બ્રેકિંગ ન્યુઝ
ASEAN Summit : એક તરફ જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસે આવે તેવી શક્યતા છે ત્યાં હવે મોટી અપડેટ સામે આવી છે, જેમાં ટ્રમ્પ અને મોદી પણ મળી શકે છે.
ADVERTISEMENT
ટેરિફ બાદ પ્રથમ મુલાકાત થઈ શકે
PM મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ આ મહિનાના અંતમાં કુઆલાલંપુરમાં 47મા આસિયાન શિખર સંમેલનમાં મળવાની અપેક્ષા છે. જો ટ્રમ્પ આ સમિટમાં હાજરી આપે છે, તો ભારતીય સામાન પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ બંને નેતાઓ વચ્ચેની પહેલી મુલાકાત થશે. અગાઉ બંન્ને નેતાઓ G7 સમિટમાં મળી શક્યા ન હતા.
ADVERTISEMENT
બંને દેશો વચ્ચે તણાવ વધ્યો
નોંધનીય છે કે, અમેરિકાએ સપ્ટેમ્બરમાં ભારત પર 25 ટકા ટેરિફ અને રશિયન તેલ ખરીદવા પર વધારાનો બીજો 25 ટકા ટેરિફ લગાવ્યો હતો. ટ્રમ્પનો આરોપ છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેન પર રશિયાના હુમલાઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. ત્યારબાદ ભારતે ટ્રમ્પના આ પગલાની ટીકા કરી હતી, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. જોકે, આ તણાવને ઉકેલવા માટે બંને દેશો દ્વારા પ્રયાસો ચાલુ છે.
ADVERTISEMENT

આ તારીખે સમિટ યોજાશે
ADVERTISEMENT
PM મોદી 26-27 ઓક્ટોબરના રોજ આસિયાન સમિટમાં ભાગ લેવા માટે મલેશિયાની મુલાકાતે જવાના છે. મલેશિયાએ ટ્રમ્પને પણ સમિટમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે, જેનાથી બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકની શક્યતા વધી ગઈ છે.
પુતિન પણ ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા
ADVERTISEMENT
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારતની મુલાકાતે આવશે એવી શક્યતા છે, જેમાં 5 અને 6 ડિસેમ્બર મુખ્ય તારીખો તરીકે ચર્ચાઈ રહી છે. આ મુલાકાત માત્ર રાષ્ટ્રીયસ્તરે નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશેષ મહત્વ ધરાવે છે. ખાસ કરીને વર્તમાન વૈશ્વિક સંજોગોમાં જ્યાં રશિયા-યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે અને વિશ્વના રાજકીય સમીકરણો સતત બદલાઈ રહ્યા છે ત્યારે આ મુલાકાત ખૂબ જ મહત્વની મનાઈ રહી છે.
વધુ વાંચો : શું ભારત વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યાં છે આ 7 દેશ? ટ્રમ્પનો જ હાથ કે પછી...?
ADVERTISEMENT
આ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે
આ મુલાકાત દરમિયાન પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. ખાસ કરીને સંરક્ષણ, ઊર્જા, અને વેપાર ક્ષેત્રે દિગ્દર્શક સહકારની શક્યતાઓ ઊભી થઇ શકે છે. ટ્રમ્પ ટેરિફ્સ જેવી નીતિઓ, જેમણે રશિયા અને ભારત વચ્ચેના તેલ વેપારને અસર કરી છે, તે મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.