બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / wpa inflation data shows inflation decreased in india in june after government efforts shown effect

રાહતનાં સમાચાર / મોદી સરકારનાં પ્રયાસોની અસર દેખાઈ! મોંઘવારીનાં દરમાં નજીવો ઘટાડો, જો કે ગયા વર્ષ કરતાં ખાસ્સો વધ્યો

Mayur

Last Updated: 01:44 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં હોલસેલ પ્રાઇઝ ઇંડેક્સ ( WPI Inflation Data ) આધારિત ફુગાવાનો દર જૂન મહિનામાં ઘટ્યો છે. જો કે નોંધપાત્ર ઘટાડો નથી થઈ શક્યો જેની પાછળ ઘણા કારણો જવાબદાર છે.

  • જુલાય મહિનામાં મોંઘવારીનો દર ઘટ્યો 
  • જૂન કરતાં નજીવો ઘટાડો 
  • સરકારનાં પ્રયાસોની અસર દેખાઈ 

ભારતમાં હોલસેલ પ્રાઇઝ ઇંડેક્સ આધારિત ફુગાવાનો વાર્ષિક દર જૂન (2022) મહિના માટે 15.18% (પ્રોવિઝનલ છે, જે મે 2022માં 15.88%ના WPI નંબર કરતાં નજીવો ઓછો થયો છે. પરંતુ તેમ, છતાં તે જૂન 2021 કરતાં ઘણો વધારે છે. 

સરકારનાં પ્રયત્નોની અસર થઇ

જૂન મહિનામાં, ઘઉંની અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ અને મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે WPI આધારિત ફુગાવાનો દર નીચે આવ્યો છે. જૂનમાં હોલસેલ પ્રાઇઝ ઇંડેક્સ આધારિત મોંઘવારીનો દર ઘટીને 15.18 ટકા પર આવી ગયો છે.

ગયા વર્ષે કેટલો હતો દર?

જ્યારે મે 2022માં હોલસેલ પ્રાઇઝ ઇંડેક્સ આધારિત મોંઘવારીનો દર  15.88 ટકાના સ્તરે હતો. જો કે ગયા વર્ષ કરતાં એ ખાસ્સો વધારે છે કારણ કે  ગયા વર્ષે જૂન 2021માં હોલસેલ પ્રાઇઝ ઇંડેક્સ આધારિત મોંઘવારી દર 12.07 ટકાના સ્તરે હતો. આ દર છેલ્લા 15 મહિનાથી સતત બે આંકડામાં છે. આ આંકડા ફાયનાન્સ મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

ફાયનાન્સ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર, ખનિજ તેલના ભાવમાં વધારો મોંઘા ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ વગેરેણાં કારણે જૂન મહિનામાં થોડો WPI મોંઘવારી દરમાં ઉછાળો આવ્યો છે. 

વધારાનું મુખ્ય કારણ 
WPI મોંઘવારી વધવાનું મુખ્ય કારણ મોંઘી ખાદ્ય વસ્તુઓ છે. જૂનમાં ખાદ્ય ફુગાવાનો દર વધીને 12.41 ટકા થયો છે, જ્યારે મે મહિનામાં ખાદ્ય ફુગાવાનો દર 10.89 ટકા હતો.

જૂન 2022 માં ફુગાવાનો ઊંચો દર મુખ્યત્વે ખનિજ તેલ, ખાદ્ય ચીજવસ્તુઓ, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, મૂળભૂત ધાતુઓ, રસાયણો અને રાસાયણિક ઉત્પાદનો, ખાદ્ય ઉત્પાદનો વગેરેના ભાવમાં અગાઉના વર્ષના સમાન મહિનાની સરખામણીમાં વધારો થવાને કારણે છે

સંકળાયેલા મુદ્દાઓ

Business News Gujarati News Inflation inflation data wpa modi government inflation data wpa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ