ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Wife filed a case aginst her husband and in laws
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજ્યમાં સ્ત્રીઓ પર વધતા જતા અત્યાચાર હવે એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે વધુમાં મેગાસીટી અમદાવાદમાં ફરી એક ગંભીર મામલો સામે આવ્યો છે. શહેરના રાણિપ વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેના પતિ તેમજ તેના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. કારણકે તે લોકો પરિણીતાને અસહ્ય ત્રાસ આપતા હતા. પરંતુ વાત માત્ર ત્રાસ આપવાને લઈને પૂરી નથી થતી.
2013માં લગ્ન
ADVERTISEMENT
31 વર્ષીય પરિણીતા ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. તેણીએ 2013માં રાજસ્થનના મનોજ નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. તેનું લગ્નજીવન શરૂઆતમાં એક મહિનો બરાબર રહ્યું. પરંતુ બાદમાં તેના સાસરીયાઓએ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું. જેમા તેઓ ઘરકામ બાબતે તેનો વાંક કાઢીને તેને ખરુ ખોટું સંભળાવતા હતા.
ફોન પર સાસરિયાઓ પતિને ચઢાવતા
ADVERTISEMENT
સાસરિયાઓના ત્રાસને કારણે પરિણીતાએ અને તેના પતિએ 7 મહિનામાંજ ઘર છોડી દીધું અને તેઓ પરિણીતાના માતાપિતાના ઘરે રહેવા જતા રહ્યા. પરંતુ તેનો જેઠ અને તેના સાસુ સસરા પતિને ફોન કરીને ચઢાવતા હતા કે બૈરાને હાથ નીચે રાખવા જોઈએ સાથેજ તેને ફોન પર એવું પણ કહેતા હતા કે તારા સસરાને કહેજે કે તેમની સંપત્તિ તેઓ તારા નામે કરે.
અન્ય સ્ત્રી સાથે પતિના પ્રેમ સંબંધો
ADVERTISEMENT
જોકે હદ તો ત્યારે વટી ગઈ કે જ્યારે પત્નીને જાણ થઈ કે તેના પતિના અન્ય સ્ત્રી સાથે આડાસબંધો છે. સાંભળીને તમને નવાઈ લાગશે કે પત્નીને પતિના સંબંધોની જાણ થયા બાદ પતિ લાજ શરમ નેવે મૂકીને તેની પત્નીની સામેજ તેની પ્રેમીકા જોડે બિભત્સ વર્તન કરતો હતો. સાથેજ તે તેની પત્ની સાથે ઝઘડો કરીને તેને માર પણ મારતો હતો અને તેને એવું પણ કહેતો હતો કે મારી પ્રેમીકાને હું નહી છોડી શકું તારાથી થાય એ કરી લે.
કંટાળીને પરિણીતાએ પોલીસમાં નોંધાવી ફરિયાદ
ADVERTISEMENT
એક તરફ સાસરિયાઓનો ત્રાસ અને બિજી તરફ પતિના આડા સંબંધોને કારણે પરિણીતાની હાલત એવી થઈ ગઈ હતી કે તે ન તો કોઈને કહી શકે કે ન તો તે સહિ શકે. જેથી કંટાળીને તેણે તેના પતિ તેમજ સાસરિયાઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ