બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Women`s T20 World Cup 2023 : team indiani semifinal, Smriti Mandhana News

ICC Women's T20 World Cup / દીકરીઓનો હોંસલો બુલંદ: વર્લ્ડકપના સેમિફાઇનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, સ્મૃતિની જોરદાર બેટિંગે દિલ જીત્યા

Published By: Parth

Last Updated: 08:00 AM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની મહિલા ટી20 ટીમ વર્લ્ડના સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે ત્યારે દેશના લોકોને આશા બંધાઈ છે કે દેશની દીકરીઓ વર્લ્ડ કપ લઈને જ આવશે.

  • મહિલા ટી20 વર્લ્ડકપમાં ભારતનું શાનદાર પ્રદર્શન 
  • સેમીફાઇનલમાં પહોંચી ગઈ ટીમ
  • સ્મૃતિ મંધાનાએ હારેલી બાજી જીતી બતાવી 

ભારતની મહિલા ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી જોરદાર પ્રદર્શન કરી રહી છે અને ભારતનું નામ રોશન કરી રહી છે ત્યારે વુમન્સ ટી20 વર્લ્ડની સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ જગ્યા બનાવી લીધી છે. 20 ફેબ્રુઆરીએ થયેલા મુકાબલામાં ભારતની ટીમે આયર્લેન્ડને પાંચ રનથી મહાત આપી.  

વરસાદ બન્યું વિઘ્ન 
ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને જીત માટે 156 રનનો ટાર્ગેટ આપ્યો હતોઈ. પણ 8.2 ઓવર બાદ જ વરસાદનું વિઘ્ન નડ્યું અને તે સમયે આયર્લેન્ડે 54 રન બનાવ્યા હતા અને આમ ડકવર્થના નિયમ અનુસાર ભારતીય ટીમને વિજેટ ઘોષિત કરવામાં આવી. 

સ્મૃતિનું શાનદાર પ્રદર્શન 
ભારત તરફથી સ્મૃતિ મંધાના ખૂબ જોરદાર પ્રદર્શન કર્યું અને બોલર્સના પરસેવા છોડાવી દીધા હતા. દેશ આખામાં ક્રિકેટ રસિકો સોશ્યલ મીડિયામાં સ્મૃતિના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે. સ્મૃતિએ 56 જ બોલમાં 87 રન ફટકાર્યા જેમાં 9 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ છે. હવે સેમિફાઇનલમાં ભારત સામે ઑસ્ટ્રેલિયાની ટક્કર થાય તેવી સંભવાના જોવામાં આવી રહી છે. 

સૌથી મોટો રેકૉર્ડ પણ તૂટશે? 
સ્મૃતિએ પોતાના ટી20 કરિયરનો સૌથી બેસ્ટ સ્કોર ગઇકાલે કરઈઓ હતો, આ પહેલા 86 રન બનાવવાનો રેકૉર્ડ તેમના નામે હતો. સ્મૃતિએ અત્યાર સુધીમાં કુલ 22 હાફ સેન્ચુરી ફટકારી છે. વુમન્સ ટી20 ક્રિકેટમાં સૌથી વધારે હાફ સેન્ચુરી બનાવવાનો રેકૉર્ડ સૂજી બેટ્સના નામે છે જેમણે 25 હાફ સેન્ચુરી ફટકારી છે, એવામાં સ્મૃતિ જલ્દી આ રેકૉર્ડ પણ તોડે તેવી તેમના ફેન્સ આશા લગાવી રહ્યા છે. 

મહિલા આઈપીએલમાં સ્મૃતિ મંધાના બની  RCBની કેપ્ટન 
ભારતીય ટીમની ટોપ ઓર્ડર બેટ્સમેન સ્મૃતિ મંધાનાને વિમેન્સ પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર બેંગલુરુની કેપ્ટન બનાવવામાં આવી છે. શનિવારે સવારે આઈપીએલમાં RCB ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને હાલના કેપ્ટન ફાફ ડુપ્લેસીએ મંધાનાને કેપ્ટન બનાવ્યાની જાહેરાત કરી હતી. 26 વર્ષીય ભારતીય બેટ્સમેન મંધાનાને 2 દિવસ પહેલા RCBએ WPL પ્લેયર્સ ઓકેશનમાં 3.4 કરોડ રુપિયામાં ખરીદવામાં આવી હતી. તે વિમેન્સ પ્રીમિયન લીગની પ્રઝમ સીઝનની સૌથી મોંઘી ખેલાડી પણ છે.

મંધાના બાદ શફાલી વર્માએ બનાવ્યા 24 રન 
ભારત તરફથી મંધાના ઉપરાંત શફાલી વર્માએ સૌથી વધુ 24 રન બનાવ્યા હતા. તે જ સમયે, પોતાની 150 મી આંતરરાષ્ટ્રીય મેચ રમનારી કેપ્ટન હરમનપ્રીત કૌર માત્ર 13 રન જ બનાવી શકી હતી. 

હરમનપ્રીત, રિચા ઘોષ, જેમિમા રોડ્રિગ્સ જેવા મોટા નામો ફ્લોપ 
હરમનપ્રીત, રિચા ઘોષ, જેમિમા રોડ્રિગ્સ જેવા મોટા નામો ફ્લોપ રહ્યા હતા. રિચા ખાતું પણ ખોલાવી શકી નહોતી, જ્યારે જેમિમાએ માત્ર 19 રન જ બનાવ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

ICC Women's T20 World Cup Ind vs Ire Women's T20 World Cup Women`s T20 World Cup 2023 smriti mandhana ICC Women's T20 World Cup

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ