ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
કહેવાય છેને કે શોખ બડી ચીઝ હે. દરેકના શોખ પણ અલગ અલગ હોય છે. ત્યારે વાત કરીએ ટેટૂની. આજકાલ લોકોને ટેટૂ કરાવવાનો ગજબનો ક્રેઝ છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક એવી તસવીરો સામે આવી છે જ્યાં આખા શરીર પર ટેટૂ જ જોવા મળે. એક દાદીએ દશકોના ફોટો શેર કર્યા છે. જેમાં તેઓએ પહેલા અને હમણાની તસવીરની સરખામણી દર્શાવી છે. આ ફોટોમાં દાદીના શરીર પર ટેટૂ જોવા મળી રહ્યા છે.
30 વર્ષ પહેલાની તસવીરો
ADVERTISEMENT
ફોટોમાં દેખાઇ રહ્યું છે કે એક યુવતીએ તેના આખા શરીર પર ટેટૂ ચિતરાવ્યું છે.જો કે આ ફોટો 30 વર્ષ પહેલાનો છે. ફોટોમાં દેખાતી યુવતી છે કેર્સ્ટિન ટ્રિસ્ટન છે. અત્યાર સુધીમાં તેણીએ તેના ટેટૂ પર £25,000 (રૂ. 24 લાખથી વધુ) ખર્ચ્યા છે, અને હવે તેણે આ ફોટો તેના Instagram એકાઉન્ટ પર શેર કર્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મહિલાએ 30 વર્ષ જૂનો ફોટો શેર કર્યો
30 વર્ષની, 8 આઠ વર્ષની અને હવે એમ ત્રણ તસવીરો શેર કરી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે 1992, 2014 અને 2022માં કર્સ્ટિન કેવી દેખાતી હતી. ત્રણેય તસવીરોમાં કર્સ્ટિનના અલગ-અલગ રૂપ જોવા મળી રહ્યા છે. . છ વર્ષ પહેલા તેણે @tattoo_butterfly_flower નામથી ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવ્યું હતું. હાલમાં તેના લગભગ બે લાખ ફોલોઅર્સ છે. ક્રિસ્ટિન આ એકાઉન્ટ પર તેના ટેટૂની તસવીરો શેર કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ક્રિસ્ટિનની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
50 વર્ષીય ક્રિસ્ટીન તેના ટેટૂના કારણે સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. ટેટૂ મોડલ ક્રિસ્ટિને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણી હોટ તસવીરો શેર કરી છે. આ ટેટૂ મોડલ, જે જર્મનીની છે, તેણે 5 વર્ષ પહેલા તેના શરીર પર તેનું પહેલું ટેટૂ કરાવ્યું હતું અને આજે તેના શરીરના દરેક ભાગ પર ટેટૂ હાજર છે. તેણે પોતાના શરીર પર રંગબેરંગી ફૂલ, પક્ષી, પતંગિયાની ડિઝાઇન બનાવી છે. પોતાનો શોખ પૂરો કરવા માટે તેણે કોઈની પરવા કરી ન હતી. એક મળતી માહિતી મુજબ કર્સ્ટિનને કપડા પહેરવાની આળસ આવે છે.આથી તેણે ઓછા કપડા પહેરવા પડે તે માટે તેણે આખા શરીરમાં ટેટૂ કરાવી દીધું.
સંકળાયેલા મુદ્દાઓ