ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / તારીખ નોંધી લેજો, કારણ કે કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં ત્રાટકશે માવઠું: અંબાલાલ
Last Updated: 02:22 PM, 16 March 2026
ADVERTISEMENT
ગુજરાતમાં ભરઉનાળાની શરૂઆત વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા ઉભી થઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની આગાહી કરતાં ખેડૂતોમાં ચિંતા વધારી છે. તેમના જણાવ્યા અનુસાર 18 માર્ચથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT
આ આગાહી મુજબ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પણ આબોહવામાં ફેરફાર જોવા મળી શકે છે અને અહીં પણ કમોસમી વરસાદ વરસી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT

હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ આ વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. જેના કારણે પાકને નુકસાન થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ખાસ કરીને ગહું, જીરૂ, ડુંગળી અને શાકભાજી જેવા પાકોને અસર થવાની ભીતિ છે.
ADVERTISEMENT

ખેડૂતો માટે હાલ પાક કાપણી અને બજારમાં વેચાણનો મહત્વનો સમય ચાલી રહ્યો છે. એવા સમયે કમોસમી વરસાદ અને પવનના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સુરતમાં ધો. 10ના વિદ્યાર્થી પર ચાર સગીરોનો ચપ્પાંથી જીવલેણ હુમલો, વિદ્યાર્થી ઇજાગ્રસ્ત
હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તેથી ખેડૂતોને સાવચેત રહેવા અને પાકને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ ઊભું થવાની શક્યતા વચ્ચે ખેડૂતો હવે આગામી દિવસોના હવામાન પર નજર રાખી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.