બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / ભારત / When will it be bone-chilling cold in Gujarat? What is the prediction of Meteorological Department and Ambalal, arrest of one accused in Gogamedi case

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં હાડ થિજવતી ઠંડી ક્યારે પડશે? હવામાન વિભાગ અને અંબાલાલનું શું અનુમાન, ગોગામેડી કેસમાં એક આરોપીની ધરપકડ

Dinesh

Last Updated: 07:28 AM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news: જૂનાગઢ, મોરબી અને જામનગર જિલ્લા સહકારી દૂધ સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા રૂ.16.89 કરોડની સહાય મંજૂર કરાઈ.

આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, જાણો કેવો રહેશે ઠંડીનો  માહોલ | Anxiety section status for next five days cope with the situation

હવામાન વિભાગ ફરી એક વખત હવામાનને લઈ આગાહી કરી છ કે,રાજ્યમાં આગામી 3 દિવસ વાતાવરણ સુકું રહેશે. આ સાથે આગામી 6 વરસાદની પણ કોઈ સંભાવના નથી. રાજ્યમાં આગામી 6 વરસાદની પણ કોઈ સંભાવના નથી. અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો પારો એક બે ડિગ્રી ઘટશે. આ સાથે આગામી 2-3 દિવસ તાપમાનમાં કોઈ બદલાવ નહિં આવે. મહત્વનું છે કે, નોર્થ-ઇસ્ટ ગુજરાત તરફથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે.

માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં વધશે ઠંડીનું જોર, ખેડૂતો મુશ્કેલીમાં, જુઓ શું  કહે છે અંબાલાલ પટેલ | Ambalal's forecast is that cold will gradually  increase due to snowfall

અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. ડિપ ડિપ્રેશન સર્જાશે જેને લઈ 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. અંબાલાલ પટેલે કહ્યું કે, અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી. આ સાથે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે. 22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જેને લઈ 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. તેમણે કહ્યું કે, ઓછી ઠંડીનું કારણ અલનીનો અને નબળા પશ્ચિમી વિક્ષેપ છે.

raghavji patel said gujarat government approved the grant of 16 cr for district dudh udhyog

દેશના પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાતનું યોગદાન મહત્વપૂર્ણ છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વધુ સુદ્રઢ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કરેલા નિર્ણયની વિગતો આપતા પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના, કેટલફીડ ફેક્ટરીની સ્થાપના, એરીયા સ્પેસિફિક મિનરલ મિક્ષર પ્લાન્ટની સ્થાપના, સાઇલેજ બેલીંગ યુનિટ હાર્વેસ્ટર કમ ચોપર સહિતની વિવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે જૂનાગઢ, મોરબી અને જામનગર જિલ્લા સહકારી દૂધ સંઘો માટે રાજ્ય સરકારે રૂ.૧૬.૮૯ કરોડની સહાય મંજૂર કરી છે. મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારના આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ-કચ્છ વિસ્તારના પશુપાલકોને દૂધનું સારુ વળતર મળશે અને પશુપાલન વ્યવસાયને વેગ મળશે. જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને રૂ.૧૦૬૯.૧૩ લાખની સહાય. મોરબી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને રૂ.૪૭૫.૮૯ લાખની સહાય મંજૂર. જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને રૂ.૧૪૪.૦૮ લાખની સહાય અપાઇ

African cheetah will roam the bunny grasslands of Kutch

African Leopard In Kutch : કચ્છના બન્ની ઘાસના મેદાનોમાં આફ્રિકન ચિત્તા વિચરશે. વાત જાણે એમ છે કે, આફ્રિકાથી અમુક ચિત્તા કચ્છના બન્ની પ્રદેશમાં લાવવામાં આવશે. જેને લઈ હવે ચિત્તાના સંરક્ષણ અને-સંવર્ધન માટે બન્નીમાં બ્રિડિંગ સેન્ટરને મંજૂરી પણ મળી ગઈ છે. 'ચિત્તા કેન્ઝર્વેશન બ્રીડીંગ સેન્ટર'ના નિર્માણને કેન્દ્રની લીલીઝંડી મળી છે. નોંધનિય છે કે, એક સમયે ચિત્તાનો રહેણાંક ગણાતા બન્નીના ઘાસના મેદાનોમાં ફરી ચિત્તા દેખાશે. જેથી હવે કચ્છના બન્ની વિસ્તારમાં વધુ એક જૈવ વિવિધતા ઉમેરાશે. કચ્છ બન્નીના ઘાસના મેદાનોમાં ચિત્તાઓનું આગમન થશે. જેના ભાગરૂપે હવે આફ્રિકાથી અમુક સંખ્યામાં ચિત્તા ભારત લાવવામાં આવશે. ચિત્તાના સંરક્ષણ-સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે.  મહત્વનું છે કે, એક સમયે ચિત્તાનો રહેણાક વિસ્તાર ગણાતા બન્ની ઘાસના મેદાનમાં ફરી એકવાર ચિત્તા જોવા મળશે. 

Settlement scheme for installment of housing under EWS in Ahmedabad city

AUDA One Time Settlement Scheme : અમદાવાદ શહેરમાં EWS-વામ્બે આવાસ યોજનાના મકાનધારકોના બાકી હપ્તાને લઇ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદ શહેરમાં EWS અંતર્ગત આવાસના હપ્તા માટે સેટલમેન્ટ યોજના બહાર પડાઈ છે. વિગતો મુજબ ઔડાના EWS અને વામ્બે આવાસના 2510 ધારકોના હપ્તાની રકમ બાકી હોવાથી મકાન ધારકો બાકી હપ્તા ચૂકવે તે માટે વન ટાઇમ સેટલમેન્ટ કરાશે. અમદાવા શહેરમાં ઔડા દ્વારા વર્ષ 2001થી 2008 સુધીમાં EWS અને વામ્બે આવાસ યોજનાના મકાનો બનાવાયા હતા. જોકે કેટલાક લાભાર્થીઓ દ્વારા હજી સુધી માસિક હપ્તાની રકમ ભરાઇ નથી. જેને લઈ હવે ઔડાની મળેલી બોર્ડ બેઠકમાં બાકી હપ્તાને લઇ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આવાસના હપ્તા માટે સેટલમેન્ટ યોજના બહાર પડાઈ છે. મકાન ધારકો એક સાથે પૈસા ચૂકવે તો 100 ટકા પેનલ્ટી માફ કરાશે.

Gujarat High Court turned red eye on policeman appearing in court without uniform

Gujarat High Court  : ગુજરાત હાઇકોર્ટે  યુનિફોર્મ વિના કોર્ટમાં હાજર થયેલા પોલીસકર્મી સામે લાલઆંખ કરી છે. વાત જાણે એમ છે કે, હવે વર્દીની દરકાર ન કરનારા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે. HCએ યુનિફોર્મ વિના કોર્ટમાં હાજર થયેલા પોલીસકર્મી સામે લાલઆંખ કરી હતી. આ સાથે ખાખી વર્દીની દરકાર ન કરતા પોલસ અધિકારીઓથી હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટમાં યુનિફોર્મ વિના કોર્ટમાં હાજર થયેલા પોલીસકર્મી સામે લાલઆંખ કરતાં કહ્યું છે કે, આવા અધિકારી કોર્ટમાં ઉપસ્થિત રહેવા માટે લાયક નહીં. યુનિફોર્મ વિનાના કોઇ પણ અધિકારી સામે કાર્યવાહી થશે. 

sukhdev singh gogamedi murder case first arrest after five days shooter nitin fauji friend caught ramveer

કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યામાં પોલીસને પહેલી સફળતા મળી છે. જયપુર પોલીસે હત્યાના કાવતરામાં સામેલ રામવીર નામના શખ્સની ધરપકડ કરી છે. જયપુર પોલીસ કમિશનર બીજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું હતું કે ગોગામેડી હત્યા કેસના કાવતરાખોરોમાંના એક રામવીરની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આરોપી રામવીરે જયપુરમાં હત્યારા નીતિન ફૌજી માટે તમામ વ્યવસ્થા કરી હતી. એડિશનલ પોલીસ કમિશનર કૈલાશચંદ્ર બિશ્નોઇએ જણાવ્યું હતું કે આરોપી રામવીર શૂટર નીતિન ફૌજીનો નજીકનો મિત્ર છે.પોલીસે કહ્યું કે રામવીર સિંહ અને નીતિન ફૌજીનું ગામ નજીકમાં છે. રામવીર હરિયાણાના મહેન્દ્રગઢના સુરેતી પિલાનિયન ગામનો રહેવાસી છે. બંને 12માં ધોરણમાં એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. 12મું પાસ થયા બાદ નીતિન ફૌજી 2019-20માં સેનામાં જોડાયો હતો. રામવીરે 2017થી 2020 સુધી વિલ્ફ્રેડ કોલેજ, માનસરોવર, જયપુરથી બીએસસી અને વર્ષ 2021 થી 2023 માં વિવેક પીજી જયપુરથી એમએએસસી કર્યું હતું.

રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAની આજે દેશભરમાં છાપેમારી ચાલી રહી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 40થી વધારે ઠેકાણાઓ પર NIAનું સર્ચ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ છાપેમારી ISIS આતંકીઓ સાથે કનેક્શનની શંકામાં કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં ઠાણે, પુણે અને મીરા ભાયંદરમાં NIAની ટીમ પહોંચી. કર્ણાટકમાં ઘણી જગ્યાઓ પર NIAની ટીમો પહોંચી છે. હાલ તપાસ ચાલી રહી છે. NIAની ટીમની સાથે લોકલ પોલીસ ટીમો પણ છે. 

Pm modi vikasit bharat sankalp yatra beneficiaries anurag thakur other ministers and mp

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કૉંફરેન્સિંગના માધ્યમથી ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઑ, સાંસદો તથા ધારાસભ્યો પણ જોડાયા હતા. ભાષણ દરમિયાન પ્રધાનમંત્રીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, તમામ મહિલાઓની એક જ જાતિ છે, પરંતુ અમુક લોકો મહિલાઓમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે મારા માટે તો દેશના ગરીબો જ VIP છે. હાલમાં જ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જે દર્શાવે છે કે લોકોની મોદીની ગેરંટી પર ભરોસો છે. જે લોકોએ મારી ગેરંટી પર ભરોસો કર્યો છે, તે સૌનો હું આભારી છું. અમુક રાજકીય પાર્ટીઓ હજુ એ વાતને નથી સમજી રહી કે ખોટા વાયદાઓ કરી લેવાથી તમને કશું નહીં મળે. 

WHO WILL BE THE NEW CM OF RAJASTHAN, RAJE AND BALAKNATH IN RACE

ત્રીજી ડિસેમ્બરે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાના વિધાનસભા ચૂંટણીના પરિણામો દેશની સામે આવ્યા હતા. એક તરફ જ્યાં તેલંગાણામાં નવી સરકાર બની પણ ગઈ છે અને કામ પણ શરૂ થઈ ગયું છે ત્યાં બીજી તરફ અન્ય ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રીના નામનું પણ એલાન કરવામાં આવ્યું નથી. સૂત્રોનું માનીએ તો આ ઈંતેજાર હજુ સોમવાર સાંજ સુધી લંબાશે, અને સોમવારે સાંજે ધારાસભ્ય દળની બેઠકમાં જ નવા મુખ્યમંત્રીઑના નામનું એલાન કરવામાં આવશે. ત્રણેય રાજ્યોમાં સૌથી વધુ સસ્પેન્સ રાજસ્થાનને લઈને જામ્યું છે, કારણ કે અહીં દિગ્ગજ નેતા વસુંધરા રાજેનો દાવો ધીમે ધીમે નબળો પડી રહ્યો છે. વસુંધરા રાજેએ સૌથી પહેલા જયપુરમાં જ શક્તિ પ્રદર્શન કર્યું, લાગ્યું કે આવા શક્તિપ્રદર્શનની હાઇકમાન્ડ પર કોઈ અસર નહીં થાય તો તે પોતે દિલ્હી પહોંચ્યા અને અમિત શાહ તથા જેપી નડ્ડા સાથે મુલાકાત કરી. જોકે આ મીટિંગ બાદ પણ તેઓ હજુ સુધી રાજસ્થાન પરત ફર્યા નથી, બીજી તરફ હાઇકમાન્ડ દ્વારા ત્રણેય રાજ્યો માટે ઑબ્ઝર્વરની નિયુક્તિ કરી દેવામાં આવી છે

Whenever the BJP took more than 5 days to choose a CM, it was a game; What will happen in MP-Rajasthan and Chhattisgarh?

વિધાનસભા ચૂંટણીના પરિણામો 2023ને 5 દિવસ વીતી ગયા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીની પસંદગી કરી શકી નથી. મોટાથી લઈને નાના નેતાઓ એક જ વાત કહી રહ્યા છે - બધું હાઈકમાન્ડ નક્કી કરશે. હાઈકમાન્ડ એટલે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા. જોકે મુખ્યમંત્રીની પસંદગીમાં વિલંબના ગણિતથી મોટા નેતાઓના હૃદયના ધબકારા વધી ગયા છે. જ્યારે પણ ભાજપે મુખ્યમંત્રીની પસંદગી કરવામાં 5 દિવસથી વધુ સમય લીધો હતો, ત્યારે પાર્ટીએ જૂના ચહેરાની જગ્યાએ નવા ચહેરાને પ્રાધાન્ય આપ્યું હતું. ઉદાહરણ તરીકે 2017માં ભાજપે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની પસંદગી કરવામાં 9 દિવસનો સમય લીધો હતો. તે સમયે રાજનાથ સિંહ, મનોજ સિન્હા જેવા મોટા નેતાઓ મુખ્યમંત્રીની રેસમાં સામેલ હતા, પરંતુ ભાજપે નવા આવનાર મહંત યોગી આદિત્યનાથને મુખ્યમંત્રીની ખુરશી સોંપી દીધી.

No link between Corona vaccine and increased heart attack deaths: Central Govt

ગુજરાત સહિત ભારતભરમાં છેલ્લા છથી આઠ મહિનાથી હાર્ટઍટેકથી મૃત્યુના કેસમાં વધારો થતો જોવા મળ્યો છે. ઘણા લોકો એવો દાવો કરી રહ્યા છે કે કોરોના વેક્સિનની આડ અસરના કારણે હાર્ટઍટેક આવતા હોય તેવું બની શકે. આ મુદ્દા પર સોશ્યલ મીડિયા પર પણ ઘણી ભ્રમણાઑ ફેલાવવામાં આવી રહી છે. જોકે આ મુદ્દે હવે સંસદમાં જ સ્વાસ્થ્ય મંત્રીએ જવાબ આપ્યો છે. જેમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે વધતાં હાર્ટ ઍટેક અને કોરોના વેક્સિન સાથે કોઈ લેવા દેવા નથી. ICMR ની એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે કોવિડ-19ની વેક્સિનના કારણે હાર્ટઍટેકનો ખતરો નથી વધતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં આ જાણકારી આપી છે. સ્વાસ્થ્ય મંત્રીએ સવાલના લેખિત જવાબમાં કહ્યું કે હોસ્પિટલમાં દાખલ થયા બાદ, લાઈફસ્ટાઈલ, પારિવારિક ઈતિહાસ અથવા આકસ્મિક મૃત્યુના કારણે આ રેટ વધ્યો છે. 

Australia all-rounder Annabel Sutherland goes to DC for Rs 2 crore, most expensive buy so far

2024ની મહિલા IPL માટે મુંબઈમાં ખેલાડીઓની હરાજી શરુ થઈ છે અને અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એનાબેલ સધરલેન્ડ સૌથી મોંઘા ભાવે વેચાનારી ખેલાડી બની છે. દિલ્હી કેપિટલ્સે તેને 2 કરોડમાં ખરીદી છે. હરાજી માટે 165 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તમામ પાંચ ટીમોની પાસે 30 ખેલાડીઓની જગ્યા ખાલી છે. મહિલા પ્રીમિયર લીગ 2024ની હરાજીમાં કુલ 165 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આમાંથી 104 ભારતીય અને 61 વિદેશી ખેલાડીઓ હશે.કર્ણાટકની ઓપનર વૃંદા દિનેશને પણ લોટરી લાગી છે. યુપીની ટીમે તેને 1.3 કરોડમાં ખરીદી છે. વૃંદાની બેઝ પ્રાઈસ 15 લાખ હતી પરંતુ તેની પર પણ પૈસાનો વરસાદ થયો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ