બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ward-wise Grievance Redressal Meeting of AMC will be held in Ahmedabad during these dates

વોર્ડસભા / માત્ર 3 જ દિવસમાં સમસ્યાનો નિકાલ! આ તારીખો દરમિયાન અમદાવાદમાં યોજાશે AMCની વોર્ડદીઠ ફરિયાદ નિવારણ સભા

Malay

Last Updated: 03:39 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના તમામ 48 વોર્ડમાં 5થી 14 ઓગસ્ટ સુધી વોર્ડસભા યોજાશે, જેમાં નાગરિકોની મ્યુનિ. તંત્રલક્ષી ફરિયાદ સાંભળવામાં આવશે અને માત્ર ત્રણ દિવસમાં ફરિયાદનો નિકાલ લાવવામાં આવશે.

  • અમદાવાદમાં વોર્ડદીઠ ફરિયાદ નિવારણ સભા યોજાશે
  • 48 વોર્ડમાં 5થી 14 ઓગસ્ટ સુધી વોર્ડસભા યોજાશે
  • સંસદ સભ્યથી લઈને ઉચ્ચ અધિકારીઓ રહેશે હાજર

રોજબરોજના જીવનમાં ડગલે ને પગલે અન્યાયને ઝેરના ઘૂંટડાની જેમ ગટગટાવનાર સામાન્ય માણસ જ્યારે કચકડાની દુનિયામાં ફિલ્મી હીરોને 'નાયક'માં ઓન ધ સ્પોટ ન્યાય આપતો જુએ છે ત્યારે રાજીનો રેડ થઈ જાય છે, જોકે રીલ લાઇફની ઘટના રિયલ લાઇફમાં પણ બને અને નાગરિકોને ફટાફટ ન્યાય મળે તેવો સમય પણ શહેરના ભાજપના શાસકો અને મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનની દીર્ઘદૃષ્ટિથી આવ્યો છે. સરકારી તંત્ર એટલે કે બહેરા કાને અથડાઈને પાછી આવતી ફરિયાદો એવી સામાન્ય સમજણથી વિપરીત હવે અમદાવાદમાં જે પ્રકારે વોર્ડદીઠ ફરિયાદ નિવારણ સભા યોજાવા જઈ રહી છે તેમાં જે તે નાગરિકની મ્યુનિ. તંત્રલક્ષી ફરિયાદનો માત્ર ત્રણ દિવસમાં નિકાલ આવશે. 

Tag | VTV Gujarati
ફાઈલ ફોટો

ફરિયાદ નિવારણ વોર્ડસભા યોજાશે
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ નાગરિકોની ફરિયાદોનો લોકાભિમુખ અભિગમથી નિકાલ થાય તે માટે સમગ્ર શહેરના તમામ 48 વોર્ડમાં ફરિયાદ નિવારણ વોર્ડસભાનું આયોજન હાથ ધર્યું છે. આ ફરિયાદ નિવારણ વોર્ડસભા આગામી તા.5 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી યોજાશે, જેનો સમય સવારના 9.00 વાગ્યાથી બપોરના 1.00 વાગ્યા સુધીનો રહેશે, જેમાં જે તે વિસ્તારના સંસદસભ્ય, ધારાસભ્ય, મ્યુનિ. તંત્રના પદાધિકારીઓ, કોર્પોરેટરો તેમજ જે તે ઝોનના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.

થલતેજમાં 4 જગ્યાએ યોજાશે વોર્ડસભાઃ હિતેશ બારોટ 
સર્ક્યુલર નં. 23 દ્વારા મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને ફરિયાદ નિવારણ વોર્ડસભા કાર્યક્રમને લગતી ઝીણામાં ઝીણી વિગત પ્રસિદ્ધ કરી છે. આ મામલે મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ કહે છે કે કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી ગ્રામસભાની જેમ શહેરમાં વોર્ડસભા યોજાવા જઈ રહી છે, જેમાં આઠ વિભાગને સાંકળતા વિવિધ પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરાશે. હું મારા થલતેજ વોર્ડની વાત કરું તો આ વોર્ડની તમામ સોસાયટી સહિતના રહેણાક વિસ્તારના સેક્રેટરી-ચેરમેનને ફોન અને વોટ્સએપ કોલ તેમજ સોશિયલ મીડિયા દ્વારા કાર્યક્રમ અંગે જાણકારી અપાશે. એક-એક વોર્ડસભામાં 500થી 600 લોકો હાજર રહે તેવી દિશામાં અમારા પ્રયાસ થઈ રહ્યા છે. પહેલી વોર્ડસભા બોડકદેવના પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલમાં યોજાશે. તે જ દિવસે શાહીબાગની પ્રીતમપુરા શાળા નં.3, સાબરમતીના રુ‌ક્ષ્મણી ભાવસાર કોમ્યુનિટી હોલ અને વાસણાના ચંદ્રમૌલેશ્વર કોમ્યુનિટી હોલ એમ કુલ ચાર જગ્યાએ વોર્ડસભાનું આયોજન નક્કી કરાયું છે.

હવે મોડી રાતે અધિકારીઓ રસ્તા પર દેખાય તો ચોંકતા નહીં...! AMC કમિશનરે આપ્યા  મોટા આદેશ | AMC Commissioner's order to the officer
એમ. થેન્નારસન (કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) 

નાગરિકો કઈ કઈ ફરિયાદો કરી શકશે?
પ્રોપર્ટી ટેક્સ વિભાગ, વ્યવસાયવેરા વિભાગ, ઈજનેર વિભાગ, એસ્ટેટ વિભાગ, આરોગ્ય વિભાગ, યુસીડી વિભાગ, આઇસીડીએસ વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ એમ કુલ આઠ વિભાગને લગતી ફરિયાદો જે તે નાગરિક આ વોર્ડસભામાં રજૂ કરી શકશે. 

અરજદાર નાગરિકને ફરિયાદના નિકાલ અંગે જાણ કરાશે
મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનના આદેશ મુજબ જે તે વોર્ડસભાની કામગીરીનો અહેવાલ તે જ દિવસે સાંજના સાડા ચાર વાગ્યે જે તે ઝોન દ્વારા પ્લાનિંગ વિભાગને મોકલાશે અને પ્લાનિંગ વિભાગ દ્વારા તમામ ઝોનનો સંકલિત અહેવાલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના કાર્યાલય અને મ્યુનિ. કમિશનરને મોકલવામાં આવશે. ત્રણ દિવસમાં આ ફરિયાદનો નિકાલ કરી તેની જાણ અરજદારને જે તે વિભાગ દ્વારા કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ