બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:33 AM, 2 September 2021
ADVERTISEMENT
હવામાન વિભાગ (IMD) અનુસાર ઓગસ્ટ મહિનામાં સામાન્યથી 24 ટકાથી ઓછો વરસાદ થયો. પરંતુ સપ્ટેમ્બર મહિનાની શરુઆત થતા જ દેશના અનેક રાજ્યોમાં વરસાદનો દોર શરુ થયો છે. ગુજરાતના અનકે વિસ્તારોમાં ગત 2 દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજસ્થાનમાં પણ વરસાદનો દોર જારી છે. દિલ્હીમાં પણ સપ્ટેમ્બરના મહિનામાં વરસાદનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સતત બીજા દિવસે વરસાદનો દોર જારી છે. બીજી તરફ પૂર્વ ભારત સહિત ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ થઈ શકે છે.
ગુજરાતમાં વરસાદની સ્થિતિ
ADVERTISEMENT
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ધમાકોદાર વરસાદ પડી રહ્યો છે જેનાથી વરસાદની અછતનો સામનો કરી રહેલા રાજ્યોને થોડીક રાહત મળી. આ ચોમાસામાં ગુજરાતમાં અત્યાર સુધીમાં 47 ટકા ઓછો વરસાદ થયો છે. ભારતમાં હવામાન વિભાગના એક અધિકારીએ કહ્યું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભગોમાં આવનારા બે દિવસોમાં હજું વરસાદ થવાની શક્યતા છે.

ADVERTISEMENT
આ વિસ્તારોમાં ભારે વરસાદ
IMDએ એક જાહેરાતમાં કહ્યું કે ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર પર બની રહેલ ચક્રવાતી પરિસંચરણ હવે ગુજરાતના વિસ્તારો અને તેના પડોશમાં આવી ગયું છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગિર સોમનાથ, દ્વારકા, રાજકોટ અને પોરબંદર જેવા જિલ્લાની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં બુધવારે ભારે વરસાદ થયો.
ADVERTISEMENT
યુપીમાં વરસાદ
ઉત્તર પ્રદેશમાં ગત 24 કલાકમાં રાજ્યોમાં કેટલાક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદ થયો. જ્યારે અલગ અલગ સ્થાનો પર ગર્જના સાથે છાંટા પડ્યા. હવામાન વિભાગે બુધવારે જણાવ્યું કે મથુરા સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ અનુસાર 2થી 4 સપ્ટેમ્બર પૂર્વ યુપીના કેટલાક સ્થાનો પર અને પશ્ચિમ યુપીમાં અલગ અલગ સ્થાનો પર વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આશંકા છે.
ADVERTISEMENT

રાજસ્થાનમાં એલર્ટ
ADVERTISEMENT
ચોમાસામાં એક વાર ફરી સક્રિય થવાથી જયપુર સહિત રાજસ્થાનના અનેક વિસ્તારોમાં બુધવારે ભારે વરસાદ થયો. આ દરમિયાન ચુરુમાં 41.4 મિમી. વરસાદ નોંધાયો છે. હવામાન કેન્દ્ર જયપુર અનુસાર બુધવારે અલવરમાં 37.2 મિમી, ચિત્તૌડગઢમાં 36.0 મિમી., સીકરમાં 28 મિમી, ડબોકમાં 11.8 મિમી, ભીલવાડામાં 9.4 મિમી વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારે રાજ્યના સિરોહી, જાલોર, પાલી અને બાડમેર જિલ્લામાં ભારે વરસાદને લઈને ચેતવણી જારી કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.