બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Who Shahrukh Khan? I don't recognize...: BJP CM Sarma doesn't recognize the actor, see what he said

વિવાદિત / ભાજપના CMએ કહ્યું હું શાહરુખ ખાનને નથી ઓળખતો, પછી રાતે 2 વાગ્યે શાહરુખે કર્યો ફોન, તો બોલ્યાં-સુરક્ષા આપીશું

Published By: Megha

Last Updated: 12:49 PM, 22 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પઠાણ ફિલ્મ વિવાદ પર આસામના સીએમ હિંમંતા બિસ્વા સરમાનું મોટું નિવેદન સામે આવ્યું છે.

  • પઠાણ ફિલ્મ વિવાદ પર હિંમંતા બિસ્વા સરમાનું મોટું નિવેદન
  • 'કોણ શાહરૂખ ખાન? હું તેના વિશે કંઈ જાણતો નથી' - બિસ્વા 
  • 'ખાન મને આ વિશે કહેશે તો કઇંક જોઈશું '

શાહરૂખ ખાનના ચાહકો પઠાણ ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે અને તેની પાછળ ખાસ કારણ એ છે કે આ ફિલ્મથી ચાર વર્ષ જેટલા લાંબા સમય બાદ  શાહરૂખ મોટા પડદા પર હીરો તરીકે ફરી આવી રહ્યો છે. જો કે માણસોનું એક જૂથ છે જે આ ફિલ્મનો વિરોધ કરી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ જૂથ ફિલ્મને બૉયકોટ કરવાની પણ માંગ કરી રહ્યું છે. જો કે હવે આ મુદ્દો રાજકારણીઓ વચ્ચે પણ ગરમાયો છે. જણાવી દઈએ કે પઠાણ ફિલ્મ વિવાદ પર આસામના સીએમ હિંમંતા બિસ્વા સરમાનું મોટું નિવેદન સામે આવ્યું છે.

'બોલીવુડ અભિનેતા શાહરુખ ખાને મને ફોન કર્યો અને અમે આજે સવારે 2 વાગ્યે વાત કરી હતી, એ દરમિયાન તેણે તેની ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન ગુવાહાટીમાં બનેલી ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને મેં તેમને ખાતરી આપી કે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ રાજ્ય સરકારની ફરજ છે. અમે આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તપાસ કરીશું અને ખાતરી કરીશું.'

'કોણ શાહરૂખ ખાન?'
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ' 25 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે અને ફિલ્મનો વિરોધ હજુ પણ સમાપ્ત થયો નથી. હાલમાં જ જ્યારે આસામના સીએમ હિમંતા બિસ્વાને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પઠાણ વિવાદ વિશે પૂછવામાં આવ્યું તો તેમના જવાબે બધાને ચોંકાવી દીધા હતા. પઠાણ સામેના બજરંગ દળના વિરોધ પર તેમને એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં તેણે કહ્યું, 'કોણ શાહરૂખ ખાન? હું તેના વિશે કંઈ જાણતો નથી અને ફિલ્મ પઠાણ વિશે પણ કંઈ જાણતો નથી.'

'ખાન મને આ વિશે કહેશે તો કઇંક જોઈશું '
નોંધનીય છે કે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ નરેંગી સ્થિત સિનેમા હોલમાં બતાવવાની હતી પણ બજરંગ દળે હિંસા કરીને તેને અટકાવી દીધી હતી અને આ વિશે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને મીડિયાએ આ અંગે સવાલ કર્યો હતો. તેના જવાબમાં સરમાએ કહ્યું હતું કે, "ખાને  મને આ સમસ્યા વિશે જણાવ્યું નથી. બોલિવૂડના ઘણા લોકો મારી સાથે વાત કરે છે. તે કહેશે તો જોઈ લઈશું. જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કરશે તો અમે પગલાં લઈશું.'

શું છે મામલો? 
અભિનેત્રી દીપિકા પાદુકોણ ફિલ્મ પઠાણના એક ગીત 'બેશરમ રંગ'માં ભગવા બિકીનીમાં બતાવવાને કારણે ટીકાઓનો સામનો કરી રહી છે અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) સહિત અનેક નેતાઓએ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી છે. જ્યારે પત્રકારોએ મુખ્યમંત્રીને કહ્યું કે 'ખાન બોલિવૂડ સુપરસ્ટાર છે, ત્યારે શર્માએ કહ્યું કે રાજ્યના લોકોએ હિન્દીને બદલે આસામી ફિલ્મો વિશે ચિંતા કરવી જોઈએ. '

સંકળાયેલા મુદ્દાઓ

Film Pathaan Himanta Biswa Sarma shahrukh khan પઠાણ હિંમંતા બિસ્વા સરમા Film Pathaan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ