ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આ તો હજુ ત્રીજી વેવની શરૂઆત છે
WHO ના ચીફ ટેડરોસ અધનોમ ગેબ્રેયેસસે ગુરુવારે કહ્યું હતું કે ''દુર્ભાગ્યે આપણે કોવિડ19 ના ત્રીજા વેવનાં શરૂઆતના તબક્કામાં છીએ. કોરોના વાયરસ દિનપ્રતિદિન વધારે મજબૂત બની રહ્યો છે. નવા નવા વેરિયન્ટ આવી રહ્યા છે, તે પૈકી ડેલ્ટા વેરિઅન્ટ હાલમાં 111 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને આવનાર સમયમાં તે સૌથી પ્રભાવી વેરિયન્ટ તરીકે જગત માટે પડકારરૂપ બની શકે છે.
ADVERTISEMENT
કોરોનાણે ફેલાતો અટકાવવા માટે સાવચેતીરૂપ પગલાં લેવા તરફ ધ્યાન દોરતાં તેમણે જણાવ્યું હતું કે, વધી રહેલ સામાજિક ગતિશીલતા અને ઘટતી જાગરૂકતાના કારણે રોજિંદા કેસ અને મૃત્યુની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
એક અઠવાડિયામાં 30 લાખ કેસ
ADVERTISEMENT
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર છેલ્લા એક અઠવાડિયામાં 30 લાખ કોરોના કેસ જોવા મળ્યા છે. જે અગાઉના આંકડાની સાપેક્ષમાં 10% નો વધારો સૂચવે છે. તો આ ઉપરાંત મૃત્યુઆંકમાં 3% જેટલો વધારો થયો છે. જે છેલ્લા 9 અઠવાડિયાથી સતત ઘટી રહેલી કેસ સંખ્યાના ટ્રેન્ડથી એકદમ વિપરીત હોવાથી ચિંતાનો વિષય છે.
સૌથી વધારે કેસ આ દેશોમાંથી આવ્યા
ADVERTISEMENT
પોતાના સાપ્તાહિક રિપોર્ટમાં યુનાઈટેડ નેશન્સ હેલ્થ એજન્સીએ કહ્યું હતું કે સૌથી વધારે કેસ બ્રાઝિલ, ભારત, ઈન્ડોનેશિયા અને બ્રિટનમાંથી જોવા મળ્યા હતા. WHO ના કહેવા અનુસાર સૌથી પહેલા ભારતમાં જોવા મળેલો ડેલ્ટા વેરિયન્ટ હવે વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે અને આગામી સમયમાં સૌથી પ્રભાવી વેરિઅન્ટ તરીકે ઊભરી આવે તેવી સંભાવના છે.
WHO ના કહેવા અનુસાર ઘણા દેશોમાં કોવિડ 19 પ્રતિબંધો હટાવવા માટે દબાણ વધારવામાં આવી રહ્યું છે. પરંતુ આયોજનના અભાવના કારણે આ જોખમી સાબિત થઈ શકે છે. મેળાવડાઓ કે પ્રવાસનના નિયમો હટાવવાથી કોરોનાનો ફેલાવો વધારે ગતિએ થવાની સંભાવના છે. જેના કારણે હેલ્થકેર સિસ્ટમ પર દબાણ વધશે.
111 દેશો ડેલ્ટા વેરીયન્ટથી પ્રભાવિત છે જે આવનાર સમયમાં વૈશ્વિક સ્તરે વધે તેવી સંભાવનાઓ છે માટે શક્ય એટલું ઝડપથી વેકસીનેશન કરવું અને સાવચેતી રાખવી એ જ સલાહભર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ