બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Worldwide social media platform Twitter server down

Twitter down / વિશ્વવ્યાપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરનું સર્વર ડાઉન, યુઝર્સને પારાવાર મુશ્કેલી

Ravi

Last Updated: 02:01 PM, 2 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્વિટર અને ટ્વિટડેક બંને કેટલાક કલાકોથી ડાઉન છે.ટ્વીટરનો ઉપયોગ કરવામાં વિશ્વના ઘણા યુઝર્સને ભારે મુશ્કેલી થઇ રહી છે. સૌથી વધારે તકલીફ ભારત, જાપાન અને કેનેડાના યુઝર્સને થઈ રહી છે. ટ્વિટરે પોતાના ઓફીશીયલ એકાઉન્ટ @TwitterSupportથી ટ્વીટ કરીને લોકો થઇ રહેલી મુશ્કેલી દૂર કરવાની ખાતરી આપી.

  • ટ્વિટર અને ટ્વિટડેક બંને હાલમાં ડાઉન: યુઝર્સને પડી રહી છે હાલાકી 
  • વેહાલામાં વેહલી તકે મુશ્કેલી દૂર કરવાની ટ્વિટરે આપી ખાતરી 
  • કંપની અત્યારે  ટ્વિટડેક માટે કામ કરી રહી છે


twitter અને tweetdeck બંને કેટલાક કલાકોથી ડાઉન

જો તમે સવારે ઉઠ્યા અને તમે નવા ટ્વીટ જોઈ શકતા નથી તો તમે એકલા નથી, ઘણા યુઝર્સને આ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્વિટર અને ટ્વિટડેક બંને કેટલાક કલાકોથી ડાઉન છે. આ તકલીફ દુનિયાના મોટા ભાગના યુઝર્સને પડી રહી છે. ટ્વિટરે કહ્યું છે કે તેને આ મામલાની જાણ છે અને તે ખામીઓને શોધી તેને દૂર કરવા મથી રહ્યા છે ત્યારે ઘણી સંભાવનાઓ છે કે આજે તમને ટ્વીટર પર મેસેજ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે તથા ઈમેજ અને વિડીયો અપલોડ કરવામાં મુશ્કેલી થાય. 

પોતે ઓફીશીયલ એકાઉન્ટથી ટ્વીટ કરીને મુશ્કેલી દૂર કરવાની આપી ખાતરી 

ટ્વિટરે પોતાના ઓફીશીયલ એકાઉન્ટ @TwitterSupportથી ટ્વીટ કરીને લોકો ખાતરી આપતા જણાવ્યું કે 'અમે ટ્વિટર અને ટ્વિટડેક પર થઇ રહેલી મુશ્કેલીને અનુભવી રહ્યા છે. તમને ટ્વીટ કરવામાં, નોટીફીકેશન મેળવવામાં, સંદેશાઓ જોવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અમે તેને ઠીક કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે અને તે ખુબ જલ્દી સામાન્ય રીતે કામ કરવા લાગશે'

સમગ્ર વિશ્વનાં યુઝર્સને પડી રહી છે તકલીફ 

જોકે ટ્વીટરે ડાઉન થવા પાછળ શું કારણ છે તે જણાવ્યું નથી. સૌથી વધારે મુશ્કેલી જાપાન,કેનેડા અને ભારતમાં નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં 4000 આવા કેસ સમગ્ર વિશ્વમાં ધ્યાનમાં આવ્યા છે. 

tweetdeckમાં લોગ ઇન કરવું પણ કપરું બન્યું 

અગાઉ ટ્વીટરના પ્રતિનિધીએ કહ્યું હતું કે કંપની અત્યારે  ટ્વિટડેક માટે કામ કરી રહી છે જેનો ઉપયોગ મોટે ભાગે મીડિયા જગત, પત્રકારો દ્વારા એકસાથે ઘણા એકાઉન્ટ પર નજર રાખવા કરાય છે. ઘણા કલાકોથી ટ્વિટડેકનો ઉપયોગ કરવામાં પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે.

નોંધનીય છે કે ટ્વિટડેકમાં લોગ ઇન કરવું પણ કપરું બન્યું છે.ટ્વિટડેક પર જો લોગ ઇન કરવામાં આવે તો નોટીફીકેશન દ્વારા યુઝર્સને ટ્વીટરની વેબસાઈટ પર જવાનું કહેવામાં આવે  છે. આ ઉપરાંત બીજી નોટીફીકેશન આવે છે જેમાં ' તમારી પાસે ટ્વિટડેકના મુખ્ય ખાતામાં પ્રવેશવાની પરવાનગી નથી. અનધિકૃત પ્રયત્નો કરવામાં આવશે તો તમે લોગ આઉટ થઇ જશો' જેવી માહિતી આપવામાં આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Twitter twitter down ટ્વીટર સપોર્ટ twitter down
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ