ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / વૈશ્વિક દિગ્ગજોની હાજરીમાં જ ટ્રમ્પનો મજાક! આ દેશના PMએ એવું શું કહ્યું કે નેતાઓ હસી પડ્યાં

VIDEO / વૈશ્વિક દિગ્ગજોની હાજરીમાં જ ટ્રમ્પનો મજાક! આ દેશના PMએ એવું શું કહ્યું કે નેતાઓ હસી પડ્યાં

Published By: Priykant Shrimali

Last Updated: 09:53 AM, 3 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump : EPC મીટિંગ દરમિયાન એડી રામા, ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ વચ્ચે એક નિરસ રાજકીય ચર્ચાને બદલે હાસ્યભર્યું સંવાદ જોવાયું. રામા કેમેરામાં હસતાં હસતાં કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પે...

ADVERTISEMENT

Donald Trump : યુરોપિયન પોલિટિકલ કોમ્યુનિટી (EPC)ની તાજેતરની બેઠકમાં એક અનોખી ઘટના બની જ્યારે અલ્બેનિયાના વડા પ્રધાન એડી રામાએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભૂગોળની સમજણ અંગે હાસ્યાસ્પદ ટિપ્પણી કરી. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સમિટમાં હાજર નેતાઓને બે ભાગમાં વહેંચી નાખ્યા છે અને સમગ્ર પ્રસંગ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.

આવો જાણીએ એવું તે શું બન્યું ?

EPC મીટિંગ દરમિયાન એડી રામા, ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ વચ્ચે એક નિરસ રાજકીય ચર્ચાને બદલે હાસ્યભર્યું સંવાદ જોવાયું. રામા કેમેરામાં હસતાં હસતાં કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પે અલ્બેનિયા અને અઝરબૈજાન વચ્ચે કરેલા શાંતિ કરાર માટે તમે અમને અભિનંદન ન આપ્યા હોવા માટે તમારે અમારી માફી માંગવી જોઈએ. આટલું કહેતાં જ મેક્રોન અને અલીયેવ બંને ખખડાટ હસતાં દેખાયા. આવી રમૂજભરી ટિપ્પણી જોઈને અન્ય નેતાઓ પણ આ સંવાદમાં રસ લેતા જોવા મળ્યા. આ વીડિયોને હાજર એક પ્રતિનિધિએ ખાનગી રીતે રેકોર્ડ કરી અને પછી તે EPC સમિટના સર્કિટમાં અને ત્યારબાદ સમગ્ર ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો.

ટ્રમ્પના દાવાઓના પાછળનું સત્ય

અસલમાં ટ્રમ્પ અગાઉ તેમના રાષ્ટ્રપતિ પદ દરમિયાન અઝરબૈજાન અને અલ્બેનિયા વચ્ચે શાંતિ કરાવવાનો દાવો કરતાં રહ્યા છ, જ્યારે વાસ્તવિકતા એ છે કે, આ બંને દેશો વચ્ચે ક્યારેય યુદ્ધ થયું જ નથી. સપ્ટેમ્બર 2024માં એકઇન્ટરવ્યૂમાં, ટ્રમ્પે કહ્યું હતું કે, અમે અલ્બેનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધનો અંત લાવ્યો-અમારું વહીવટીતંત્ર શાંતિ લાવવામાં સફળ રહ્યું.

વિશ્લેષકોને તરત સમજાઈ ગયું કે ટ્રમ્પે અહીં આર્મેનિયા-અઝરબૈજાન યુદ્ધનો ઉલ્લેખ કરવાનો હતો પરંતુ ભૂલથી તેમણે અલ્બેનિયાનું નામ લઈ લીધું. આ માત્ર એક વખત નહીં પણ ઘણા પ્રસંગોએ ટ્રમ્પે આવા નિવેદનો કર્યા છે-જેમ કે કંબોડિયા અને આર્મેનિયા વચ્ચે ક્યારેય ના થયેલા યુદ્ધના અંતનો દાવો કરવો.

આ પણ વાંચો : પહેલા નેપાળ, અને હવે...! આ દેશમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા, જાણો વિવાદ

આંતરરાષ્ટ્રીય પ્રતિસાદ

એડી રામાની ટિપ્પણી અને હાસ્યભરી મોજશોખ રાજકીય રીતે ગંભીર નથી પરંતુ તે આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રમ્પના ભૂગોળ અને નીતિગત દાવાઓ વિશેની ચર્ચાને ફરીથી જીવંત બનાવે છે. EPCના કેટલાક પ્રતિનિધિઓએ એવી નોંધણી પણ કરી કે આવી રમૂજભરી ટિપ્પણીઓ રાજનૈતિક વલણને હળવાપણું બનાવી શકે છે, જ્યારે કેટલાકે રામાના કટાક્ષને "અયોગ્ય" ગણાવ્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

European Political Community Donald Trump Edi Rama

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ