બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Who will become Chief Minister Of Rajasthan, Madhya pradesh, chhattisgarh

BIG NEWS / કોણ બનશે મુખ્યમંત્રી? ગુજરાતની જેમ જ મોટું સરપ્રાઇઝ આપી શકે છે BJP! દિગ્ગજ નેતાઓના કપાઈ જશે પત્તાં

Published By: Parth

Last Updated: 12:17 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan CM Face : રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં નવા મુખ્યમંત્રીના નામને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

  • ત્રણ રાજ્યોના CMને લઈને ભાજપમાં સસ્પેન્સ 
  • PM મોદી અને ગૃહમંત્રી શાહે કરી મીટિંગ 
  • ધારાસભ્યો સાથે પ્રદેશના નેતાઓ કરી રહ્યા છે ચર્ચા 

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં નવા મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સ યથાવત છે ત્યારે ભાજપ ચોંકાવનારા નામનું એલાન પણ કરી શકે છે. સૂત્રો અનુસાર એવું જરૂરી નથી કે ધારાસભ્યોમાંથી જ કોઈ નેતાને મુખ્યમંત્રીને બનાવવામાં આવે, રાજ્યસભા કે લોકસભાના સાંસદને પણ મુખ્યમંત્રીની જવાબદારી આપવામાં આવી શકે છે. 

નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટી એવી સરકાર ઈચ્છે છે કે લોકસભા ચૂંટણી પહેલા સારો સંદેશ આપે. ત્રણ કેન્દ્રીય મંત્રીઓ સહિત 12 સાંસદોના રાજીનામાના કારણે અનેક કેન્દ્રીય નેતાઓ પણ હવે મુખ્યમંત્રી બનવાની રેસમાં આવી ગયા છે. 

બુધવારે એવા સમાચાર આવ્યા હતા કે ત્રણેય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી નવા ચહેરાઓને જ મુખ્યમંત્રીની જવાબદારી આપી શકે છે. જો આવું થયું તો વસુંધરા રાજે, શિવરાજ સિંહ અને રમણ સિંહ એમ ત્રણ દિગ્ગજ નેતાઓને મોટો ઝટકો લાગશે. જોકે જેમ ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલના નામનું એલાન કરીને ભાજપે સરપ્રાઇઝ આપ્યું હતું એજ રીતે ત્રણ રાજ્યોમાં ચોંકાવનારા નામનું એલાન પણ કરી દેવામાં આવે તો નવાઈ નહીં. 

જોકે ભાજપમાં રાજસ્થાનને લઈને જ સૌથી મોટી અસમંજસ છે. એવું માનવામાં આવે છે કે ભાજપના જ અમુક નેતાઓ છે જે માને છે કે જૂના ચહેરાને ફરી જવાબદારી આપવી જોઈએ નહીં, બીજી તરફ ધારાસભ્યોએ શરૂઆતમાં જ વસુંધરા રાજેનું નામ લેવાની શરૂઆત કરી દીધી હતી. 

જોકે કેન્દ્રના મોટા મોટા નેતાઓને રાજ્યમાં ઉતારી દેવામાં આવ્યા છે, જેના કારણે એવી પણ અટકળો તેજ થઈ છે કે મુખ્યમંત્રીની સાથે સાથે એકથી બે ડેપ્યુટી CM પણ બનાવવામાં આવી શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Rajasthan bjp assembly election 2023 Rajasthan CM Face

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ