ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Yami Gautam have incurable disease Keratosis Pilaris, herself narrated the pain

બોલિવૂડ / આ લાઈલાજ બીમારી સામે લડી રહી છે યામી ગૌતમ, એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Published By: Noor

Last Updated: 09:31 AM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી યામી ગૌતમે ખુલાસો કર્યો છે કે તે કેરાટોસિસ પિલારિસ નામની બીમારીથી પીડિત છે.

ADVERTISEMENT

  • અભિનેત્રી યામી ગૌતમે કર્યો ચોંકાવનારો  ખુલાસો
  • એક્ટ્રેસ ઘણાં વર્ષોની કેરાટોસિસ પિલારિસ નામની બીમારીથી પીડિત છે
  • એક્ટ્રેસે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે

યામીએ કહ્યું કે તે કિશોરાવસ્થામાં આ રોગથી પીડિત હતી. આનો કોઈ ઈલાજ નથી. યામીએ ટ્વિટર પર પોતાની સ્કિનને દેખાડતા કેટલીક તસવીરો શેર કરી છે. 

યામીએ જણાવી તેની તકલીફ

ફોટો શેર કરતી વખતે યામી ગૌતમે લખ્યું, 'હેલો મિત્રો, મેં હાલમાં જ કેટલાક ફોટા માટે શૂટ કર્યું છે. જ્યારે હું કેરાટોસિસ-પિલારિસ નામની મારી સ્કિનની સ્થિતિ છુપાવવા માટે પોસ્ટ-પ્રોડક્શન (એક સામાન્ય પ્રક્રિયા)માં જવાની હતી, ત્યારે મેં વિચાર્યું કે હું આ હકીકતને સ્વીકારી કેમ નથી શકતી? હું તેની સાથે સહજ છું.

કેરાટોસિસ પિલારિસ એક એવી સ્થિતિ છે જે સ્કિન પર ખરબચડા પેચ અને નાના-નાના ખીલ જેવા બમ્પ્સ બને છે. યામીએ કહ્યું, 'મેં મારું સત્ય તમારી સાથે શેર કરવાની હિંમત દર્શાવી છે. મને મારા ફોલિક્યુલિટિસને એરબ્રશ કરવું અથવા આંખોની નીચે સ્મૂધ કરવું અથવા મારી કમરને થોડો વધુ આકાર આપવાનું મન નહોતું. હું જેવી દેખાઈ રહી હતી તેવી જ સારી અને સુંદર હતી. 

યામીએ ખુલાસો કર્યો કે તે ઘણાં વર્ષોથી આ સમસ્યાથી પરેશાન છે અને હવે તેણે પોતાના ડરને દૂર કરવાનું નક્કી કરી લીધું છે. યામીએ જણાવ્યયું કે, ટીનેજમાં મને આ સ્કિન ડિસીઝ થયું હતું અને આ એક લાઈલાજ બીમારી છે. હું ઘણાં વર્ષોથી આનો સામનો કરી રહી છું અને આજે આખરે મેં મારા ભય અને અસુરક્ષાને છોડી દેવાનું નક્કી કર્યું. મને લાગે છે કે મારા ચાહકો હજુ પણ મને પ્રેમ કરશે અને મારી ખામીઓ દિલથી સ્વીકારશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Pain incurable disease yami gautam Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ