બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / મુંબઈ / weather update rain alert monsoon imd forecast 25 august

આગાહી / હવે વરસાદ આવ્યો જ સમજો, આગામી 5 દિવસોમાં આ રાજ્યોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી

Dharmishtha

Last Updated: 08:19 AM, 25 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMDએ કહ્યું છે કે બુધવારથી લઈને આવતા કેટલાક દિવસ સુધી કેટલાક રાજ્યોમાં સતત વરસાદ થશે.

  • IMDએ વરસાદને લઈને એલર્ટ જારી કર્યુ 
  • પૂર્વ- પશ્ચિમની કેટલીક જગ્યાઓ પર 25 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી
  • ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ 27 ઓગસ્ટ સુધી વરસાદ થશે

IMDએ વરસાદને લઈને એલર્ટ જારી કર્યુ 

દેશના કેટલાક ભાગમાં મંગળવારે ભારે વરસાદ થયો છે. જેમાં ઉત્તર પ્રદેશ,મધ્ય પ્રદેશ સહિત કેટલાક અન્ય રાજ્યો પણ સામેલ છે. વરસાદથી આ રાજ્યોમાં લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે. આ દરમિયાન ભારત હવામાન વિભાગ  (IMD)એ જાણકારી આપી છે કે બુધવારથી લઈને આવતા કેટલાક દિવસ સુધી કેટલાક રાજ્યોમાં સતત વરસાદ થશે. આને લઈને  IMDએ એલર્ટ જારી કર્યુ છે.

પૂર્વ- પશ્ચિમની કેટલીક જગ્યાઓ પર 25 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી

IMDનું રહેવું છે કે ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં અનેક વિસ્તારોમાં અને પશ્ચિમી ભાગેમાં કેટલીક જગ્યાઓ પર 25 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી છે. આ દરમિયાન ક્યાંય ભારે તો ક્યાંક હળવો વરસાદ થશે. ત્યારે નોર્થ ઈસ્ટ ભારત, મધ્ય ભારત અને પશ્ચિમી તટીય વિસ્તારમાં આવતા 4થી 5 દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ક્યાંય ભારે તો ક્યાંક ઝરમર વરસાદ થશે

આ સાથે ઉત્તર પૂર્વ ભારત, બંગાળના સૌથી હિમાલયી વિસ્તાર અને સિક્કિમમાં 27 ઓગસ્ટ સુધી વરસાદ થશે. આસામ અને મેઘાલયના મોટાભાગના વિસ્તારમાં 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદ થવાની આગાહી છે. ત્યારે યુપી, બિહાર અને ઉત્તરાખંડમાં 27 ઓગસ્ટ સુધી ઝરમર વરસાદ થવાની વાત કહેવામાં આવી છે.  આ ઉપરાંત તમિલનાડુ, કેરળ અમે માહેમાં 26 અને 27 ઓગસ્ટે વરસાદનું અનુમાન છે. ત્યારે રાજસ્થાનને છોડી અન્ય મધ્યમ ભારતીય વિસ્તારમાં 27 ઓગસ્ટ સુધી વરસાદ થવાનું અનુમાન છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ 27 ઓગસ્ટ સુધી વરસાદ થશે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ 27 ઓગસ્ટ સુધી વરસાદ થશે

હવામાન વિભાગનું કહેવું છે કે રાજસ્થાનમાં 24 ઓગસ્ટથી વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો થશે જ્યારે 25-28 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગોમાં હવામાનના મુખ્યતઃ શુષ્ક રહેવાની શક્યતા છે. 29 ઓગસ્ટથી એક નવી સિસ્ટમ બનવાથી રાજ્યમાં એક વાર ફરી વરસાદની ગતિવિધિઓમાં વધારો થશે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયે જ કેટલાક સ્થાનો પર વરસાદના અણસાર છે.

 

30 ઓગસ્ટ સુધી લો પ્રેશરમાં ફેરવાઈ શકે 

ત્યારે ખાનગી સંસ્થા સ્કાઈમેટ વેધરનું કહેવું છે કે હવામાન પ્રણાલી સપ્તાહાંતની આસપાસ મોનસૂન ગતિવિધિને પુનજીવિત કરશે અને ચોમાસુ વરસાદને દેશના પૂર્વ, મધ્ય અને ઉત્તરના ભાગો સુધી લઈ જેશે. આ હવામાન પ્રણાલી ચોમાસાના પૂર્વ  છેડાને દક્ષિણ તરફ ખેંચશે અને તે બાદ બ્રેક મોનસૂનની સ્થિતિને સમાપ્ત કરશે. આ ચક્રવાતી હવાઓના ક્ષેત્ર સંગઠિત થઈ જશે અને 30 ઓગસ્ટ સુધી લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Rain Weather વરસાદ હવામાન વિભાગ Weather Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ