બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / World cup 2023 : what are the chances for India vs Pakistan in Semi Finals
ADVERTISEMENT
વર્લ્ડકપ 2023માં અત્યાર સુધીમાં કુલ 31 મેચો રમાઈ હચે જેમાં ભારતીય ટીમ પોઇન્ટ્સ ટેબલમાં સૌથી ઉપર છે. બીજા નમંર પર સાઉથ આફ્રિકા જ્યારે ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડ જ્યારે ચોથા પર ઓસ્ટ્રેલિયન ટીમ છે.
નોંધનીય છે કે પાકિસ્તાને બાંગ્લાદેશ સામે જીત મેળવ્યા બાદ પોતાની સ્થિતિ સુધારી છે. હાલમાં પાકિસ્તાન પાંચમા નંબરે છે, જોકે પાકિસ્તાનના ફેન્સે આમાં હરખાવવા જેવુ કશું નથી. કારણ કે સેમીફાઇનલમાં પહોંચવાની રાહ ખૂબ જ કઠણ છે.
ADVERTISEMENT

પાકિસ્તાનને હજુ બે ટીમો સામે મેચ રમવાની છે અને આ બંને ટીમો હાલ તો ખૂબ જ મજબૂત છે અને ખેલાડીઓ પણ ફોર્મમાં છે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સાથે પાકિસ્તાનની મેચ થવાની છે.
ADVERTISEMENT
જો ભારતીય ક્રિકેટ ટીમની વાત કરવામાં આવે તો રોહિત સેનાની સેમીફાઇનલમાં એન્ટ્રી એકદમ પાક્કી છે. એક મેચ જીત્યા બાદ ભારતીય ટીમની સેમીફાઇનલમાં એન્ટ્રી થઈ જશે. ભારતીય ટીમનો રેકૉર્ડ છે કે ટૂર્નામેન્ટમાં એક પણ મેચ રોહિત સેના હારી નથી. આગામી બીજી નવેમ્બરે ફરીથી જીત બાદ ભારતીય ટીમની સત્તાવાર એન્ટ્રી સેમીફાઇનલમાં થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.