બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / weekly horoscope saptahik rashifal 6 to 12 november 2023 of all zodiac signs

Astrology / તમામ રાશિનું સાપ્તાહિક રાશિફળ: દિવાળી પહેલા આ લોકોને અઢળક ધનલાભ થવાના યોગ, જાણૉ કોનું વધશે ટેન્શન?

Manisha Jogi

Last Updated: 04:08 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ સપ્તાહની શરૂઆતમાં બુદ્ધિના દાતા અને ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહ વૃશ્વિક રાશિમાં પ્રવેશ કરશે. તમામ રાશિના જાતકો પર શુભ અને અશુભ અસર થશે. 12 રાશિના જાતકોનું સાપ્તાહિક રાશિફળ કેવું રહેશે.

  • બુધ ગ્રહ વૃશ્વિક રાશિમાં પ્રવેશ કરશે
  • તમામ રાશિના જાતકો પર શુભ અને અશુભ અસર થશે
  • તમામ રાશિના જાતકોનું સાપ્તાહિક રાશિફળ કેવું રહેશે?

નવેમ્બર મહિનાનું બીજુ સપ્તાહ કેટલાક લોકો માટે શુભ ફળદાયી સાબિત થશે. આ સપ્તાહની શરૂઆતમાં બુદ્ધિના દાતા અને ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહ વૃશ્વિક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય પહેલેથી જ આ રાશિમાં બિરાજમાન હોવાથી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. ઉપરાંત શુક્ર અને કેતુની યુતિ બની રહી છે.  જેના કારણે તમામ રાશિના જાતકો પર શુભ અને અશુભ અસર થશે. 12 રાશિના જાતકોનું સાપ્તાહિક રાશિફળ કેવું રહેશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મેષ- વગર કામના ખર્ચા ના કરવા અને બચત કરવી. પાર્ટનરના શાંત સ્વભાવને કારણે માનસિક શાંતિ મળશે, જેથી ખુલીને વાત કરવી જોઈએ. 

વૃષભ- બજેટ બનાવીને ખર્ચા કરવા અને સમજી વિચારીને રોકાણ કરવું. પરિવારને પૈસાનું મહત્ત્વ સમજાવો. વૈવાહિક જીવન સુખમયી રહેશે. તમે જીતના પંથે આગળ વધી રહ્યા છો.

મિથુન-  આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. રોકાણ કરવા માટેનો સારો સમય છે. લાઈફ પાર્ટનર સાથે વાત કરો અને તેની સાથે સમય પસાર કરો. અંગત અને પ્રોફેશનલ જીવનમાં સંતુલન જાળવો. 

કર્ક- ઘરના સભ્યો સાથે ચર્ચા કરીને મહત્ત્વપૂર્ણ નિર્ણય લો. નોકરી અને બિઝનેસમાં સલાહ કામ આવી શકે છે. રિલેશનશીપની વાતોને ગુપ્ત રાખવી. 

સિંહ- બજેટ બનાવીને જ ખર્ચ કરવો. મ્યુચ્યુઅલ ફંડમાં સમજી વિચારીને રોકાણ કરવું. પાર્ટનરને સમય આપો, નહીંતર વાત બગડી શકે છે. જોખમ લેવા માટે યોગ્ય સમય છે. 

કન્યા- આર્થિક મામલાઓ બાબતે પરિવાર સાથે ચર્ચા કર્યા પછી જ નિર્ણય લેવો. લવ લાઈફ સારી રહેશે. લગ્ન બાબતે વિચાર કરી શકો છો. યોજનાબદ્ધ રીતે કામ કરવાથી સફળતા મળશે. 

તુલા- નાણાંકીય લાભ થશે અને આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે. લવ લાઈફમાં આગળ વધો લાઈફ પાર્ટનરને મેળવવામાં સફળતા મળશે. મેરેજ ફાઈનલ થઈ શકે છે. અગાઉની સમસ્યા દૂર થશે અને નવી શરૂઆત થશે. 

વૃશ્વિક- આર્થિક બાબતે હાલનો સમય યોગ્ય છે. નાણાંકી બચત કરવા બાબતે વિચારણાં કરો. નિષ્ણાંતની સલાહ વગર રોકાણ ના કરવું. પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો. 

ધન- બજેટ અનુસાર ખર્ચ કરો. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો થવાની તક મળશે. પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે, અન્ય લોકોની ટીકા ના કરવી. 

મકર- રોકાણ માટે સારો સમય છે. લવ લાઈફ સારી રહેશે. પાર્ટનર સાથે યોગ્ય રીતે વાતચીત કરી શકશો અને સહયોગ પ્રાપ્ત થશે. ટ્રિપ પર જવા માટેનો સારો સમય છે. 

કુંભ- આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. પરિવારમાં ખુશી રહેશે. પાર્ટનર સાથે સંબંધ મજબૂત થશે, નવા મિત્રો બનાવશો. 

મીન- પાર્ટનર સાથેના સંબંધમાં સમસ્યા આવી શકે છે. આ સમસ્યાનું નિવારણ લાવવાની કોશિશ કરો. કરિઅર માટે સારો સમય છે. તમારા ટેલેન્ટને સમજો અને તેનો ઉપયોગ કરો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ