ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / vulgar content like any web series not porn raj kundras lawyer

પોર્નોગ્રાફી કેસ / સંભોગ જેવું વીડિયોમાં કંઈ દર્શાવાયું જ નથી, એટલે પોર્ન ન કહી શકાય : કુંદ્રાનાં વકીલની દલીલ

Published By: Kiran

Last Updated: 04:45 PM, 22 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ પોલીસ દ્વારા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મો બનાવવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનામાં હવે નવા વળાંકો આવી રહ્યા છે.

ADVERTISEMENT

  • રાજ કુંદ્રાના વકીલની કોર્ટમાં દલીલ 
  • વલ્ગર કન્ટેન્ટ કહી શકાય પોર્ન નહીં 
  • ધરપકડ કરવાની જરૂર ન્હોતી 

રાજ કુંદ્રાના વકીલનો કોર્ટમાં ખુલાસો 
બિઝનેસમેન રાજ કુંદ્રાના વકીલ દ્વારા ધરપકડ મામલે કોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે જે કેસમાં પોલીસ ફરિયાદ નોંધી છે તે પોર્ન ફિલ્મો બનાવવાનો આરોપ સાચો નથી. વકીલ આબાદ પોંડા દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે આ કેસમાં ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 ના સેકશન 67 A ને ખોટી રીતે લાગુ કરવામાં આવી છે. આ સેકશન હેઠલ કુન્દ્રાને સમગ્ર મામલે મુખ્ય આરોપી ઠરાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેને કોર્ટ સામે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં વકીલ પોંડાએ દલીલ કરી હતી કે આ વલ્ગર કન્ટેન્ટ ગણી શકાય પણ પોર્ન બિલકુલ ન કહી શકાય. 

સંભોગ દર્શાવવામાં આવ્યો નથી 
ઇંડિયન પિનલ કોડના કાનૂન હેઠળ જેમાં સંભોગ દર્શાવવામાં આવ્યો ન હોય એવા કન્ટેન્ટને પોર્ન ન ગણતાં માત્ર અશ્લીલ કે અરુચિકર ગણી શકાય. પોલીસ આજકાલ વેબ સીરિઝના કન્ટેન્ટને પણ ધ્યાનમાં લઈને પગલા લેતી હોય છે, એ અશ્લીલ કન્ટેન્ટ જરૂર છે પરંતુ એને પોર્ન કહી શકાય નહીં. 

ધરપકડ કરવાની જરૂર ન્હોતી 

તેમણે ઉમેર્યું હતું કે જ્યાં સુધી ધરપકડ કર્યા વિના તપાસ આગળ વધી શકે એમ હોય ત્યાં સુધી ધરપકડ કરવી યોગ્ય નથી. પોલીસ કસ્ટડી આવા કેસમાં અપવાદરૂપ હોવી જોઈએ ફરજિયાત નહીં. હા પોલીસ આરોપીની મદદ લઈને તપાસ આગળ વધારી શકી હોત પણ તેમણે એવું કર્યું નહીં 

આરોપ અનુસાર રાજ કુંદ્રાએ એપ એક યુનાઈટેડ કિંગ્ડમની કંપની કેનરીન પ્રાઇવેટ લિમિટેડને વેચી દીધી હતી જે તેમના સાળા પ્રદીપ બક્ષીની માલિકીની છે. કુંદ્રાની વિયાન ઇન્ડસ્ટ્રીઝ લંડનની કંપની કેનરીન લિમિટેડ સાથે ટાઈ-અપ ધરાવે છે. જે હોટશોટ એપની માલિકી હેઠળ આવે છે.  

સંકળાયેલા મુદ્દાઓ

porn video case pornogaphy case raj kundra પોર્નોગ્રાફી કેસ રાજ કુંદ્રા pornography case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ