પહેલી ગુજરાતી ફિલ્મ ચાવ ચાવનો મુરબ્બો હતી જે એક શોર્ટ ફિલ્મ હતી. આ ફિલ્મ 4 ફેબ્રુઆરી 1931ના રોજ બોમ્બેમાં રિલીઝ કરવામાં આવી હતી
પહેલી ગુજરાતી ફિલ્મ કઈ હતી શું એ જાણો છો?
1932 થી 1946 વચ્ચે 12 ગુજરાતી ફિલ્મો રિલીઝ કરવામાં આવી
1948માં એક જ વર્ષમાં 26 ફિલ્મો બનાવવામાં આવી હતી
1968માં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પહેલી કલર ફિલ્મ રિલીઝ થઈ હતી
સૌથી પહેલી હિન્દી ફિલ્મ રાજા હરીશ ચંદ્ર હતી પણ પહેલી હિંદી બોલતી ફિલ્મ આલમ આરા હતી એ વિશે આપણે બધાએ સાંભળ્યું હશે. પણ પહેલી ગુજરાતી ફિલ્મ કઈ હતી શું એ જાણો છો? પહેલી ગુજરાતી ફિલ્મ ચાવ ચાવનો મુરબ્બો હતી જે એક શોર્ટ ફિલ્મ હતી. આ ફિલ્મ 4 ફેબ્રુઆરી 1931ના રોજ બોમ્બેમાં રિલીઝ કરવામાં આવી હતી
એ બાદ 9 એપ્રિલ 1932 ના રોજ પહેલી ગુજરાતી ફીચર ફિલ્મ નરસિંહ મહેતા રિલીઝ કરવામાં આવી હતી.જેના ડિરેક્ટર નાનુભાઈ વકીલ હતા અને તેને સાગર મૂવીટોન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી. ફિલ્મ નરસિંહ મહેતાના જીવન પર આધારિત હતી જેમાં મોહનલાલા, મારુતિરાવ, માસ્ટર મનહર અને મિસ મહેતાબ મેઇન રોલમાં જોવા મળ્યા હતા.
એ પછી 1932 થી 1946 વચ્ચે 12 ગુજરાતી ફિલ્મો રિલીઝ કરવામાં આવી હતી અને આઝાદી પછી 1948માં એક જ વર્ષમાં 26 ફિલ્મો બનાવવામાં આવી હતી. જણાવી દઈએ કે 1961 માં જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા, તે સમયે ગુજરાતી સિનેમાએ 100 ફિલ્મનો આંકડો પાર કરી લીધો હતો
નોંધનીય છે કે 1968માં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'લીલુડી ધરતી'નામની પહેલી કલર ફિલ્મ રિલીઝ થઈ હતી. એ બાદ 80sઅને 90 ના દાયકા દરમિયાન મોટાભાગની ગુજરાતી સિનેમા રૂલર ઓડિયન્સ પર આધારિત હતી અને મોટાભાગની ફિલ્મો માયથોલોજી અથવા સામાજિક વિષયો પર આધારિત હતી.
2010 પછી ગુજરાતી સીનેમામાં બદલવા આવ્યો અને ફિલ્મમેકર્સ અર્બન ઓડિયન્સને ટાર્ગેટ કરીને ફિલ્મ બનાવવાની શરૂઆત કરી હતી અને 2015માં કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા ડિરેક્ટ કરાયેલી છેલ્લો દિવસ મૂવીએ અર્બન ઓડિયન્સને ખૂબ જ અટરેક્ટ કરીને એવું માનવામાં આવે છે કે ત્યારબાદ ગુજરાતી અર્બન ફિલ્મનો ટ્રેડ સ્ટાર્ટ થયો.