બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / wind wizard company baroda is facing income tax raid
ADVERTISEMENT
વડોદરામાં વોર્ડ વિઝાર્ડ કંપની પર આવકવેરા વિભાગના દરોડા પડ્યાં. એટલું જ નહીં IT વિભાગ દ્વારા વોર્ડ વિઝાર્ડના CMD યતીન ગુપ્તેના નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરવામાં આવી. સયાજીપુરા પાસે આવેલ આ વોર્ડ વિઝાર્ડ કંપની જોય બાઈકનાં બ્રાન્ડ નેમથી ઈ-બાઈકનું ઉત્પાદન કરે છે.
વોર્ડ વિઝાર્ડ કંપની મુશ્કેલીમાં
આવકવેરા વિભાગ દ્વારા કંપનીની વિવિધ ઓફીસોમાં દરોડા પાડવામાં આવ્યાં. આજવા,સયાજીપુરા,મકરપુરા,વડસરમાં આવેલી કંપનીમાં તપાસ હાથ ધરવામાં આવી. હરિનગરમાં આવેલ હોસ્પિટલો સહિત અનેક સ્થાને આવકવેરાનું સર્ચ કરાયું. માહિતી અનુસાર CMD યતીન ગુપ્તે અનેક રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવે છે. એટલું જ નહીં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ યતીન ગુપ્તેના ઘરે આવી ચૂક્યા છે. જો કે વિભાગ દ્વારા આ કંપની સામે શા માટે તપાસ ધરવામાં આવી છે એ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
જરૂરી દસ્તાવેજો જપ્સ
આવકવેરા વિભાગનાં અધિકારીઓ દ્વારા કંપનીનાં જરૂરી દસ્તાવેજો અને કમ્પ્યૂટર્સ જપ્ત કરવામાં આવ્યાં છે જેથી વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી શકાય. કંપની દ્વારા કરોડો રૂપિયાનો કરચોરીનો ગફલો કર્યો હોવાની માહિતી મળી હોવાને લીધે આ પગલું ભરવામાં આવ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.