ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:57 PM, 28 June 2025
ADVERTISEMENT
હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે કોઈપણના કાળજું કંપાવી શકે છે. આ વીડિયો ફક્ત અમુક જ સેકન્ડનો છે, પરંતુ તેમાં જે દેખાય છે તે ખૂબ જ ખતરનાક અને ભયાનક છે. વીડિયોમાં, એક સુંદર છોકરી ઊંચા અને જીવલેણ ઝરણાના કિનારે પડેલી જોવા મળે છે.
ADVERTISEMENT
આ કોઈ સામાન્ય ઝરણું નથી, પણ એક ખતરનાક ઝરણું છે જે હજારો ફૂટ ઊંડી ખીણમાં પડે છે. આ ઝરણું ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ તેનો અવાજ એટલે કે ગર્જના ડરાવવા માટે પૂરતી છે. પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે જો કોઈ થોડું પણ લપસી જાય તો તે સીધો નીચે ખીણમાં પડી જશે. ઝરણાની આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે ભીનો અને લપસણો છે.
आप इसे बहादुरी कहेंगे या सबसे बड़ी बेवकूफी!
— Dr. Sheetal yadav (@Sheetal2242) June 25, 2025
लोगों को मौत से खेलने में मजा क्यों आता है? pic.twitter.com/YAEkgO3dwg
ADVERTISEMENT
જીવના જોખમે બનાવી રીલ
પરંતુ વીડિયોમાં દેખાતી છોકરી ન તો ડરી છે કે ન તો સાવધાન. તે આરામથી પથ્થર પર સૂઈ રહી છે, કેમેરા સામે પોઝ આપી રહી છે અને હસતાં હસતાં રીલ બનાવી રહી છે. એવું લાગે છે કે તેને પોતાના જીવની કોઈ પડી નથી, પરંતુ ઇન્સ્ટાગ્રામ પર લાઈક્સ અને ફોલોઅર્સ વધુ જરૂરી છે. વીડિયોમાં ઝરણાંનો અવાજ, ખાડીની ઊંડાઈ અને પવનના સુસવાટા એટલા ભયાનક છે કે ઘણા લોકો વીડિયોને વચ્ચેથી જ છોડી ગયા. અમુક યુઝર્સે તેને "અત્યાર સુધીની સૌથી ભયાનક રીલ" ગણાવી. ઘણા લોકોએ એમ પણ કહ્યું કે આવા વીડિયોનો સોશિયલ મીડિયા પર પ્રોત્સાહન ન આપવું જોઈએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
સોશલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
આ વીડિયો જોયા પછી લોકો સ્તબ્ધ અને ગુસ્સે છે. ઘણા યુઝર્સે આ વીડિયો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. કેટલાકે લખ્યું છે કે, "જો પગ એક વાર લપસી ગયો હોત તો જીવ જતો રહેત". ઘણા લોકોએ તેને મૂર્ખતા ગણાવી છે. કેટલાકે કોમેન્ટો કરી છે કે, "આવા લોકોની માનસિક તપાસ થવી જોઈએ". આ વીડિયો X પર @Sheetal2242 નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. તેને લાખો લોકોએ જોયો છે અને હજારો કોમેન્ટો પણ આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ