બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:37 PM, 5 January 2024
ADVERTISEMENT
લોકસભા 2024ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ અલગ ગતીવિધિઓ સામે આવે છે. ત્યારે હવે સેલિબ્રિટીઝ પણ હવે અલગ અલગ પાર્ટી સાથે જોડાઈ રહી છે. આ લિસ્ટમાં હવે એક નવું નામ ઉમરાવા જઈ રહ્યું છે. એક્ટર મનોજ બાજપેયી આ દિવસોમાં હાલ રિલીઝ થવા જઈ રહેલી વેબ સિરિઝ કિસર સુપને લઈને ચર્ચામાં છે. આ એક ક્રાઈમ થ્રિલર શો છે. આ બધા વચ્ચે મનોજ બાજપેયી 2024માં લોકસભાની ચૂંટણી લડવાના હોવાની ખબર સામે આવી છે. આ સાથે જ તેમને રાજનિતીમાં પગ રાખવાને લઈને પણ રિએક્ટ કર્યું છે. એક પોર્ટલએ ટ્વિટ કર્યું કે મનોજ બાજપાયી પશ્ચિમી પંચારણથી લોકસભાની ચૂંટણમી લડશે. જે બાદ આ ટ્વીટ જોરશોરથી વાઈરલ થવા લાગ્યું હતું. આ ટ્વિટે એક્ટરનું પણ ધ્યાન ખેંચ્યુ હતું.
Achcha ye bataiye ye baat kisne bola ya kal raat Sapna aaya ? Boliye boliye! https://t.co/8pIbjoxrGR
— manoj bajpayee (@BajpayeeManoj) January 4, 2024
ADVERTISEMENT
મનોજ બાજપેયીએ ટ્વીટનો જવાબ આપ્યો
ADVERTISEMENT
મનોજ બાજપેયીએ ન્યૂઝ ટ્વીટનો જવાબ આપતા સવાલ પણ ઉભા કર્યા છે. તેને લોકસભા ચૂંટણી લડવાની ખબરને અફવા ગણાવી અને તેમને ટ્વિટ કરતા કહ્યું કે. સારૂ એ જણાવો કે આ વાત કોને કહી કે પછી કાલે રાતે સપનું આવ્યું હતું? બોલો બોલો.. તેમ મજાકિયા અંદાજમાં જણાવ્યું હતું.
કંગના લડશે ચૂંટણી?
નોંધનીય છે કે આ પહેલા કંગના રનૌતને લઈને પણ ખબર સામે આવી હતી કે તે લોકસભાની ચૂંટણી લડશે. એક રિપોર્ટ અનુસાર કંગનાના પિતા અમરદીપે પુષ્ટી કરી કે એક્ટ્રેસ ભારતીય જનતા પાર્ટીની ટિકિટથી લોકસભાની ચૂંટણી લડશે. તેને પોર્ટલ પર કહ્યું કે કંગના બીજેપની ટિકિટ પર જ ચૂંટણી લડશે. પણ તે ક્યાંથી ચૂંટણી લડશે તેનો નિર્ણય પાર્ટી કરશે. રવિવારે કંગનાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે કુલ્લુના શાસ્ત્રી નગરમાં આવેલા તેમના નિવાસસ્થાન પર બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ભાજપમાંથી કંગના ચૂંટણી લડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.. જોકે હવે તેના પિતાએ સ્પષ્ટ કર્યું છે કે તે ચૂંટણી લડશે.
ADVERTISEMENT
આ વેબ સિરિઝમાં જોવા મળશે મનોજ બાજપેયી..
મનોજ બાજપેયી હાલમાં જ તેમની વેબ સિરીઝ કિલર સૂપનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું જેને લોકોએ ખુબ જ પસંદ કર્યું હતું. આ સિરીઝને અભિષેક ચૌબેએ ડિરેક્ટ કરી છે. અભિષેક ચૌબને ઈશ્કિયા, ઉડતા પંજાબ અને સોન ચિરૈયા જેવી શાનદાર ફિલ્મો માટે પણ જાણીએ છીએ.કિલર સૂપ વેબ સિરિઝમાં મનોજ બાજપેયીની સાથે કોંકણા, નાસિર, સયાજી શિંદે અને લાલ જેવા કલાકારો પોતાની ભુમિકા ભજવી રહ્યાં છે.. કિસર સૂપ એવા ઘણા વાસ્તવિક જીવનના ગુનાઓથી પ્રેરિત છે... જ્યાં એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની કથિત રીતે હત્યા કરી હતી. આ સિરીઝ નેટફ્લિક્સ પર 11 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.