બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / Why do dreams with sex come? What does it mean to see yourself or others in sex? Big impact on life

જરુર જાણો / કેમ આવે છે સેક્સવાળા સપના? પોતે કે બીજાને સેક્સમાં જોવાનો શું મતલબ? લાઈફ પર મોટો પ્રભાવ

Hiralal

Last Updated: 05:34 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સપનામાં પોતાની જાતને કે બીજા કોઈને સેક્સ માણતા જોવાનો શું અર્થ હોઈ શકે તેને લઈને સ્વપ્ન વિજ્ઞાનમાં વિસ્તારથી વાત કરવામાં આવી છે.

  • ઘણા લોકોને આવતા હોય છે સેક્સના સપના
  • સેક્સના સપના આવવા સંબંધો સારા હોવાની નિશાની
  • સ્વપ્ન વિજ્ઞાનમાં સેક્સના સપનાનો પણ અર્થ કહેવાયો છે  

સપનાં આવવા સામાન્ય છે. એવો કોઈ માણસ નહીં હોય જેને સપનાં ન આવતાં હોય પરંતુ સપનાની દુનિયા વાસ્તવિક દુનિયાથી ઘણી અલગ છે. સપનામાં જે જોવામાં આવે છે તે હકીકતમાં બનતું નથી પરંતુ તેનાથી તદ્દન ઉલટું પણ બનતું હોય છે. જોકે ઘણા સપનાં ભવિષ્યવાણી જેવા હોય છે અને લોકોને ચેતવી જતાં હોય છે. જાગૃત મનમાં માણસ જે વિચારે છે પરંતુ અમલમાં મૂકતા ડરતો હોય છે તે વાત સપનામાં અમલીકરણના રુપમાં પ્રગટ થતી હોય છે અને માણસ તે પૂરી કરતો હોય છે. સપના તો જાતજાતના હોય છે પરંતુ ક્યારેક ખ્યાલ આવ્યો કે સપનામાં પોતાની જાતને કે બીજા કોઈને સેક્સ માણતા જોવાનો શું અર્થ હોઈ શકે? નહીં તો આવો જાણીએ. 

સેક્સનો અર્થ પાર્ટનર મળશે તેવો પણ થાય
સપના વિજ્ઞાનમાં એવું પણ જણાવાયું છે કે સપનામાં સેક્સ માણવાનો અર્થ સારા પાર્ટનર મળવા એવો પણ થાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દરેક માણસને આવા સપનાં આવતાં હોય છે. વાસ્તવિક જીવનની ચાહત સપનામાં હકીકતમા ફેરવાતી લાગે છે.

સપનામાં લવ પાર્ટનર સાથે સેક્સનો શું અર્થ 
સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો કોઈ વ્યક્તિ સપનામાં પોતાના જીવનસાથી કે લવ પાર્ટનર સાથે સેક્સ કરે છે તો તેના બે અલગ-અલગ અર્થ હોઇ શકે છે, કાં તો તમારો સંબંધ ઘણો સારો છે અને તમારું લગ્ન જીવન ખૂબ જ સુખી થવાનું છે.

ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ સાથે
સ્વપ્નમાં જો તમે તમારી એક્સ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે સેક્સ માણવાના સપના જોતા હોવ તો જો તમે અપરિણીત છો તો તમે લગ્ન કરી શકો છો. તેમજ આવનારા દિવસોમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. ત્યાં જ અટકેલું કામ થઈ શકે છે.

સપનામાં હોઠ પર કિસ કરવી
સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો સપનામાં તમે ખુદને કોઈ બીજાના હોઠને કિસ કરતા જુઓ છો તો તે શુભ સંકેત છે. વળી, તેનો અર્થ એ છે કે આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધી શકે છે. સાથે જ સંબંધોમાં તમારી કમિટમેન્ટ પણ બતાવે છે. સપનામાં કોઇના હોઠને કિસ કરવાનો અર્થ એ છે કે આવનારા સમયમાં તે વ્યક્તિ સાથે તેના સંબંધની પુષ્ટિ થઇ શકે છે. એવી પણ સંભાવનાઓ હોઈ શકે છે કે તમે કોઈ નવા સંબંધમાં પ્રવેશ કરી રહ્યા છો અથવા જો તમે અપરિણીત છો તો તમને કોઈ રિલેશનશિપ પ્રપોઝલ મળી શકે. 

સપનામાં કોઈને ગાલ પર કિસ કરવી
સપનામાં જો તમે કોઇના ગાલ પર કિસ કરો છો કે કોઇ તમારા ગાલ પર કિસ કરે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે. તેનો અર્થ એ છે કે તમે તે વ્યક્તિને પ્રેમ કરો છો જેણે તમારા ગાલ પર ચુંબન કર્યું હતું. ઉપરાંત, તમને તેમની રીતભાત અને વાતચીતની વર્તણૂક ગમે છે. સપનામાં કોઈના ગાલ પર કિસ કરવાથી તેના પ્રત્યે મિત્રતા, આસક્તિ, સન્માન અને સારું વર્તન જોવા મળે છે. જો તમારા લગ્ન થઈ ગયા હોય તો જીવનસાથી સાથે તમારો સંબંધ સારો રહેવાનો છે તે દર્શાવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

sex dream sex dream news sex dream
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ