બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Was Shubman Gill really out? Cameron Green breaks his silence on controversial catch, tells the whole truth

WTC final / શું શુભમન ગિલ ખરેખર આઉટ હતો ? કેચ પકડનાર ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરે પોતે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું..

Pravin Joshi

Last Updated: 03:01 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીને શુભમન ગિલના વિવાદાસ્પદ કેચ પર મૌન તોડ્યું છે. ગ્રીને ગિલનો વિવાદાસ્પદ કેચ ઝડપ્યો હતો. જેને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. ગ્રીનની સાથે લોકો થર્ડ અમ્પાયર પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે, જેમણે ભારતીય ઓપનરને આઉટ આપ્યો હતો.

  • શુભમન ગિલ બીજા દાવમાં વિવાદાસ્પદ રીતે આઉટ
  • કેમેરોન ગ્રીનના વિવાદાસ્પદ કેચ પર હોબાળો થયો
  • ગ્રીને શુભમન ગિલના વિવાદાસ્પદ કેચ પર મૌન તોડ્યું 

શું ટીમ ઈન્ડિયાનો યુવા ઓપનર શુભમન ગિલ ખરેખર આઉટ હતો? જો તે આઉટ હતો તો આટલો બધો હોબાળો કેમ ? કેપ્ટન રોહિત શર્માથી લઈને અનુભવી સુનીલ ગાવસ્કર આ નિર્ણયથી ખુશ ન હતા. હવે ઓસ્ટ્રેલિયન ફિલ્ડર કેમરોન ગ્રીને શુભમન ગિલના વિવાદાસ્પદ કેચ પર પોતાનું મૌન તોડતા સમગ્ર સત્ય કહી દીધું છે. ગ્રીને જણાવ્યું કે તેને કેમ લાગ્યું કે તેણે ગિલનો ક્લીન કેચ લીધો છે. થર્ડ અમ્પાયર સિવાય સોશિયલ મીડિયા પર લોકોએ ગીલને આઉટ આપવા બદલ ગ્રીન અને આખી ઓસ્ટ્રેલિયન ટીમને ખૂબ ખરાબ ગણાવી હતી. ચોથા દિવસની રમત સમાપ્ત થયા બાદ કેમેરોન ગ્રીન જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો ત્યારે તેને વિવાદાસ્પદ કેચ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જ્યારે ગ્રીનને શુભમન ગિલના વિવાદાસ્પદ કેચ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, તે સમયે મને લાગ્યું કે મેં કેચ પકડ્યો છે. પરિસ્થિતિ એવી હતી કે જ્યારે મેં કેચ લીધો ત્યારે મને લાગ્યું કે મેં જે કેચ લીધો છે તે ક્લીન છે. તે મારા માટે સ્પષ્ટ હતું કે મેં યોગ્ય રીતે કેચ પકડ્યો હતો. પરંતુ તે પછી મેં તેને ત્રીજા અમ્પાયર પર છોડી દીધું જે મારા કેચ સાથે સહમત હોય તેવું લાગતું હતું.

 


ગ્રીને આઠમી ઓવરમાં ગિલનો વિવાદાસ્પદ કેચ ઝડપ્યો હતો

આ ઘટના ભારતીય ઇનિંગ્સની આઠમી ઓવરના પ્રથમ બોલ પર બની હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે બોલ પેસર સ્કોટ બોલેન્ડને આપ્યો અને તેણે ઓવરનો પહેલો બોલ સારી લેન્થ પર ફેંક્યો. શુભમન ગિલ આ બોલનો બચાવ કરવા માંગતો હતો. બોલ બેટને ટચ કરીને આગળ ગયો. જ્યાં કેમરૂન ગ્રીને ડાઇવ કરીને એક હાથે બોલ કેચ કર્યો હતો. જોકે એવું લાગતું હતું કે ગ્રીને આ કેચ ક્લીનલી પકડ્યો ન હતો કારણ કે બોલ જમીનને સ્પર્શી રહ્યો હતો.

કોહલી અને રહાણે પાસેથી અપેક્ષાઓ

જો કે મેચની વાત કરીએ તો ભારતીય ટીમને રવિવારે પાંચમા દિવસે જીતવા માટે 280 રનની જરૂર છે. ટીમ ઈન્ડિયા આ રનનો પીછો કરીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. ચોથા દિવસે ભારતે 3 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. હવે સમગ્ર જવાબદારી વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે પર છે જે હાલમાં ક્રિઝ પર છે. વિરાટ 44 અને રહાણે 20 રન બનાવીને અણનમ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ