બ્રેકિંગ ન્યુઝ
Bus Accident: માર્ગ અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. ત્યારે હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જ્યાં હાઈવે પર બસ પલટી જતાં 21 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં 10 મહિલા અને એક બાળકીનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
હાઈવે મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો
અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો બુકડો બોલી ગયો હતો, મૃતકોમાં 10 વર્ષની માસૂમ બાળકીનો પણ સામેલ છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેઓને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઈવે મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો. બસમા સવાર લોકો અંતિમ સંસ્કારમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તા પર કાળનો ભેટો થયો હતો.
ADVERTISEMENT

ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા થયો અકસ્માત
ADVERTISEMENT
બસના ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા હાઈવેની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં ખાબકી હતી. અકસ્માતના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, તેમજ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. આ આકસ્માતની ઘટના કેન્યાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં સ્થાનિક સમય અનુસાર શુક્રવાર (08 ઓગસ્ટ 2025) થયો હતો. બસ કાકામેગા શહેરથી કિસુમુ જઈ રહી હતી તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી.
My deepest condolences to the 21 families who have lost loved ones in the tragic accident at Coptic Roundabout, Kisumu, where a bus carrying mourners overturned.
— Hon. Peter Salasya (@pksalasya) August 8, 2025
In just two days, Kenya has been thrown into mourning a Mwihoko plane crash, a Naivasha train and bus collision, and… pic.twitter.com/a4l17KaOje
ADVERTISEMENT
વધુ વાંચો : ટેરિફ હટશે તો આવશે 1929 જેવી મહામંદી! US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પની ચેતવણી
અકસ્માત અંગે પોલીસે શું કહ્યું?
ADVERTISEMENT
સ્થાનિક પોલીસ અધિકારી પીટર મૈનાના જણાવ્યાનુસાર, બસ પૂરપાટ ઝડપે એક ચોકડી પાસે પહોંચી ત્યારે ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવતા બસ ખાડામાં ખાબકી હતી. મૃતકોમાં 10 મહિલાઓ, 10 પુરુષો અને 10 વર્ષની છોકરીનું મોત થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.