બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Who can be the captain of CSK after Mahendra Singh Dhoni

IPL / ધોની પછી આ ખેલાડી બની જશે ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન! ટીમના જ આ ખેલાડીએ આપી દીધા સંકેત, જાણો કોણ

Dinesh

Last Updated: 11:22 AM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓલરાઉન્ડર મોઈન અલીએ કહ્યું કે, ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ ભવિષ્યમાં મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યા કેપ્ટન બની શકે છે.

  • CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પછી કોણ બની શકે!
  • બેન સ્ટોક્સ ભવિષ્યમાં મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યા કેપ્ટન બની શકે છે:  મોઈન અલી
  • 'ઋતુરાજ એક શાનદાર ખેલાડી છે જે જવાબદારી લેવાનું પસંદ કરે છે'


મહેન્દ્ર સિંહ ધોની ઘણા ક્રિકેટ ચાહકો માટે તે માત્ર એક નામ જ નહીં પણ આશાઓ, યાદો અને ભગવાન પણ... ધોનીએ ભારતના કરોડો ક્રિકેટ પ્રેમીઓને ઉજવણીના અનેક યાદગાર  પ્રસંગો આપ્યા છે. ત્રણ આઈસીસીની ટ્રોફી, ભારત માટે બંને ફોર્મેટમાં વર્લ્ડ કપ, આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 4 ટાઈટલ અને ઘણુ બધુ. ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં ઘણી જીત મેળવી છે. હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી માત્ર IPLમાં રમે છે અને CSKની કેપ્ટનશીપ સંભાળી રહ્યા છે. ઘણા ચાહકોને લાગે છે કે આઈપીએલમાં ધોનીની આ છેલ્લી સિઝન છે. અજુ સુધી આવું કંઈ સત્તાવાર રીતે આવ્યું નથી. CSK ટીમના એક દિગ્ગજ ખેલાડીએ કેપ્ટનશિપને લઈને નિવેદન આપ્યું છે.


 
મોઈન અલીનું નિવેદન
IPLની 16મી સિઝન ચાલી રહી છે. આ દરમિયાન અનુભવી ઓલરાઉન્ડર મોઈન અલીનું નિવેદન સામે આવ્યું છે. મોઈનનું માનવું છે કે, ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ ભવિષ્યમાં મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યા કેપ્ટન બની શકે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની તેઓ બાગડોર સંભાળી શકે છે. ઇંગ્લેન્ડના આ અનુભવી ખેલાડીએ સ્ટોક્સ બાદ એક ભારતીય ખેલાડીને પણ કેપ્ટન તરીકે ગણાવ્યા છે.

મોઈને કેપ્ટનને લઈ શું કહ્યુ
મોઇને વધુમાં કહ્યું કે સ્ટોક્સ ઉપરાંત યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ પણ ભવિષ્યમાં ટીમના કેપ્ટન બનવાની ક્ષમતા ધરાવે છે. તમને જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023ના ખેલાડીઓની હરાજીમાં સ્ટોક્સ પર 16.25 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ દર્શાવે છે કે ફ્રેન્ચાઇઝી આ વર્લ્ડ કપ વિજેતા ઓલરાઉન્ડરને ધોનીના સંભવિત અનુગામી તરીકે જોઈ રહી છે.

'સ્ટોક્સ પોતાના અનુભવને કારણે ટીમનો મહત્વનો સભ્ય'
વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ પહેલા મોઈને ક્રિકઈન્ફોને કહ્યું કે સ્ટોક્સ ખરેખર આઈપીએલમાં રમવાની મજા લઈ રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ એક એવી ફ્રેન્ચાઈઝી છે જ્યાં તમે જાતે જ આવો અને પરિસ્થિતિઓનો આનંદ લઈ શકો છે. તમે પોતે આ ફ્રેન્ચાઇઝી માટે રમવાનું પસંદ કરી શકો છો. સ્ટોક્સ પોતાના અનુભવને કારણે ટીમનો મહત્વનો સભ્ય છે.

મોઇને  કહ્યું કે, મને લાગે છે કે ભવિષ્યમાં આ (સીએસકેની કેપ્ટનશિપ સ્ટોક્સ) થવાની સંભાવના છે કારણ કે તેણે ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. એમએસ હાલમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે અને કેટલાક સમય માટે કેપ્ટન પણ રહેશે ભવિષ્યમાં કેપ્ટન માટે વધુ વિકલ્પો છે. ઋતુરાજ એક શાનદાર ખેલાડી છે જે જવાબદારી લેવાનું પસંદ કરે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ