બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO : સંસદમાં આખલા યુદ્ધ, સાંસદો શેરીના શ્વાનની જેમ બાઝ્યા, આખો દેશ શરમમાં મૂકાયો

ખૌફનાક વીડિયો / VIDEO : સંસદમાં આખલા યુદ્ધ, સાંસદો શેરીના શ્વાનની જેમ બાઝ્યા, આખો દેશ શરમમાં મૂકાયો

Hiralal Parmar

Last Updated: 09:01 AM, 30 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદમાં સાંસદોની લડાઈનો એક ખૌફનાક વીડિયો વાયરલ થયો છે જે જોઈને આઘાત લાગી જાય તેવું છે.

અમેરિકાની બાજુમાં આવેલા નાનકડો દેશ મેક્સિકો ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે સંસદમાં સાંસદોનું 'અખાડા યુદ્ધ' સામે આવ્યું છે. હકીકતમાં મેક્સિકોમાં આતંકવાદી સંગઠન ડ્રગ કાર્ટેલ સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરવાના ટ્રમ્પના આદેશ બાદ મેક્સિકોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા. રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે ડ્રગ કાર્ટેલ સામે કાર્યવાહી કરવામાં કોઈપણ યુએસ લશ્કરી હસ્તક્ષેપને નકારી કાઢ્યો છે. શેનબૌમે કહ્યું છે કે મેક્સિકો સ્વતંત્ર અને સાર્વભૌમ છે અને તે કોઈપણ વિદેશી સરકારને તેની સ્વાયત્તતાનું ઉલ્લંઘન કરવા દેશે નહીં. આ બધા વચ્ચે, તાજેતરમાં મેક્સિકન સેનેટમાં મોટો હોબાળો થયો હતો જ્યાં સાંસદો એકબીજા સાથે અથડાયા હતા.

શાસક અને વિપક્ષી સાંસદો વચ્ચે મારામારી

સેનેટમાં આ હોબાળો ત્યારે થયો જ્યારે વિપક્ષી પક્ષના નેતા અલેજાન્ડ્રો મોરેનો અને શાસક મોરેના પાર્ટીના સેનેટ પ્રમુખ ગેરાર્ડો ફર્નાન્ડીઝ નોરોના વચ્ચે ગરમાગરમ ચર્ચા થઈ અને પછી ઝપાઝપી થઈ. યુએસ લશ્કરી હસ્તક્ષેપ પર ગરમાગરમ ચર્ચાના અંતે રાષ્ટ્રગીત વગાડ્યા પછી જ બંને વચ્ચે દલીલ શરૂ થઈ. સેનેટની અંદરના આ વીડિયોમાં, અલેજાન્ડ્રો મોરેનો ફર્નાન્ડીઝ નોરોનાનો હાથ પકડીને તેમને ધક્કો મારતા જોવા મળે છે. આ પછી અંધાધૂંધી મચી ગઈ. સૂટ પહેરેલા બીજા એક વ્યક્તિએ પણ ફર્નાન્ડીઝ નોરોના પર હુમલો કર્યો હતો. અલેજાન્ડ્રો મોરેનોએ પણ એક વ્યક્તિને મુક્કો મારીને જમીન પર પછાડી દીધો.

વધુ વાંચો : હવે હદ થઈ! 'સેક્સ નોર્મલ છે', ભાજપની મહિલા નેતાએ લવર પાસે કરાવ્યો સગીર પુત્રીનો રેપ, પતિનો બદલો

વીડિયો વાયરલ

સાંસદોની લડાઈનો એક ખૌફનાક વીડિયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે સાંસદો આખલાની જેમ લડી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોની ખૂબ ચર્ચા ચાલી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mexico senate brawl mexico
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ