બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / નેપાળમાં નવી સરકાર રચાયાને હજુ મહિનોય નથી થયો, ત્યાં તો વિરોધ પ્રદર્શનો શરૂ

પ્રોટેસ્ટ / નેપાળમાં નવી સરકાર રચાયાને હજુ મહિનોય નથી થયો, ત્યાં તો વિરોધ પ્રદર્શનો શરૂ

Priyankka Triveddi

Last Updated: 03:31 PM, 22 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nepal Protests: નેપાળમાં Gen Z ના પ્રચંડ વિરોધ પછી બાલેન શાહની સરકારે પદભાર સાંભળ્યો હતો અને હજુ આ સરકારને મહિનો પણ માંડ થયો છે ત્યાં ફરી વિદ્યાર્થીઓનું સંગઠન મોરચે ચડ્યું છે. શું છે આ સમગ્ર વિરોધનો મુદ્દો વાંચો વિગતે..,

Nepal Protests: નેપાળમાં નવી સરકાર રચાયા બાદ જ રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. કાઠમંડુના મેયરથી રાષ્ટ્રીય નેતા બનેલા બાલેન શાહ (Balen Shah) ના નેતૃત્વમાં બનેલી સરકારને હજી પદ સંભાળે એક મહિનો પણ પૂરો થયો નથી ત્યાં દેશભરમાં ફરી વિરોધના બ્યૂગલ વાગી રહ્યા છે. નેપાળમાં ફરી Gen Z વિરોધ પ્રદર્શનો ઉગ્ર બન્યા છે. બે તૃતીયાંશ બહુમતી સાથે સત્તા પર આવેલી સરકાર સામે હવે રસ્તાઓથી લઈને વહીવટી કેન્દ્ર સુધી લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. જે ફરી એકવાર રાજકીયઅસ્થિરતાના સંકેતો આપી રહ્યા છે.

100 રૂપિયાથી વધુ ખરીદી પર ટેક્સથી લોકોમાં રોષ

સરકારના એક વિવાદાસ્પદ નિર્ણયે આ વિરોધની આગમાં વધુ ઈંધણ નાખ્યું છે. વાત જાણે એમ છે કે ભારતથી લાવવામાં આવતી 100 રૂપિયાથી વધુ કિંમતની તમામ ચીજવસ્તુઓ પર ફરજિયાત કસ્ટમ ડ્યુટી લાદવામાં આવતા સરહદી વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારોના લોકો રોજિંદી જરૂરિયાતો માટે ભારત પર નિર્ભર હોય છે અને આટલી નાની રકમ પર ટેક્સ વસૂલવાનો નિર્ણય સામાન્ય નાગરિકો માટે આર્થિક બોજ સમાન બન્યો છે. આ પગલાને જમીની હકીકતથી વિપરીત ગણાવી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

વિદ્યાર્થી સંગઠનો રસ્તા પર, સરકાર પર આરોપ

વિદ્યાર્થી સંગઠનોને અવગણવાનો સરકારનો નિર્ણય પણ વિરોધનું એક મોટું કારણ બની રહ્યો છે. વિદ્યાર્થી નેતાઓએ સરકાર પર સંવાદ ટાળવાનો અને દમનકારી અભિગમ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. કાઠમંડુ સહિતના શહેરોમાં હજારો વિદ્યાર્થીઓ સ્કૂલ અને કોલેજના યુનિફોર્મમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. આંદોલન હવે માત્ર રાજકીય મર્યાદામાં નથી રહ્યું. પરંતુ સામાજિક આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.

આ પણ વાંચો: તો શું આ જ કારણ છે કે ટ્રમ્પ યુદ્ધનો અંત લાવવા માટે ઉત્સુક છે? ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ વચ્ચે મોટી અપડેટ

ગૃહમંત્રીના રાજીનામાની માંગ

આંદોલનકારીઓએ હવે ગૃહમંત્રી સુદન ગુરુંગ સામે પણ મોરચો મંડાવ્યો છે. આર્થિક ગેરરીતિઓના આક્ષેપોને લઈને તેમના તાત્કાલિક રાજીનામાની માંગ ઉઠી રહી છે. વિદ્યાર્થીઓ, રાજકીય પક્ષો અને સામાન્ય નાગરિકો એમ ત્રણેય વર્ગો સરકાર સામે ભેગા થઈને વિરોધ કરી રહ્યા છે જેના કારણે નેપાળમાં હાલની પરિસ્થિતિ સરકાર માટે ગંભીર પડકાર બની ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Balen Shah Government Student Protests Nepal Protests
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ