર નિશાન સાધ્યું તો અખિલેશ ભડકી ગયા. જ્યારે તેઓ યોગીને અટકાવી રહ્યા હતા, ત્યારે મુખ્યપ્રધાન આક્રમક મૂડમાં આવી ગયા અને અખિલેશને કહ્યું કે, તમને શરમ આવવી જોઈએ કે, તમે તમારા પિતાનું સન્માન ન કરી શક્યા.

તમારા કાર્યોને દોષ આપો, જનતાને નહીં: યોગી 
યોગીએ કહ્યું કે, ભાષણની ચર્ચા કરતી વખતે કોઈપણ વડા સરકારની સિદ્ધિઓની ચર્ચા કરે છે અને ભવિષ્યની સિદ્ધિઓની પણ ચર્ચા કરે છે. આવું આખા દેશમાં થાય છે. આવી સંસદીય પરંપરાઓ છે. જ્યારે રાષ્ટ્રપતિ સંસદના એસેમ્બલ સત્રને સંબોધિત કરે છે, ત્યારે તે સરકારની સિદ્ધિઓ અને ભાવિ યોજનાઓનું ચિત્રણ કરે છે. કયો પક્ષ છે જેને સત્તામાં તક નથી મળી. આજે જનતા તમારા કાર્યોને કારણે તમને દોષી ઠેરવી રહી છે, તો તમારા કાર્યોને દોષ આપો. જનતાને નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ