બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:24 PM, 2 July 2025
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, તેમણે પોતાના સત્તાવાર હેન્ડલ પરથી લખ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે હું આ (Communist Lunatic') કમ્યૂનિસ્ટ પાગલ ને ન્યૂયોર્કનો નાશ કરવા નહીં દઉં.
ADVERTISEMENT

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં કમ્યૂનિસ્ટ પાગલ ('Communist Lunatic') શબ્દનો ઉપયોગ કર્યો છે, પરંતુ તેમણે કોઈનું નામ લીધું નથી. ટ્રમ્પે લખ્યું છે કે ખાતરી રાખો, મારી પાસે બધા લિવર છે, અને મારી પાસે બધા પત્તા છે. હું ન્યુ યોર્ક શહેરને બચાવીશ અને તેને ફરીથી ગરમ' અને 'મહાન' બનાવીશ. જેમ મેં યુએસએ સાથે કર્યું હતું.
ADVERTISEMENT
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં કોઈનું નામ લીધું ન હોવા છતાં, નિષ્ણાતો માને છે કે તેઓ મમદાનીને નિશાન બનાવી રહ્યા છે, જેમણે તાજેતરમાં ન્યુ યોર્ક શહેરના મેયર પદ માટે ડેમોક્રેટિક પ્રાઇમરી જીતી હતી, જેના પછી તેઓ વિવાદમાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો, રિપબ્લિકન નેતાઓ અને જમણેરી જૂથો મમદાનીની અમેરિકન નાગરિકતા રદ કરવાની અને તેમને દેશમાંથી હાંકી કાઢવાની માંગ કરી રહ્યા છે.

ADVERTISEMENT
ઝોહરાન મમદાની ટાર્ગેટ પર કેમ છે?
33 વર્ષીય ઝોહરાન મમદાનીએ તાજેતરમાં ડેમોક્રેટિક મેયર પ્રાઇમરીમાં ન્યૂ યોર્ક શહેરના ભૂતપૂર્વ મેયર એન્ડ્રુ કુઓમોને હરાવીને સનસનાટી મચાવી હતી. ત્યારથી, ટ્રમ્પે તેમને સામ્યવાદી, અસમર્થ અને ખતરનાક નેતા કહીને તેમના પરના હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે તે 100 ટકા સામ્યવાદી પાગલ છે, તેનો ચહેરો બરાબર દેખાતો નથી અને તે ખૂબ બુદ્ધિશાળી પણ નથી.
ADVERTISEMENT
ટ્રમ્પની ધરપકડની ધમકી
ટ્રમ્પે ICE (ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ)ને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવાથી રોકવાના મમદાનીના વલણ પર વધુ આક્રમક વલણ અપનાવ્યું. તેમણે કહ્યું કે જો તે ફેડરલ એજન્સીઓનું સાંભળશે નહીં, તો આપણે તેની ધરપકડ કરવી પડશે. આપણે આપણા દેશમાં સામ્યવાદી નથી ઇચ્છતા. પરંતુ જો તે છે, તો હું તેની દરેક પ્રવૃત્તિ પર નજર રાખીશ.
ADVERTISEMENT

મમદાનીના વળતા પ્રહાર
ADVERTISEMENT
ઝોહરાન મમદાનીએ ટ્રમ્પની ધમકીને સરમુખત્યારશાહી વલણ ગણાવ્યું અને કહ્યું કે તેઓ ડરવાના નથી. તેમણે કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિએ મને ધરપકડ કરવાની, મારી નાગરિકતા છીનવી લેવાની, મને ડિટેન્શન કેમ્પમાં મૂકવાની અને દેશનિકાલ કરવાની ધમકી આપી હતી. તે પણ એટલા માટે કે હું ICE ને આપણા શહેરમાં આતંક ફેલાવવા નહીં દઉં. આ સત્તાનો દુરુપયોગ છે.
આ પણ વાંચો : તમારી પત્ની 700000 રૂપિયાનો ઈન્કમ ટેક્સ બચાવી શકે, બસ કરવું પડશે આ કામ
ઝોહરાન મમદાની કોણ છે?
ઝોહરાન મમદાની ભારતીય-અમેરિકન ફિલ્મ નિર્માતા મીરા નાયરના પુત્ર છે. તેમનો જન્મ યુગાન્ડાના કમ્પાલામાં થયો હતો. તેમની પત્ની રામા દુવાજી છે, જે સીરિયન મૂળના કલાકાર છે. તેમણે 2018માં યુએસ નાગરિકતા મેળવી હતી. તેઓ 2021 થી ન્યૂ યોર્ક સ્ટેટ એસેમ્બલીના સભ્ય પણ છે, પરંતુ નવેમ્બરમાં ન્યૂયોર્ક સિટી મેયરની ચૂંટણી પહેલા ડેમોક્રેટિક પ્રાઇમરી જીત્યા બાદ મમદાની વિવાદોમાં ફસાયેલા છે, તેમને કટ્ટર સામ્યવાદી તરીકે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જો તેઓ નવેમ્બરમાં જીતે છે, તો તેઓ અમેરિકાના પ્રથમ દક્ષિણ એશિયન મૂળના ન્યૂ યોર્ક મેયર બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.