ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / writer moves bombay high court against chhapaak of dipika padukone seeks credit for story

વિવાદ / રીલીઝ થયા પહેલાં જ વિવાદોમાં સપડાઈ દીપિકા પાદુકોણની 'છપાક', હાઈકોર્ટમાં અરજી દાખલ

Published By: Ravi

Last Updated: 02:48 PM, 24 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકનું ટ્રેલર લોન્ચ થયા બાદથી જ ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયામાં પણ આ ફિલ્મ વિશે ચર્ચાઓ કરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ ફિલ્મ સામે એક સમસ્યા ઉભી થઇ છે. રાકેશ ભારતીના નામના એક વ્યક્તિએ ફિલ્મમાં સ્ટોરી ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે.

ADVERTISEMENT

  • એસિડ સર્વાઇવર પર આધારિત છે ફિલ્મ 
  • રાકેશ ભારતીએ બોમ્બે હાઈકોર્ટમાં કરી અરજી 

 
ફિલ્મ 10 જાન્યુઆરીએ રીલીઝ થશે

દીપિકા પાદુકોણ અને વિક્રાંત મેસી સ્ટારર છપાકનું ટ્રેલર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. ફેન્સને ટ્રેલર ખુબ પસંદ આવ્યું છે, ફિલ્મ 10 જાન્યુઆરીએ રીલીઝ થશે. રાકેશ ભારતીનું કહેવું છે કે ફિલ્મમાં તેમની સ્ટોરી ચોરી કરવામાં આવી છે. 

ફિલ્મમાં લેખક તરીકે ક્રેડીટ આપવા કરી માંગ 

રાકેશ ભારતીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. લેખકનું કહેવું છે કે એસિડ અટેક સર્વાઇવરની ફિલ્મ જે સ્ટોરી પર બની છે તે તેમણે લખી છે. તેમણે અરજી કરી છે કે ફિલ્મમાં તેમને લેખક તરીકે ક્રેડીટ આપવામાં આવે. જાણકારી મુજબ રાકેશ ભારતીએ દાવો કર્યો છે કે તેમના મનમાં ફિલ્મ બનાવવા માટે બ્લેક ડે નામ આવ્યું હતું. તેમણે ફેબ્રુઆરી 2015માં તેનું રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. તે વખતે તેઓ સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યા હતા. 

રાકેશ ભારતીના વકીલનું કહેવું છે કે જે ફિલ્મ બનાવવામાં આવી છે તે તેમના આઈડિયા મુજબ બનાવવામાં આવી છે જેની ફરિયાદ પણ તેમણે પ્રોડ્યુસર્સને કરી હતી, કોઈ જવાબ ન આવતા હવે તે લોકોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

CHHPAK Controversy Dipika padukone controversy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ