બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / when shahrukh khan used to anchor for doordarshan tv and talked about kumar shanu

વાયરલ / જ્યારે દૂરદર્શન પર એન્કરિંગ કરતા હતા શાહરુખ ખાન, વાયરલ થઇ રહ્યો છે આ VIDEO

Published By: Mehul

Last Updated: 12:43 AM, 4 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરુખ ખાન ગત કેટલાક સમયથી કોઇ ફિલ્મમાં નજરે નથી પડ્યા. જોકે, સોશિયલ મીડિયામાં ઘણા કારણોથી ચર્ચામાં રહેતા હોય છે. હાલ શાહરુખ ખાન એક ખાસ કારણે ટ્રેન્ડ થઇ રહ્યા છે. એમનો એક જુનો દૂરદર્શનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા કિંગ ખાન એન્કરિંગ કરતા નજરે પડી રહ્યા છે.

  • ફિલ્મોથી દૂર શાહરુખ ખાન સોશિયલ મીડિયા પર થઇ રહ્યા છે ટ્રેન્ડ
  • શાહરુખ ખાનનો એક દુરદર્શનો વીડિયો વાયરલ થયો
  • શાહરુખની ગત ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન નથી કરી શકી

વાત એમ છે કે, શાહરૂખ ખાનના જન્મ દિવસને હજુ એક મહીનાનો સમય બાકી છે ત્યાં તેમના ગ્લોબલ ફેન્સ અત્યાર થી જ તેમના બર્થ ડેને લઇને ટ્વિટર પર #1MonthForSRKDay હેશટેગ ટ્રેન્ડ કરાવી રહ્યા હતા. ત્યારે શાહરુખ ખાનનો એક દુરદર્શનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. શાહરુખ ખાન એક ટીવી એન્કર તરીકે દૂરદર્શન પર નજરે પડ્યા. વીડિયોમાં તેમની સાથે એક લેડી એન્કર પણ હતા. આ વીડિયોમાં એન્કર કહે છે કે હવે કુમાર શાનૂ પર્ફોમ કરવા જઇ રહ્યા છે. તેના પર શાહરુખ પૂછે છે કે શું આ એ જ શાનૂ છે જે કિશોર કુમારની જેમ ગીત ગાવા માટે પ્રખ્યાત છે? 

તેના પર મહિલા એન્કરે કહ્યું કે તેમને લાગે છે કે કુમાર શાનૂનો એક અલગ અંદાજ છે, તેમના પર્ફોમન્સ બાદ જ કહી શકાશે કે તેમના વિશે ઓપિનિયન બનાવવો યોગ્ય રહેશે કે નહીં. ત્યારબાદ કુમાર શાનૂ સ્ટેજ પર ગીત ગાવા પહોંચ્યા.

 

નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પર ગોસિપ્સ શરૂ થયા છે કે, સુપરસ્ટાર શાહરુખ ખાનના સ્ટારડમ પર ઘણો નેગેટિવ પ્રભાવ પડ્યો છે. કેમકે શાહરુખની ગત ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી નથી. આથી શાહરુખે ત્યારબાદ એવુ કર્યું કે, જે સામાન્ય રીતે નથી કરતા, બિઝી લાઇફ જીવનાર શાહરુખે કામથી બ્રેક લઇને પોતાના પરિવાર સાથે રજા ગાળવા ચાલ્યા ગયા. 

સંકળાયેલા મુદ્દાઓ

Anchor Bollywood News Doordarshan Kendra Kumar Shanu entertainment news shahrukh khan ગુજરાતી ન્યૂઝ Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ