બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VTV's ground report on milk bags given to children being found in the river

ચોંકાવનારી ઘટના / બાળકોને અપાતી દૂધની થેલીઓ નદીમાંથી મળવા અંગે VTVનો ગ્રાઉન્ડ રિપોર્ટ, તંત્ર થયું દોડતું

Malay

Last Updated: 01:09 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના તીતવા ગામેથી પસાર થતી મોંઢોળા નદીમાંથી સંજીવની દૂધની થેલીઓ મળવા અંગે VTV ન્યૂઝનો ગ્રાઉન્ડ રિપોર્ટ

 

  • નદીમાંથી સંજીવની દૂધની થેલીઓ મળી
  • VTV NEWSનો ગ્રાઉન્ડ રિપોર્ટ
  • મઢીના તીતવા ગામ પાસેનો બનાવ
  • મીંઢોળા નદીમાં કોને ઠાલવ્યું આ દૂધ?

ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં આપવામાં આવતું સંજીવની દૂધ વિદ્યાર્થીઓના પેટમાં જવાને બદલે વાલોડના તીતવા ગામે મીંઢોળા નદીમાંથી મળ્યું છે. વાલોડના તીતવા ગામ મીંઢોળા નદીમાંથી દૂધની હજારો થેલીઓ મળી આવતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સમગ્ર મામલે VTV NEWS દ્વારા DEO અને TSP કચેરીના અધિકારીનો સંપર્ક કરવામાં આવતા શિક્ષણ અધિકારી અને આઇસીડીએસના અધિકારી જવાબદારીનો ટોપલો એકબીજાના શિરે ઢોળતા નજરે પડ્યા છે.


 
એજન્સીને તંત્ર છાવરતું હોવાનો આક્ષેપ
અધિકારીઓ લુલો બચાવ કરતા કહી રહ્યા છે કે હાલ આ મામલે રિપોર્ટ મંગાવાયો છે. દૂધની થેલીઓ નદીમાં કેમ ફેંકાઈ? તે મુદ્દે કાર્યવાહી કરાશે. તો બીજી બાજુ દૂધ સ્પાલય કરતી એજન્સીને તંત્ર છાવરતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. એક તરફ જવાબદાર અધિકારીઓ તપાસ ચાલી રહ્યાનું રટણ કરી રહ્યા છે. તો બીજી તરફ સરકાર દ્વારા અપાતો પોષણયુક્ત ખોરાક બાળકોને મળતો ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 

દૂધની થેલીઓ નદીમાં કેમ ફેંકાઈ? VTV NEWSનો ગ્રાઉન્ડ રિપોર્ટ

 

શું છે સમગ્ર મામલો 
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના તીતવા ગામેથી પસાર થતી મોંઢોળા નદીમાંથી સંજીવની યોજના હેઠળના દૂધના પાઉચો હજારોની સંખ્યામાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવને લઈ વાલોડ આઇસીડીએસ વિભાગના અધિકારીએ તપાસ હાથ ધરી છે, જેમાં પ્રાથમિક તબક્કે પ્રાથમિક શાળામાં આપવામાં આવતા પાઉચ હોવાનું બહાર આવ્યું છે.

નદીમાં જોવા મળ્યા દૂધના પેકેટ
તાપીની મીંઢોળા નદીમાંથી હજારોની સંખ્યામાં દૂધ સંજીવની યોજનાના પાઉચ મળી આવતા સરપંચ દ્વારા વહીવટી વિભાગને જાણ કરવામાં આવી હતી. સમગ્ર મામલે વાલોડ આઇસીડીએસ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ કાર્યવાહી કરતા દૂધ પ્રાથમિક શાળામાં આપવામાં આવતું હોવાનું માલુમ પડતા ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. 

 

તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ
પરંતુ રાજ્યના બાળકોને પોષણ મળી રહે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા સુરતની સુમુલ ડેરી સાથે કરાર કરી દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી હતી, જે દૂધ પ્રાથમિક શાળાના બાળકો અને આંગણવાડીના બાળકોને આપવાનું હોઈ છે પણ હજારોની સંખ્યામાં દૂધના પાઉચ નદીમાંથી મળી આવતા તપાસનો વિષય બન્યો છે. આ દૂધ કોણ અને કયા કારણોથી ફેંકી ગયું તે રહસ્ય છે. તાપી જિલ્લા શિક્ષણ વિભાગ તેમજ ડેરીનું તંત્ર આ અંગે યોગ્ય તપાસ કરે તો સમગ્ર રહસ્ય પરથી પડદો ઉઠે તો જવાબદાર સામે આવે તેમ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ