બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:07 AM, 20 April 2026
Canada-US Relations: કેનેડા અને અમેરિકા વચ્ચે ફરી તણાવ વધતો દેખાઈ રહ્યો છે. કેનેડાના મુખ્યમંત્રી માર્ક કાર્નીએ કહ્યું છે કે અમેરિકા સાથે આર્થિક સંબંધ જે એક તાકાત હતા તે હવે નબળા પડી ગયા છે. અને હવે તેને સુધારવાની જરૂરત નથી. તેમની સરકાર કેનેડાની ઈકોનોમીને મજબૂત કરવા માટે નવા રોકાણકારોને આકર્ષિત કરવા માટે અન્ય દેશો સાથે વેપારી સમજૂતી કરવાના પ્રયત્નોમાં છે. ઉલ્લેખનીય છે કે આ બાબતે ટ્રમ્પના એક નિવેદનમાં તેમણે કેનેડાએ અમેરિકાનું 51 મુ રાજ્ય બનવા માટે સલાહ આપી હતી અને તેમના આ નિવેદનથી કેનેડામાં લોકો નારાજ છે અને જેના પર પીએમ માર્ક કાર્નીએ આકરું નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
કેનેડાના પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને પીએમ માર્ક કાર્ની (Mark Carney) એ તાજેતરમાં વિશ્વ પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે આજની દુનિયા પહેલા કરતા વધુ અસ્થિર, વિભાજિત અને જોખમી બની રહી છે. ખાસ કરીને અમેરિકા (United States)ની નીતિઓમાં થયેલા ફેરફારોને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર અસર પડી રહી છે. કાર્નીએ કહ્યું કે અમેરિકા સાથેનો પરંપરાગત મજબૂત સંબંધ હવે પડકારરૂપ બની રહ્યો છે અને કેનેડાએ પોતાની વ્યૂહરચનામાં ફેરફાર કરવાની જરૂર છે.
ADVERTISEMENT
કાર્નીએ ખાસ કરીને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા લાદવામાં આવેલા ટેરિફનો ઉલ્લેખ કર્યો. તેમના કહેવા મુજબ આ ટેરિફના કારણે ઓટોમોબાઇલ અને સ્ટીલ ઉદ્યોગોમાં કામ કરતા કામદારો પર સીધી અસર પડી છે. વધતી અનિશ્ચિતતા અને વેપાર નીતિઓમાં ફેરફારોને કારણે ઘણી કંપનીઓ નવા રોકાણ માટે આગળ આવી રહી નથી. કાર્નીએ ચેતવણી આપી કે આવી પરિસ્થિતિ લાંબા ગાળે બંને દેશોની આર્થિક વૃદ્ધિને અસર કરી શકે છે.
ADVERTISEMENT
કાર્નીએ વધુમાં ટ્રમ્પના એક વિવાદાસ્પદ નિવેદનની પણ આકરી ટીકા કરી જેમાં તેમણે કેનેડાને અમેરિકાનું “51મું રાજ્ય” બનવાનું સૂચન કર્યું હતું. આ ટિપ્પણીને કારણે કેનેડાના લોકોમાં નારાજગી જોવા મળી છે. કાર્નીએ સ્પષ્ટ કહ્યું કે આવા નિવેદનો બે દેશો વચ્ચેના સંબંધોને નબળા બનાવે છે અને પરસ્પર વિશ્વાસમાં ઘટાડો કરે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
તાજેતરમાં થયેલી ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ કાર્ની પર હવે વધુ જવાબદારી આવી છે. વિપક્ષી પાર્ટી તેમને અમેરિકા સાથે નવા વેપાર કરાર માટે દબાણ કરી રહી છે. ખાસ કરીને USMCAની આવનારી સમીક્ષાને ધ્યાનમાં રાખીને. કાર્નીએ જણાવ્યું કે માત્ર એ આશા રાખવી કે અમેરિકા ફરીથી જૂની નીતિઓ પર પાછું આવશેએ વ્યવહારુ વિચાર નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે કેનેડાએ પોતાની સુરક્ષા, સરહદો અને આર્થિક ભવિષ્ય પર નિયંત્રણ મજબૂત બનાવવું પડશે અને બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિસાદ આપવો અનિવાર્ય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.