ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / નાઈટક્લબની છત ધરાશાયી થતાં 66ના મોત, અનેક હાઈ-પ્રોફાઇલ લોકોએ પણ જીવ ગુમાવ્યા

દુર્ઘટના / નાઈટક્લબની છત ધરાશાયી થતાં 66ના મોત, અનેક હાઈ-પ્રોફાઇલ લોકોએ પણ જીવ ગુમાવ્યા

Last Updated: 08:10 AM, 9 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાં એક ભયંકર દુર્ઘટના ઘટી, જેટ સેટ નાઈટક્લબની છત અચાનક ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 66 લોકોના મોત થયા છે અને 155 લોકો ઘાયલ થયા છે.

ADVERTISEMENT

ડોમિનિકન રિપબ્લિકમાં એક મોટી દુર્ઘટના ઘટી. રાજધાની સેન્ટો ડોમિંગોમાં એક નાઈટક્લબની છત અચાનક ધરાશાયી થતાં ઓછામાં ઓછા 66 લોકોના મોત થયા છે અને 155 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ગવર્નર અને ભૂતપૂર્વ MLB ખેલાડી પણ સામેલ છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે ડોમિનિકન રિપબ્લિકની રાજધાનીમાં ઘટેલી આ દુર્ઘટનામાં લોકપ્રિય ગાયક, પ્રાંતીય ગવર્નર અને ભૂતપૂર્વ મેજર લીગ બેઝબોલ પિચર ઓક્ટાવિયો ડોટેલનું પણ મોત થયું.

ઘટના સમયે નાઈટક્લબમાં લાઈવ મ્યુઝિક પર્ફોર્મન્સ ચાલી રહ્યું હતું, જેના કારણે ત્યાં ભારે ભીડ હતી. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડિરેક્ટર જુઆન મેન્યુઅલ મેન્ડેઝે જણાવ્યું કે સાન્ટો ડોમિંગોમાં એક માળના જેટ સેટ નાઇટક્લબના કાટમાળમાં બચી ગયેલા સંભવિત લોકોને શોધીને કાટમાળ નીચેથી કાઢવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે 'અમારું માનવું છે કે કાટમાળ નીચે દટાયેલા ઘણા લોકો હજુ પણ જીવિત છે અને જ્યાં સુધી દરેક વ્યક્તિને બચાવી લેવામાં ન આવે ત્યાં સુધી અધિકારીઓ હાર માનશે નહીં.'

કાટમાળ દૂર કરવા માટે મશીનો તૈનાત કરવામાં આવ્યા

રાષ્ટ્રપતિના પ્રવક્તા હોમેરો ફિગ્યુરોઆએ એક નિવેદનમાં જણાવ્યું કે "કાટમાળ દૂર કરવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ રાખવા માટે વધુ ભારે સાધનોનો ઉપયોગ કરવામાં અવી રહ્યો છે. સાથે જ ઇમરજન્સી ક્રૂની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ડોમિનિકન રિપબ્લિકના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના વડા જુઆન મેન્યુઅલ મેન્ડેઝે મંગળવારે શરૂઆતમાં જણાવ્યું કે દુર્ઘટના સમયે ક્લબની અંદર કેટલા લોકો હતા તેની ચોક્કસ સંખ્યા હજુ પણ સ્પષ્ટ નથી.

આ ઘટનામાં ગાયકનું મૃત્યુ થયું

ઘટનાસ્થળે હાજર રહેલા તેમના મેનેજર અને પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, આ અકસ્માત ડોમિનિકન ગાયક રૂબી પેરેઝના કોન્સર્ટ દરમિયાન થયો હતો, જે મૃતકોમાંના એક હતા. આ કાર્યક્રમમાં રાજકારણીઓ, રમતવીરો અને અન્ય અગ્રણી વ્યક્તિઓએ હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ લુઈસ અબિનાડેરે જણાવ્યું હતું કે પીડિતોમાં ઉત્તરીય મોન્ટે ક્રિસ્ટી પ્રાંતના ગવર્નર નેલ્સી ક્રુઝનો પણ સમાવેશ થાય છે. ક્રુઝ ભૂતપૂર્વ બેઝબોલ ખેલાડી નેલ્સન ક્રુઝની બહેન હતી, જે સાત વખત મેજર લીગ બેઝબોલ ઓલ-સ્ટાર રહી ચૂક્યા છે.

આ પણ વાંચો: અમેરિકાએ ચીન પર ફોડ્યો 'ટેરિફ બોમ્બ' ટ્રમ્પે ઠોક્યો 104 ટકા ટેક્સ, આજ રાતથી લાગુ

રાષ્ટ્રપતિ લુઈસ અબિનાડર ઘટનાસ્થળે પહોંચ્યા

રાષ્ટ્રપતિ લુઈસ અબિનાડેરે 'X' પર પોસ્ટ કર્યું કે બધી બચાવ એજન્સીઓ અસરગ્રસ્તોને મદદ કરવા માટે 'અથાક મહેનત' કરી રહી છે. તેમણે લખ્યું, 'જેટ સેટ નાઈટક્લબમાં બનેલી ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે. ઘટના પછી, દર મિનિટે તેની સાથે જોડાયેલી માહિતી મેળવી રહ્યા છીએ.' અબિનાદર પણ ઘટના સ્થળે પહોંચ્યા અને ત્યાં પોતાના પ્રિયજનોને શોધી રહેલા લોકોને ગળે લગાવ્યા. જોકે, તેમણે મીડિયાના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું.

નાઈટક્લબની છત પડવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ

છત ધરાશાયી થવાનું કારણ શું હતું અથવા જેટ સેટ બિલ્ડિંગનું છેલ્લે ક્યારે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. ક્લબે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તે અધિકારીઓ સાથે સહયોગ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

nightclub roof collapsed World News Dominican Republic
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ