બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / Why is this director angry with Bollywood actors

મનોરંજન જગત / રેપિસ્ટનો રોલ કરી શકે છે પણ ગે બનવામાં શરમ આવે છે...: બોલિવૂડ એક્ટર્સથી કેમ નારાજ છે આ ડાયરેક્ટર

Published By: Sanjay Vibhakar

Last Updated: 10:14 AM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનિરે જણાવ્યું કે કેટલાક અભિનેતાઓ LGBTQ રોલ કરતાં ડરે છે. આ અભિનેતાઓને એવી ચિંતા થાય છે કે લોકો તેના વિશે શું વિચાર સે.

બોલીવુડમાં આજે પણ ગે રોલ ખૂબ જ ઓછા જોવા મળે છે. બોલીવુડના કેટલાક અભિનેતાઓ ગેનો રોલ કરતાં અચકાય છે. એક ઇન્ટરવ્યૂમાં ડાયરેક્ટર ઓનિરે આ વાત કરી હતી. ઓનિરનું કહેવું એવું છે કે કેટલાક અભિનેતાઓ રેપિસ્ટનો રોલ કરવો પસંદ કરે છે પણ ગેનો નહીં. 

અભિનેતાઓ ગેનો રોલ નથી કરવા ઇચ્છતા 
ઇન્ટરવ્યૂ સમયે વાતચીત દરમિયાન ઓનિરે જણાવ્યું કે એક સમયે તેણે એક મોટા બોલીવુડ અભિનેતાને શેક્સપિયરનાં હેમ્લેટનાં રૂપાંતરણને સંભળાવ્યું હતું. આ વાર્તામાં એક ગે ટ્વીસ્ટ હતો. ઓનિરે વધુમાં જણાવ્યું હતું કે અભિનેતાઓ ગેનો રોલ કરતાં અચકાય છે. તેને કોઈ રુચિ હોતી નથી. તેઓ આ રોલ કરવાથી બચવા માંગે છે. ઘણા અભિનેતાઓ મને એમ પણ કહે છે કે મહિલાઓ સાથે ઇન્ટિમેટ સીન કરવામાં કોઈ વાંધો નથી. 

વાંચવા જેવું: 'દિમાગ ખરાબ કર દિયા...', ફેન્સ પર નસરૂદ્દીન શાહ થયા લાલઘૂમ, કોઇકે કહ્યું 'રહેવા દે યાર'

ગેનો રોલ 
ઓનિરે જણાવ્યું કે કેટલાક અભિનેતાઓ LGBTQ રોલ કરતાં ડરે છે. આ અભિનેતાઓને એવી ચિંતા થાય છે કે લોકો તેના વિશે શું વિચાર સે. આ લોકોને રેપિસ્ટનો રોલ કરવામાં કોઈ વાંધો નથી, કોઈ ખૂનીનો રોલ કરવામાં શરમ નથી આવતી. પરતું ગેનો રોલ કરતાં શરમ આવે છે. 

ગેના રોલ માટે ના પાડી દે છે 
ડાયરેક્ટર ઓનિરને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે શાહરૂખ ખાન અથવા સલમાન ખાનને ગે રોલ ઓફર કરવા ઈચ્છે છે. તેના જવાબમાં ઓનિરે મોટા અભિનેતાઓને આવી ફિલ્મ ઓફર કરવાના રમૂજી વાક્યને યાદ કર્યું. ઓનિરે કહ્યું કે જ્યારે તે Mammootty જેવા કલાકારને ગેનો રોલ કરતાં જોવે છે, ત્યારે તેને ગર્વ થાય છે કે કેરળ ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ અપનાવી રહી છે. જ્યારે હું કોઈ કલાકારને ગેનો રોલ કરવા માટે પૂછું છું ત્યારે તેઓ કહે છે કે તેઓ હાલ કામમાં છે અથવા પ્રેમથી ના પાડી દે છે. ડાયરેક્ટર ઓનિર સ્વર્ગસ્થ ફિલ્મ નિર્માતા રિયાદ વાડિયા પર બાયોપિક બનાવવા ઇચ્છતા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment director ડાયરેક્ટર મનોરંજન જગત entertainment

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ