બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / બોલીવૂડની આ 'બેબી ડોલ'નો દિવાનો નીકળ્યો ઓસામા બિન લાદેન, બેડરુમમાંથી સીડીઓ-ગોળીઓ મળતાં ખળભળાટ

અમેરિકા / બોલીવૂડની આ 'બેબી ડોલ'નો દિવાનો નીકળ્યો ઓસામા બિન લાદેન, બેડરુમમાંથી સીડીઓ-ગોળીઓ મળતાં ખળભળાટ

Hiralal Parmar

Last Updated: 03:06 PM, 11 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાએ મારેલા દુનિયાના નંબર વન આતંકી ઓસામા બિન લાદેનની એક મોટી ખાનગી વાત ઉજાગર થઈ છે.

દુનિયાનો ખૂંખાર અને નંબર વન આતંકી જેણે અમેરિકાએ પાકિસ્તાનમાં ઘુસીને ઠાર માર્યો હતો, તેની સુંવાળી બાજુ સામે આવી છે. 9/11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને વિશ્વના સૌથી ભયાનક આતંકવાદી ઓસામા બિન લાદેનના મૃત્યુને 14 વર્ષ થઈ ગયા હશે, પરંતુ તેના જીવનના ઘેરા રહસ્યો હજુ પણ વિશ્વને ચોંકાવી રહ્યા છે. લાદેનના ગુપ્ત ઠેકાણામાંથી આતંકવાદી કાવતરાના દસ્તાવેજો જ નહીં, પરંતુ સેંકડો પોર્ન સીડીનો કળશ પણ મળી આવ્યો હતો, જેમાં બોલિવૂડની 'બેબી ડોલ' સની લિયોનની ફિલ્મો મુખ્ય હતી.

CIAના રિપોર્ટમાંસનસનાટીભર્યો ખુલાસો

અમેરિકન ગુપ્તચર એજન્સી CIA ના રિપોર્ટમાં આ સનસનાટીભર્યો ખુલાસો થયો હતો, જેણે આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો હતો. પરંતુ CIA એ આ સીડીઓ જાહેર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. લાદેનનો આ છુપાયેલો ચહેરો શું હતો?

સની લિયોનની ઘણી પોર્ન ફિલ્મોની સીડિઓ મળી

લાદેનના બેડરૂમમાંથી મળેલી સીડીમાં સની લિયોનની ઘણી પોર્ન ફિલ્મો હતી, જેનાથી ગુપ્તચર એજન્સીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. સની લિયોનની ડોક્યુમેન્ટરી મોસ્ટલી સની (2016) માં પહેલાથી જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લાદેન તેનો ખૂબ મોટો ચાહક હતો. સીઆઈએની તપાસમાં બહાર આવ્યું છે કે લાદેનના ઠેકાણા પર સનીની સીડીઓનો મોટો સ્ટોક હાજર હતો. એટલું જ નહીં, તેના રૂમમાંથી પુરુષ શક્તિ વધારવા માટેની દવાઓ પણ મળી આવી હતી, જેના પછી તે પોતાને 'સેક્સ મશીન' કહેતો હતો.

સની લિયોન ઓસામા બિન લાદેન વિશે શું બોલી?

સની લિયોને ક્યારેય આ ખુલાસો પર કોઈ ખુલ્લેઆમ નિવેદન આપ્યું ન હતું, પરંતુ તેની ડોક્યુમેન્ટરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે લાદેન તેની ફિલ્મોનો ચાહક હતો. સની, જે હવે બોલિવૂડમાં એક જાણીતું નામ છે, તેણે પોતાનો ભૂતકાળ પાછળ છોડી દીધો છે. પરંતુ લાદેન જેવા ભયાનક આતંકવાદી સાથે તેનું નામ જોડવું એ પોતે જ એક સનસનાટીભર્યા સમાચાર છે.

2011માં ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં ઠાર કરાયો

ઉલ્લેખનીય છે કે 2 મે, 2011 ની રાત્રે, જ્યારે દુનિયા સૂતી હતી, ત્યારે યુએસ સ્પેશિયલ 'સીલ' કમાન્ડોએ પાકિસ્તાનના એબોટાબાદમાં ઓસામા બિન લાદેનના ગુપ્ત ઠેકાણા પર દરોડા પાડ્યા. એક ભીષણ એન્કાઉન્ટર પછી, વિશ્વના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો અને તેની લાશ વિમાનમાંથી ફેંકીને દરિયામાં ફેંકી દેવાઈ હતી જે કરીને આતંકીઓ માટે તેની કબર દરગાહ ન બની જાય.

વધુ વાંચો : ઘરમાં દાણોય ન રહે! રોજની 70 રોટલી ઝાપટી જાય છે આ મહિલા, લોટ ખૂટી જાય પણ ભૂખ નહીં, હેરાનીભર્યું કારણ

વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હુમલા પાછળ ઓસામા બિન લાદનનો હાથ

ઉલ્લેખનીય છે કે 11 સપ્ટેમ્બર, 2001ના રોજ ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવર અને પેન્ટાગોન પર થયેલા આતંકવાદી હુમલાએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી. આ હુમલા પાછળ ઓસામા બિન લાદેન અને તેના આતંકવાદી સંગઠન અલ-કાયદાનો હાથ હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sunny leone osama bin laden
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ