ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Viral / Video: પિતાની અંતિમ યાત્રામાં દીકરાઓએ હેલિકોપ્ટરથી કરાવ્યો નોટોનો વરસાદ, લોકોએ કહ્યું 'બેટા હો તો ઐસા'

વાયરલ / Video: પિતાની અંતિમ યાત્રામાં દીકરાઓએ હેલિકોપ્ટરથી કરાવ્યો નોટોનો વરસાદ, લોકોએ કહ્યું 'બેટા હો તો ઐસા'

Published By: Priykant Shrimali

Last Updated: 01:46 PM, 3 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Money Rain : વાયરલ થઈ રહેલ આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે, સામાન્ય રીતે ફૂલોથી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, ત્યાં આ વ્યક્તિની વિદાયમાં ગુલાબની પાંખડીઓ તેમજ પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જુઓ Viral Video

ADVERTISEMENT

Money Rain : ભારતમાં વૃદ્ધોને વિદાય આપવાની પરંપરા ભાવનાઓ અને આદરથી ભરેલી છે પરંતુ અમેરિકાની એક ઘટનાએ આ ખ્યાલને સંપૂર્ણપણે નવા સ્વરૂપમાં રજૂ કર્યો છે. ત્યાં એક પુત્રએ તેના સ્વર્ગસ્થ પિતાને એવી રીતે વિદાય આપી કે, સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે. જ્યાં સામાન્ય રીતે ફૂલોથી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, ત્યાં આ વ્યક્તિની વિદાયમાં ગુલાબની પાંખડીઓ તેમજ પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. તમે પણ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ જશો.

અમેરિકામાં પુત્રોએ પિતાને અનોખી વિદાય આપી

અમેરિકાના ડેટ્રોઇટમાં રહેતા ડેરેલ થોમસ નામના એક વ્યક્તિનું 15 જૂને અવસાન થયું. તેમના મૃત્યુના લગભગ 12 દિવસ પછી જ્યારે 27 જૂને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે તેમના પુત્રો ડેરેલ જુનિયર અને જોન્ટેએ એવું કંઈક કર્યું જે પહેલાં ભાગ્યે જ જોવા મળ્યું હશે. તેમના પિતાની છેલ્લી ઇચ્છા પૂરી કરવા માટે બંને ભાઈઓએ એક હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી જેમાં માત્ર ગુલાબની પાંખડીઓનો વરસાદ જ નહીં પણ આકાશમાંથી લગભગ 4.27 લાખ રૂપિયા, લગભગ $5,100 ની રોકડનો પણ વરસાદ કરવામાં આવ્યો.

આકાશમાંથી નોટોનો વરસાદ

આ ઘટનાનો એક વીડિયો હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આકાશમાંથી નોટો પડવા લાગે છે, ત્યાં હાજર લોકો તેમને પકડવા માટે અહીં-ત્યાં દોડવા લાગે છે. કેટલાક લોકો પાંખડીઓને અવગણીને સીધા પૈસા તરફ દોડતા જોવા મળ્યા હતા. કેટલાકે આ દ્રશ્યને 'હૃદયસ્પર્શી' ગણાવ્યું, તો કેટલાકે તેને 'ખૂબ જ વિચિત્ર અને દંભી' ચાલ ગણાવી. લોકોના મંતવ્યો વિભાજિત છે. કેટલાક માટે તે એક પુત્ર દ્વારા ભાવનાત્મક શ્રદ્ધાંજલિ હતી જ્યારે કેટલાકે તેને સોશિયલ મીડિયા સ્ટંટ ગણાવ્યું.

આ પણ વાંચો : VIDEO: ભાભીએ એવો ડાન્સ કર્યો કે જોઈને ભેંસને પણ શરમ આવી! વીડિયો વાયરલ

મળતી માહિતી મુજબ ડેરેલના પુત્રોએ પોલીસને પહેલાથી જ પાંખડીઓના વરસાદ વિશે જાણ કરી હતી પરંતુ નોટોના વરસાદની વાત છુપાવી દીધી હતી. આ જ કારણ છે કે, હવે યુએસ ફેડરલ એવિએશન ઓથોરિટી (FAA) એ આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. જોકે ડેટ્રોઇટ પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમના સ્તરે કોઈ તપાસ કરવામાં આવી રહી નથી. આ વિદાય માત્ર એક સમારંભ નહોતો પરંતુ એક પુત્ર તરફથી તેના પિતાને આપવામાં આવેલી છેલ્લી સલામ હતી-જે ફક્ત યાદગાર જ નહોતી પણ નિયમોની મર્યાદાઓ પણ ઓળંગી ગઈ હતી. હવે જોવાનું એ રહે છે કે, FAA તપાસ આ ભાવનાત્મક શ્રદ્ધાંજલિ-નિયમ ઉલ્લંઘન કે પુત્રના સાચા પ્રેમને કેવી રીતે જુએ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

money rain viral video Social media

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ