ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / women cheats her partner more than man said a report

સનમ બેવફા / પુરુષોની તુલનામાં મહિલાઓ Cheating માં આગળ, ડેટિંગ App ની લત મામલે સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો

Published By: Jaydeep Shah

Last Updated: 02:13 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે ડેટિંગ એપ્સનું ચલણ વધવાને કારણે પુરુષોને બદલે મહિલાઓ પોતાના પાર્ટનર સાથે વધારે ચીટિંગ કરે છે. જાણો વિગતવાર

ADVERTISEMENT

  • ડેટિંગ એપ્સનું વધી રહ્યું છે ચલણ  
  • 53 ટકા મેરિડ પુરુષોએ પોતાની વાઈફને ચિટ કરી છે
  • 56 ટકા મેરિડ મહિલાઓએ એક વાર તો પોતાના પતિ સાથે ચીટિંગ કર્યું છે

 

અમેરિકી અને યૂરોપીયન દેશોની જેમ ગયા અમુક વર્ષોમાં ભારતમાં પણ ડેટિંગ એપનું ચલણ ઝડપથી વધી રહ્યું છે, અને ભારતમા મોટી સંખ્યામાં લોકો સંબંધો બનાવવા માટે આ પ્રકારના ઓનલાઈન પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરે છે. ખાસકરીને એમ માનવામાં આવે છે કે આ એપ્સનો ઉપયોગ સિંગલ અથવા અનમેરીડ લોકો જ કરે છે, પણ એક સ્ટડીમાં અમુક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે અને આ વાત સામે આવી છે કે વિવાહિત મહિલાઓ અને પુરુષોમાં પણ આ એપ્સને લઈને લોકપ્રિયતા વધતી જાય છે. 

મેરિડ લોકો શા માટે ડેટિંગ એપ યૂઝ કરે છે?
ઘણા એવા લોકો છે જે પોતાના લાઈફ પાર્ટનરથી અલગ થવા નથી માંગતા, પણ જીવનમાં કંઇક એક્સાઇટિંગ કરવાની કે નવું ખોજવાની ઈચ્છા  રહે છે. આવામાં ડેટિંગ એપ્સ તેમની પહેલી પસંદ બની જાય છે, જોકે જ્યારે પતિ અથવા પત્ની સામે આ હકીકત આવે છે, ત્યારે મેરિડ લાઈફ તૂટવાનો ખતરો પણ પેદા થઈ જાય છે. 

સોશિયલ નેટવર્કિંગ એપ ગ્લિડેને ભારતનાં મહાનગરોમા એક સર્વે કરાવ્યો, જેમાં એ કારણો વિશે જાણકારી મળી, જેથી લાઈફ પાર્ટનર્સ એકબીજા સાથે ચીટિંગ કરે છે. 

1. જીવન બોરિંગ થઈ જવું 
2. તીવ્ર કામેચ્છા 
3. લગ્ન જીવનમા શુષ્કતા
4. પતિ - પત્ની વચ્ચે કમ્યુનિકેશન ગેપ 
5. ઘરેલૂ હિંસા 
6. પાસ્ટ લાઈફ 
7. પોલિગેમિ 
8. લાઈફ પાર્ટનર પાસે વધારે પડતી આશા 
9. લાઈફમાં નવું કરવાની ઈચ્છા 
10. બહેકી જવું 

આંકડામાં થયા ચોંકાવનારા ખુલાસા 

  • દુનિયાભરમાં લગભગ 33 કરોડ લોકો ડેટિંગ એપ્સનો ઉપયોગ કરે છે. 
  • જો આ એપ યુઝર્સને દેશનો દરજ્જો આપવામાં આવે તો તેઓ ચોથા નંબરની સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ હશે.
  • વર્ષ 2022 ના અંત સુધીમાં ડેટિંગ એપ યુઝર્સની સંખ્યા 43 કરોડ થઈ જશે, જે અમેરિકાની વસ્તી કરતા વધુ છે.
  • વસ્તીના હિસાબે તે ચીન અને ભારત પછી વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બની શકે છે.

​​​​​​​

ડેટિંગ એપ્સ દ્વારા એકસ્ટ્રા મેરિટલ અફેર 
એકસ્ટ્રા મેરિટલ રિલેશનશિપનું ચલણ દુનિયાભરમાં વધ્યું છે તથા ઇન્ટરનેટ અને મોબાઈલે આ કામને પહેલાની તુલનામાં વધારે સરળ બનાવી દીધું છે, આ જ કારણ છે કે મોબાઈલ ક્રાંતિને કારણે ભારતીય સમાજમા ઘણો બદલાવ આવ્યો છે. મેરિડ લોકો માટે અલગ ડેટિંગ એપ્સ પણ બનાવવામાં આવ્યા છે, જે ઘરેલૂ જીવનથી પરેશાન થઈ ગયા હોય છે. સોશિયલ નેટવર્કિંગ એપ Gleeden અનુસાર, મેરિડ ભારતીયોમા ચીટિંગની આદતોમાં વધારો થયો છે. 

  • લગભગ 55 ટકા ભારતીયોએ પોતાના જીવન સાથીને લગભગ એક વાર તો જરૂર ચિટ કર્યું છે. 
  • લગભગ 53 ટકા મેરિડ પુરુષોએ માન્યું છે કે તેમણે પોતાની વાઈફને ચિટ કરી છે. 
  • લગભગ 56 ટકા મેરિડ મહિલાઓએ ઓછામાં ઓછું એક વાર પોતાના પતિ સાથે ચીટિંગ કર્યું છે. 
     

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News OMG NEWS ડેટિંગ એપ્સ OMG news

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ