બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / World Athletics Championships Rohit Yadav Joins Chopra In Men's Javelin Final

ગૌરવ / વર્લ્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશીપ: ટ્રિપલ જમ્પની ફાઇનલમાં પહોંચીને ભારતે રચ્યો ઇતિહાસ, જ્વેલીન થ્રોમાં નીરજ ચોપરાની સામે ટકરાશે રોહિત યાદવ

Published By: Dhruv

Last Updated: 10:11 AM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં જ્વેલીન થ્રોની ફાઇનલમાં નીરજ ચોપરાની સાથે રોહિત યાદવની પણ એન્ટ્રી.

  • જ્વેલીન થ્રોની ફાઇનલમાં રોહિત યાદવની પણ એન્ટ્રી
  • ટ્રિપલ જમ્પની ફાઇનલમાં પહોંચીને ભારતે રચ્યો ઇતિહાસ
  • રોહિત યાદવે પ્રથમ પ્રયાસમાં 80.42 મીટરનું અંતર કાપ્યું

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કરનાર નીરજ ચોપરાએ એકવાર ફરી કમાલ કરી દેખાડ્યો છે. નીરજે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ત્યારે નીરજ ઉપરાંત ભારતના રોહિત યાદવે પણ ફાઇનલમાં એન્ટ્રી મારી દીધી છે. રોહિતે 80.42 મીટરનું અંતર કાપ્યું છે. આ સાથે ભારતની અન્નુ રાનીએ પણ પ્રથમ મહિલા વર્ગની ફાઇનલમાં જગ્યા બનાવી દીધી છે.

નીરજ ઉપરાંત અન્ય 34 ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો

આ સ્પર્ધામાં 24 વર્ષીય નીરજ ઉપરાંત અન્ય 34 ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. દરેકને બે જૂથમાં મૂકવામાં આવ્યા હતા. નીરજ પહેલા ગ્રુપમાં હતો અને રોહિતને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યો હતો. નીરજે કારકિર્દીનો ત્રીજો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો અને તેને ફાઇનલમાં જગ્યા બનાવી દીધી. નીરજ અને રોહિત સહિત કુલ 12 ખેલાડીઓએ ભાલા ફેંકની ફાઇનલમાં જગ્યા બનાવી દીધી છે.

તમને જણાવી દઇએ કે, ઓલમ્પિકના ગોલ્ડન બોય જ્વેલીન થ્રો (Javelin throw) ખેલાડી નીરજ ચોપરાને વધુ એક સફળતા હાથ લાગી છે. નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રથમ વખત ક્વોલિફાય કર્યું છે.

અમેરિકાના યુજીનમાં ચાલી રહેલ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (World Athletics Championships) માં નીરજ ચોપરાએ ધમાલ મચાવી દીધી છે. જણાવી દઇએ કે, ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરા (Neeraj Chopra) વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચવાની ખૂબ નજીક છે. તેણે શુક્રવારે ભાલા ફેંક (Javelin Throw) ની ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. નીરજે પ્રથમ થ્રો સાથે વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપની ફાઈનલ માટે ક્વોલિફાય કરી દીધું છે. આથી કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીતનાર નીરજ પાસેથી દેશને આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલની ખૂબ મોટી આશા છે.

નીરજે પ્રથમ પ્રયાસમાં જ 88.39 મીટરના થ્રો સાથે ફાઈનલમાં પ્રવેશ કર્યો

ભારતના સ્ટાર જ્વેલીન થ્રોઅર (Javelin throw) નીરજે તેના પ્રથમ પ્રયાસમાં જ બિલકુલ આરામથી 88.39 મીટરના થ્રો સાથે પુરુષોના ભાલા ફેંકની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 24 વર્ષના નીરજ ચોપરાની સાથે આ ચેમ્પિયનશિપમાં વિશ્વભરના 34 ભાલા ફેંકનારાઓ સામેલ હતા.

આ વર્ષનો ત્રીજો સર્વશ્રેષ્ઠ થ્રો

નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કરેલો થ્રો આ વર્ષનો ત્રીજો સર્વશ્રેષ્ઠ થ્રો છે. અહીં તમામને બે જૂથમાં મૂકવામાં આવ્યા હતા, જેમાંથી ગ્રુપ Aમાં રહેલા નીરજ તેની કારકિર્દીના ત્રીજા શ્રેષ્ઠ થ્રો સાથે ફાઇનલમાં ક્વોલિફાય થયો હતો. નીરજ ઉપરાંત ભારતીય એથ્લેટ રોહિત યાદવ પણ ગ્રુપ Bમાં ભાગ લેતો જોવા મળશે.

લોંગ જમ્પ પ્લેયર અંજુ બોબી જ્યોર્જ પેરિસમાં 2003માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ સાથે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. નીરજ ઉપરાંત ભારતીય એથ્લેટ રોહિત યાદવ પણ ગ્રુપ બીમાં ભાગ લેતો જોવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

World Athletics Championships

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ