ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / 100થી વધુના મોત, અનેક લાપતા, અમેરિકાના ટેક્સાસમાં વિનાશક પૂરે મચાવી ભારે તબાહી

Floods In Texas / 100થી વધુના મોત, અનેક લાપતા, અમેરિકાના ટેક્સાસમાં વિનાશક પૂરે મચાવી ભારે તબાહી

Published By: Priyankka Triveddi

Last Updated: 07:45 AM, 8 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના ટેક્સાસમાં ભારે વરસાદને કારણે આપાતકાલીન પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ટેક્સાસમાં પૂરથી મૃત્યુ પામનારની સંખ્યા 100 થી વધી ગઈ છે

ADVERTISEMENT

Floods In Texas: અમેરિકાના ટેક્સાસમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં 100થી વધુ લોકો માર્યા ગયાની આશંકા છે અને હજુ ઘણા લોકો ગુમ છે. જેમાં કેમ્પિંગમાં ગયેલી છોકરીઓનો પણ સમાવેશ થાય છે. વહીવટીતંત્ર લોકોને બચાવવા માટે મોટા પાયે બચાવ કામગીરી ચલાવી રહ્યું છે. તે જ સમયે કેરોલિન લેવિટે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ અઠવાડિયાના અંતમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ શકે છે. જોકે ટ્રમ્પની મુલાકાત અંગે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ટેક્સાસમાં પૂરથી મૃત્યુઆંક 100થી વધુ થઈ ગયો છે. જેમાં 28 બાળકોનો પણ સમાવેશ થાય છે. કટોકટીની ટીમો ગુમ થયેલા લોકોને શોધવા અને અનેક કાઉન્ટીઓમાં નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે 24 કલાક કામ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. અને મૃત્યુઆંક વધવાની ધારણા છે.

કેર કાઉન્ટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર કેમ્પ મિસ્ટિક અને કેર કાઉન્ટીમાં શોધકર્તાઓને 28 બાળકો સહિત 84 લોકોના મૃતદેહ મળ્યા છે. જેના કારણે સેન્ટ્રલ ટેક્સાસમાં મૃત્યુઆંક ઓછામાં ઓછો 104 થયો છે. એક મીડિયા ન્યૂઝના અહેવાલ મુજબ અનેક કાઉન્ટીઓમાં ગુમ થયેલા લોકોને શોધવા અને નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે કટોકટીની ટીમો ચોવીસ કલાક કામ કરી રહી છે. અધિકારીઓએ સોમવારે ચેતવણી આપી હતી કે વધુ વિસ્તારોમાં પહોંચવા અને શોધખોળ ચાલુ રહેવાથી મૃત્યુઆંક વધવાની ધારણા છે.

ટ્રમ્પ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ શકે છે

આ ઉપરાંત વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે સ્થાનિક અને ફેડરલ હવામાન સેવાઓએ પૂર પહેલા કેર કાઉન્ટી સમુદાયને પૂરતી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ અઠવાડિયાના અંતમાં ટેક્સાસમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ શુક્રવારે પ્રવાસ પર જઈ શકે છે, પરંતુ આ સંદર્ભમાં હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે આ એક કુદરતી ઘટના છે. તે સમયે પૂર આવ્યું તે વહીવટીતંત્રની ભૂલ નથી. પરંતુ અગાઉથી સતત ચેતવણીઓ આપવામાં આવી હતી અને ફરીથી રાષ્ટ્રીય હવામાન સેવાએ તેનું કામ કર્યું.

તેમણે કહ્યું કે 3 જુલાઈના રોજ ઓસ્ટિન-સાન એન્ટોનિયોમાં NWS કાર્યાલયે સ્થાનિક અધિકારીઓ માટે એક બ્રીફિંગ યોજી હતી અને બપોરે પૂરની ચેતવણી જારી કરી હતી. આ પછી 3 જુલાઈની રાત્રે અને 4 જુલાઈની સવારે ઘણી વખત પૂરની ચેતવણી આપવામાં આવી હતી. જે પૂર આવવાના ત્રણ કલાક પહેલા આપવામાં આવી હતી.

વધુ વાંચો: ટ્રમ્પનો ટેરિફ બોમ્બ, જાપાન-દક્ષિણ કોરિયા, મલેશિયા, બાંગ્લાદેશ સહિત 14 દેશો પર લગાવ્યો ભારે ટેક્સ

Vtv App Promotion

45 મિનિટમાં પાણીનું સ્તર 26 ફૂટ વધ્યું

શુક્રવારે વહેલી સવારે ભારે વરસાદને કારણે, ગુઆડાલુપે નદીનું પાણીનું સ્તર માત્ર 45 મિનિટમાં 26 ફૂટ (લગભગ 8 મીટર) વધી ગયું હતું, જેના કારણે ટેક્સાસ હિલ કન્ટ્રી ક્ષેત્રમાં ભારે વિનાશ થયો હતો.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર કાર કાઉન્ટીમાં ઓછામાં ઓછા 68 લોકો માર્યા ગયા હતા. જેમાં 28 બાળકોનો સમાવેશ થાય છે. ટ્રેવિસ, બર્નેટ, કેન્ડલ, વિલિયમસન અને ટોમ ગ્રીન જેવા અન્ય કાઉન્ટીઓમાં પણ મૃત્યુ નોંધાયા હતા. જેના કારણે કુલ મૃત્યુઆંક 100 થી વધુ થયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Texas News Floods In Texas US Flood News

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ