ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / WHO warns world over Omicron sub variant BA.2

કોરોના / ફરી હાહાકાર મચાવી શકે છે ઓમિક્રોનનો આ સબ વેરિએંટ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી ચેતવણી

Published By: Ronak

Last Updated: 10:34 AM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓમિક્રોનના સબ વેરિએંટ BA.2ને લઈને WHOએ વિશ્વને ચેતવણી આપી છે. જેમા તેમના કહેવા પ્રમાણે આ સબ વેરિએંટ ગંભીર બિમારીઓનું કારણ બની શકે છે. સાથેજ આને કારણે સંક્રમણ પણ ઝડપથી ફેલાઈ શકે છે.

ADVERTISEMENT

  • ઓમિક્રોનનો સબ વેરિએંટ BA.2 વિશ્વ માટે ચિતાનો વિષય 
  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને BA.2ને લઈને લોકોને ચેતવ્યા 
  • ઝડપથી સંક્રમણ ફેલાવી શકે છે BA.2 સબ વેરિએંટ 

વિશ્વમાં હાલ કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. જોકે હજુ પણ કોરોનાનો ખતરો ટળ્યો નથી. અત્યાર સુધીમાં કોરોનાના ઘણા વેરિએંટ સામે આવી ચુક્યા છે. જેમા ખાસ કરીને ડેલ્ટા અને ઓમિક્રોન વેરિએંટને કારણે વિશ્વના બધા દેશોમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. ત્યારે હવે ફરી ઓમિક્રોનનો સબ વેરિએંટ સામે આવ્યો છે. જેના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે. 

ગંભીર બિમારીનું બની શકે છે કારણ 

એક સર્વે પ્રમાણે ઓમિક્રોનનો સબ વેરિએંટ BA.2 ઝડપથી ફેલાય છે. સાથેજ તે ગંભીર બિમારીનું કારણ પણ બને છે. BA.1 અને BA.2 વેરિએંટ બંન્ને એટલા ઘાતક છે કે જે લોકો પહેલા સંક્રમિત થયા છે તેઓ ફરીથી સંક્રમિત થઈ શકે છે. 

BA.2 સબ વેરિએંટ પર WHOની નજર 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે તે ઓમિક્રોનનો BA.2 સબ વેરિએંટ પર નજર રાખી રહ્યું છે. ખાસ કરીને તેઓ એ દેશો પર ખાસ નજર રાખી રહ્યા છે જ્યા ત્રીજી લહેર વખતે મોટા પ્રમાણમાં કેસ વધ્યા હતા. તેઓ નજર એટલા માટે રાખી રહ્યા છે કે આ વેરિએંટથી ફરી સંક્રમણનો ખતરો કેટલા હદે ફેલાય છે તે જાણકારી તેમને રહે. 

અગાઉથી વિશ્વના દેશોને ચેતવ્યા 

ઉલ્લેખનીય છે કે WHOનું કહેવા પ્રમાણે BA.2ને કારણે કેસ વધ્યા તો સંક્રમણ પણ ભયંકર રીતે ફેલાઈ શકે છે. BA.1ની સરખામણીએ BA.2 વધારે જોખમી છે.  આ સબ વેરિએંટ વિશ્વના દેશો માટે ફરી ચિંતાનો વિષય બની શકે છે. જેથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા આ મામલે અગાઉથીજ લોકોને ચેતવી દેવામાં આવ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BA.2 variant omicrone sub variant ઓમિક્રોન બીએ.2 સબ વેરિએંટ Corona virus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ