બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'નોબેલ શાંતિ પુરસ્કાર'ના એલાન પહેલા જ ટ્રમ્પને લઇ રશિયાનું મોટું એલાન, વિશ્વ આખું ચોંક્યું

બિગ બ્રેકિંગ / 'નોબેલ શાંતિ પુરસ્કાર'ના એલાન પહેલા જ ટ્રમ્પને લઇ રશિયાનું મોટું એલાન, વિશ્વ આખું ચોંક્યું

Jay Bhatt

Last Updated: 01:02 PM, 10 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત થાય તે પહેલાં રશિયા તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. જેના બાદ વિશ્વના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Nobel Peace Prize 2025 : નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત થાય તે પહેલાં જ, રશિયા તરફથી આજે એટલે કે શુક્રવારે (10 ઓક્ટોબર 2025) એક મોટું નિવેદન સામે આવ્યું છે.

રશિયાનું યુએસ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને સમર્થન

રશિયા તરફથી આપેલા નિવેદનમાં કહેવામાં આવી રહ્યું છે કે, નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નામાંકનને સમર્થન આપશે. એક ખાનગી ન્યૂઝ એજન્સી અનુસાર મોસ્કો ટ્રમ્પની ઉમેદવારીને સમર્થન આપે છે. યુક્રેનિયન યુદ્ધનો અંત લાવવા માટે ટ્રમ્પની પહેલ પ્રશંસનીય છે અને શાંતિ સ્થાપવા માટે કરવામાં મહત્વપૂર્ણ યોગદાન ગણવામાં આવે છે.

ટ્રમ્પનું નામ અગાઉ પણ આપવામાં આવ્યું હતું

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમ્યાન ઇઝરાયલ અને અનેક આરબ દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા અબ્રાહમ કરારના સમર્થન બદલ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. જોકે, આ વખતે ટ્રમ્પે તેમની મહત્વાકાંક્ષાઓ વધુ સ્પષ્ટ કરી છે.

vtv app promotion

ટ્રમ્પે શું કર્યો હતો દાવો

ટ્રમ્પનો દાવો હતો કે, તેમના કાર્યકાળના થોડા મહિનામાં જ તેમણે છ થી સાત આંતરરાષ્ટ્રીય યુદ્ધનો અંત લાવવામાં ફાળો આપ્યો છે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવનો પણ સમાવેશ થાય છે જે તેમના મતે પરમાણુ યુદ્ધમાં પરિણમી શકે તેમ હતું.

વઘુ વાંચો : 7.6ની તીવ્રતાના ભૂકંપથી ધ્રૂજી ઉઠી આ દેશની ધરા, સુનામીનું પણ એલર્ટ જાહેર

ભારતે ટ્રમ્પના દાવાઓને નકારી કાઢ્યા

જ્યારે પાકિસ્તાને ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે, ત્યારે ભારતે આ મુદ્દે કડક વલણ અપનાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને સ્પષ્ટપણે કહ્યું હતું કે, 'ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ ઘટાડવામાં તેમની કોઈ સીધી ભૂમિકા નથી'. ભારત ટ્રમ્પના દાવાઓને નકારી કાઢ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

russia supports donald trump russia big statement nobel peace prize
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ