ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, આગામી 4 દિવસ માટે હવામાન વિભાગની ભયંકર આગાહી

હવામાનની ગરમ આગાહી / ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, આગામી 4 દિવસ માટે હવામાન વિભાગની ભયંકર આગાહી

Published By: Priykant Shrimali

Last Updated: 02:49 PM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Forecast Latest News : રાજ્યમાં ગરમીનો પ્રકોપ ચરમ સીમાએ, હજી આગામી ચાર દિવસ સુધી હિટવેવની આગાહી, અમદાવાદમાં અને ગાંધીનગરમાં બે દિવસ રેડ અલર્ટ

ADVERTISEMENT

Gujarat Weather Forecast : રાજ્યમાં પડી રહેલ અતિશય ગરમીની વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, રાજ્યવાસીઓએ હજુ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગરમીનો પ્રકોપ ચરમ સીમાએ રહેશે. વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગનું માનીએ તો હજી પણ ગુજરાતમાં આકરી ગરમી પડશે. હાલ અમદાવાદનું તાપમાન 45.9 ડિગ્રી અને ગાંધીનગરમા 45.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે આગાહી મુજબ આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, ખેડા, પંચમહાલ, અરવલ્લી, અમરેલી, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, કચ્છ, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે.

વધુ વાંચો : ગુજરાતમાં મોત આપતી પ્રચંડ ગરમી! બચવા આટલું કરો, લૂના લક્ષણો જાણો

હવામાનની આગાહી મુજબ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 46 ડિગ્રી તાપમાન રહી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર પશ્ચિમી પવન ફૂંકવાને કારણે ગરમીની અસર વર્તાઈ રહી છે. જે ગરમીમાં ચાર દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થશે. જોકે ત્યાં સુધી લોકોએ આકરી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

heatwave Weather Forecast Gujarat Weather Forecast

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ