બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Whitehat Jr plans to create 1 lakh teaching jobs for women in India in 3 years

બિઝનેસ / વ્હાઈટ હેટ જુનિયર દેશમાં મહિલાઓ માટે ત્રણ વર્ષમાં એક લાખ નોકરીઓની તક ઉભી કરશે

Published By: Shalin

Last Updated: 03:21 PM, 14 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાના બાળકોને કોડિંગ શીખવવા માટે શરુ કરાયેલ વ્હાઈટ હેટ જુનિયર કંપની હવે તેના એક્સપાન્શનના ભાગ રૂપે બ્રાઝિલ મેક્સિકો જેવા નોન ઇંગ્લિશ દેશોમાં પણ પોતાની સેવાઓ લોન્ચ કરશે.

વ્હાઈટ હેટ જુનિયરના આ પ્રકારના પ્લાનિંગથી અને ગણિતના ક્લાસિસ શરુ કરવાની યોજનાથી દેશમાં 1 લાખ મહિલાઓ માટે આવતા 3 વર્ષમાં નવી નોકરીઓની તકો ઉભી થશે. 

2 જ વર્ષમાં વ્હાઈટ હેટ જુનિયર અદ્ભુત પ્રતિસાદ  

એક ઇન્ટરવ્યુમાં વ્હાઈટ હેટ જુનિયરના CEO કરણ બજાજે કહ્યું હતું કે આ ઓનલાઈન એજ્યુકેશન પોર્ટલ લોન્ચ થયાના ફક્ત 2 જ વર્ષમાં તેને ભારત, અમેરિકા, UK, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો છે. આશરે 1.5 લાખ વિદ્યાર્થીઓ લગભગ 40000 ક્લાસિસ અને 11000 શિક્ષકોની મદદથી શિક્ષણ લઇ રહ્યા છે. આવતા મહિનાથી તેઓ ગણિતના ક્લાસ પણ લોન્ચ કરી રહ્યા છે. તેઓ વન ઓન વન ટીચિંગ મોડલની મદદથી મોટા પ્રમાણમાં નવી રોજગારી ઉભી કરવા જઈ રહ્યા છે. 

IIT-IIMના પ્રોફેસરો જેટલો પગાર મેળવવાની તક 

તેમણે કહ્યું કે શિક્ષકોને વર્ક ફ્રોમ હોમ અને પોતાની મરજી પ્રમાણેના કામના કલાકો પ્રમાણે નોકરી કરવા મળશે. આ પ્રોફેશનલ્સને IIT-IIMના એન્ટ્રી લેવલના પ્રોફેશનલ્સ જેટલો પગાર મેળવવાની તક છે. નોંધનીય છે કે તેમના 1.5 લાખ વિદ્યાર્થીઓ પૈકી 70% વિદ્યાર્થીઓ ભારતીય છે. આ ઉપરાંત સ્વીડન નોર્વે જેવા દેશના વિદ્યાર્થીઓ પણ જોડાઈ રહ્યા છે. 

લોકડાઉનમાં કંપનીનો ગ્રોથ ખૂબ વધ્યો

લોકડાઉનના ગાળામાં ઓનલાઈન એજ્યુકેશનનું પ્રમાણ વધતા અને બાળકોની સ્કૂલો બંધ થઇ જતા વ્હાઈટ હેટ જુનિયર દર મહિને 60% જેટલો વધારો નોંધાવી રહી હતી. તેનો વાર્ષિક રેવન્યુ 150 મિલિયન ડોલર જેટલો થઇ ગયો છે. ભારતના ટોચના એજ્યુકેશન સ્ટાર્ટઅપ BYJUએ ઓગસ્ટમાં આ કંપનીને 300 મિલિયન ડોલરમાં એક્વાયર કરી દીધી હતી. નોંધનીય છે કે ઓગસ્ટ 2019માં વ્હાઈટ હેટ જુનિયરનું વેલ્યુએશન 30 મિલિયન ડોલર હતું. કંપનીનું એક જ વર્ષમાં વેલ્યુએશન 10 ગણું વધી જતા માર્કેટમાં કુતૂહલ ફેલાયું હતું. 

દેશનું સૌથી વિવાદાસ્પદ અને ટીકાઓનો શિકાર બનેલું સ્ટાર્ટઅપ

વ્હાઈટ હેટ જુનિયર ઉપર આક્ષેપો મુકવામાં આવ્યા છે કે તેઓ તેમની જાહેરાતમાં એવા દાવા કરે છે જે અશક્ય છે. તેઓ છ-સાત વર્ષના બાળકોને વેબસાઈટ બનાવતા દેખાડે છે અને તેમને આટલી ઉંમરે ગૂગલમાં કરોડોનું પેકેજ મળશે તેવા સપના બતાવવામાં આવે છે. જો કે વ્હાઈટ હેટ જુનિયરના CEO પોતે આ ભૂલ સ્વીકારે છે અને તેઓ કહે છે કે તેમની મૂળ ફિલોસોફી બાળકોમાં ક્રીએટિવિટી જગાડવી છે. તેઓ કહે છે કે વ્હાઈટ હેટ જુનિયર પોતાની ભૂલો ઉપરથી શીખીને આગળ વધવાનો ધ્યેય રાખે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coding White hat jr business કોડિંગ બિઝનેસ વ્હાઈટ હેટ જુનિયર business

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ