બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Wonderful hospital ! woman claims she was charged for crying during surgery

OMG / ગજબની હોસ્પિટલ કે'વાય! સર્જરી વખતે મહિલા રડવા લાગતા ફાડ્યું આટલા રૂપિયા રડવાનું બિલ

ParthB

Last Updated: 04:48 PM, 1 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની મહિલાએ ત્વચાની સર્જરી કરાવ્યાં બાદ મળેલા બિલનો ફોટો ટ્વિટર શેર કર્યો હતો. જેમાં તબીબી અને સર્જિકલ સેવાઓ ઉપરાંત,"સંક્ષિપ્ત લાગણી" માટે 11 ડોલરની ફી વસૂલાઈ હતી.

  • સર્જરી દરમિયાન રડવાનું શરૂ કર્યું તો બિલમાં તેનો ચાર્જ વસૂલાયો
  • હોસ્પિટલે મહિલા પાસેથી બ્રીફ ઇમોશનલ માટે 815 રૂપિયાનો ચાર્જ લીધો 
  • બિલનો ફોટો ટ્વિટ કર્યા બાદ યુઝર્સની પ્રતિક્રીયાઓ સામે આવી હતી. 

સર્જરી દરમિયાન રડવાનું શરૂ કર્યું તો બિલમાં તેનો ચાર્જ વસૂલાયો

અમેરિકાની એક મહિલાએ સોશિયલ મીડિયામાં તાજેતરમાં એક પોસ્ટ કરી દાવો કર્યો હતો. જ્યારે તેણે સર્જરી દરમિયાન રડવાનું શરૂ કર્યું ત્યારે હોસ્પિટલના નિષ્ણાતોએ તેના બિલમાં રડવાના પૈસા લીધાં હતાં. કહેવાનો મતલબ એટલો છે કે, હોસ્પિટલના લોકોએ તેની પાસેથી રડવા માટે પણ પૈસા લીધા હતાં. આ જાણીને સૌ કોઈ હેરાન થઈ ગયાં હતાં 

હોસ્પિટલે મહિલા પાસેથી રડવા માટે 815 રૂપિયાનો ચાર્જ લીધો 

મિજ નામની મહિલાએ તેની ત્વચાની સર્જરી બાદ મળેલા બિલનો ફોટો સોશિયલ મિડીયામાં શેર કર્યો હતો. હોસ્પિટલ વાળાઓએ તબીબી અને સર્જિકલ સેવાઓ ઉપરાંત, બિલમાં "સંક્ષિપ્ત લાગણી" માટે 11 ડોલરની ફી નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલે મહિલા પાસેથી "બ્રીફ ઇમોશનલ/બિહેવિયરલ એસેસમેન્ટ" માટે લગભગ 815 રૂપિયા લીધા હતા. 

ટ્વિટ બાદ યુઝર્સની પ્રતિક્રીયાઓ સામે આવી હતી. 

મિજ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલી પોસ્ટ પર એક યુઝર્સે લખ્યુ હતું. મને પણ આ પ્રકારનું એક પણ  પ્રકારનું બિલ નથી મળ્યું.

 

આ ટ્વિટ હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.આ ટ્વીટને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લાઈક્સ મળી છે. લોકો આના પર રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

એક ટ્વિટર યુઝરે દાવો કર્યો, "આ યુએસ હેલ્થ સર્વિસ છે. મને એક વખત મારી ઈજા વિશે મારા મનોચિકિત્સક સાથે ઉંડાણથી જાણવા માટે બિલ આપવામાં આવ્યું હતું."


 

સંકળાયેલા મુદ્દાઓ

America Hospital Surgery crying during અમેરિકા સર્જરી usa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ